April 29th 2019

સાતવારનો સંગાથ

.           . સાતવારનો સંગાથ           

તાઃ૨૯/૪/૨૦૧૯                    પ્રદીપ બ્રહ્મભટ્ટ   

સોમવારની સવારમાં પવિત્ર ભાવનાએ,શંકર ભગવાનને દુધથી અર્ચના કરાય 
માતાપાર્વતીની કૃપા મળે જે ગણપતિ સંગે,કાર્તિકભાઇને પ્રેરણા આપી જાય
......એ સવાર ભગવાન ભોલેનાથની,જે જીવનમાં દેહનેપવિત્ર કર્મ કરાવી જાય.
મંગળવારના દીવસે મનથી ગજાનંદ ગણપતિની પુંજા,સવારમાં પ્રેમથી કરાય
મળે કૃપા જીવનમાં શ્રી ગણેશની જ્યાં ગં ગણપતયે નમો નમઃથી વંદનથાય
બુધવારની સવારે માતા અંબાને,પ્રાર્થના સંગે દીવો કરી પુંજન પ્રેમથી થાય
ત્યાંજ માતાનો પ્રેમ મળે જે જીવનમાં,આશીર્વાદેની વર્ષાને વહેવડાવી જાય 
......એજ પવિત્ર સવાર થઈ જાય,જ્યાં માતા અંબાજીને શ્રધ્ધાએ પુંજન કરાય.
ગુરૂવારના દીવસે શ્રીજલારામ ને સંતસાંઇબાબાની કૃપાએ પાવનરાહ મેળવાય
મળેલ માનવદેહને સદમાર્ગે દોરીને,જીવનમાં પાવનકર્મનો સંગાથએ આપી જાય
શુક્રવારની સવાર મળે દેહને,જ્યાં સુર્યનાદેવના દર્શન કરી અર્ચના પુંજન કરાય
સુર્યદેવને વંદન કરીને સવારમાં,ૐ હ્રીમ સુર્યાય નમઃના મંત્રથી ભક્તિપુંજા થાય
.....એ મળેલ દેહને પાવનરાહ જીવનની મળૅ,જે જીવને મુક્તિમાર્ગ આપી જાય.
શનિવારની સવારનો પ્રકાશ મળે,જ્યાં પવનપુત્ર હનુમાનને દેહથી વંદન કરાય
પવિત્રભાવથી ૐ નમો હનુમંતે ભય ભંજનાય સુખંકુરૂ ફટસ્વાહાનુ સ્મરણ થાય
રવિવાર એ પવિત્ર દીવસછે જીવનમાં,જ્યાં કુળદેવી કાળકામાતાની પુંજા કરાય
અનંતશાંન્તિ મળે મળેલદેહને,જ્યાં શ્રધ્ધાએ ૐ ક્રીં કાલિયે નમઃનુ સ્મરણ થાય
....પરમાત્માની પરમકૃપા મળે જીવને અવનીપર,જ્યાં સાતવારને સમજીને જીવાય.
=============================================================

 

April 27th 2019

સાંઈનો સંગાથ

.            .સાંઈનો સંગાથ        

તાઃ૨૭/૪/૨૦૧૯                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

સાંઈબાબાનો સંગાથ મળે જીવને,જે દેહને પાવનરાહથી અનુભવ થાય 
મળે પરમાત્માની શાંંતિ જીવને,જ્યાં નિખાલસ ભાવનાથી પુંજન કરાય
......એજ કૃપા શેરડીના સંત સાંઈબાબાની,જે દેહને સુખશાંંતિ આપી જાય.
કર્મના બંધનનો સંબંધ છે જીવનો,જે ગત જન્મે કરેલ કર્મથીજ મેળવાય  
શ્રધ્ધા ભક્તિએ કરેલકર્મ દેહથી,જીવને સુખશાંંતિ મળતા સમજાઈ જાય
જીવને મળેલ માનવદેહ એ કર્મની કેડી,બાબાની પ્રેરણાએ માનવી થાય
જીવનમાં શ્રધ્ધા અને સબુરીને સમજી જીવતા,દેહને માનવતા મળી જાય
......એજ કૃપા શેરડીના સંત સાંઈબાબાની,જે દેહને સુખશાંંતિ આપી જાય.
આંગણે આવી કૃપામળે પરમાત્માની,જે સરળ જીવનના સંગાથથી જીવાય
લાગણી અપેક્ષાને દુર રાખીને જીવતા,પાવનકૃપાનીવર્ષા દેહ પર થઈ જાય
એ પાવન રાહનો સંગાથ સાંઈબાબાનો,જે મળેલ જન્મને સાર્થક કરી જાય
અવનીપરનુ આગમન શંકરભગવાનનુ,જે શેરડીમાં સાંઇબાબાથી ઓળખાય
......એજ કૃપા શેરડીના સંત સાંઈબાબાની,જે દેહને સુખશાંંતિ આપી જાય.
==========================================================

	
April 25th 2019

પકડી કેડી

.            .પકડી કેડી     
તાઃ૨૫/૪/૨૦૧૯            પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પકડી કેડી પ્રેમની જીવનમાં,જે મળેલદેહને અનંત શાંંતિ આપી જાય
પાવનકર્મની રાહ મળતા દેહને,જીવનમાં સત્કર્મનો સંગાથ મળી જાય
....એ પાવનકૃપા પરમાત્માની જગતપર,જે નિર્મળભાવનાની ભક્તિએ મેળવાય.
મળેલદેહ એ જીવના થયેલ કર્મ છે,જે અનેક દેહ મળતા જ સમજાય
શ્રધ્ધા ભાવથી જીવનમાં કરેલ પુંજા,માનવ જીવનને પવિત્રરાહે દેખાય
સરળ જીવનનો સંગાથ મળતાજ દેહને,ના કોઇ અપેક્ષાની ચિંતા થાય
અવનીપરના આગમનને શાંંતિ મળે,જે દેહને સુખનો સંગાથ દઈ જાય
....એ પાવનકૃપા પરમાત્માની જગતપર,જે નિર્મળભાવનાની ભક્તિએ મેળવાય.
સુખદુઃખની કેડીનો સાથ દેહને,જે થઈ રહેલ કર્મથી જીવને અનુભવાય
પરમાત્માને કરેલપ્રાર્થના જીવનમાં,જીવને મળેલદેહને સદમાર્ગે લઈ જાય
અવનીપર આગમન વિદાયનો સંબંધ,દેહના થઈ રહેલ કર્મથી મેળવાય
પાવનરાહે થઈ રહેલ ભક્તિ જીવનમાં,મળેલ દેહને પવિત્રરાહ દઈ જાય
....એ પાવનકૃપા પરમાત્માની જગતપર,જે નિર્મળભાવનાની ભક્તિએ મેળવાય.
===========================================================

 

April 24th 2019

જય અંબે માતા

Image result for જય અંબે માતા
.             .જય અંબે માતા 
 તાઃ૨૪/૪/૨૦૧૯                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધા ભાવથી ભક્તિ કરતા જીવ પર,અનંત કૃપાની વર્ષા થઈ જાય 
મળેલ દેહને શાંંતિનો સહવાસ મળે,જે આત્માને સદમાર્ગે દોરી જાય 
.....એ અંબે માતાની કૃપા જીવ પર થાય,જે મળેલ જન્મને સાર્થક કરી જાય. 
સમયની સાથે ચાલવા દેહથી પુંજા થાય,જે દેહને અનુભવથી સમજાય 
અપેક્ષાને દુરરાખીને જીવન જીવતા,કર્મની પાવનકેડી જીવને મળી જાય 
જય માતાજી જય માતાજીનુ સ્મરણ કરતા,માતા અંબાજીની કૃપા થાય 
જન્મમરણનો સંબંધ જીવનો છુટે,જે જગપર આવન જાવન છોડી જાય 
.....એ અંબે માતાની કૃપા જીવ પર થાય,જે મળેલ જન્મને સાર્થક કરી જાય. 
સતત સ્મરણ માતાનુ કરતાજ,માતાજીની કૃપા આરાશુરથી આવી જાય 
અનંત શાંંતિનો સાથ મળે જીવને,જે વાણી વર્તનથી જગતપર સમજાય 
પવિત્ર જીવન અવનીપર મળે જીવને,જે નિર્મળજીવનનીરાહ આપી જાય 
માતાજીનો પ્રેમ મળે જીવની શ્રધ્ધાએ દેહને,એજ સમયથી સમજાઈ જાય 
.....એ અંબે માતાની કૃપા જીવ પર થાય,જે મળેલ જન્મને સાર્થક કરી જાય.
 ==========================================================

 

April 23rd 2019

પરમાત્મા કૃપા

.           .પરમાત્મા કૃપા
તાઃ૨૩/૪/૨૦૧૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરેલ કર્મને સંબંધ છે અવનીપર,જે જીવને દેહ થકી આગમન આપી જાય
મળેલદેહના થઈ રહેલ નિર્મળ કર્મથી,સરળ જીવનની પાવનરાહ મળી જાય
......એ જીવને મળેલ દેહના પવિત્રકર્મથી,પરમાત્માની પાવનકૃપા પણ મેળવાય.
સમય સમજીને ચાલતા દેહને,કર્મની રાહ જીવનમાં મળતા પ્રેમ મળી જાય
અભિમાનને આંગણેથી દુર રાખતા જીવનમાં,નિર્મળપ્રેમનો સંગાથ મેળવાય
સત્કર્મનો સંગાથ મળે દેહને,જે કુદરતનીકૃપા જીવને પાવનજીવન દઈ જાય
દેહથી થઈ રહેલ અનંત સત્કર્મ જીવનમાં,પવિત્ર્રરાહથી જ જીવને પ્રેરી જાય 
......એ જીવને મળેલ દેહના પવિત્રકર્મથી,પરમાત્માની પાવનકૃપા પણ મેળવાય
જીવને મળેલદેહ એ પાવનકર્મ કરે,જ્યાં શ્રધ્ધાપ્રેમથી પરમાત્માનુ પુંજન થાય
પાવનરાહને પકડી જીવન જીવતા અવનીપર,સંસ્કારનો સંગાથપણ મળી જાય
આજકાલને ભુલી જતા અદભુત જીવનનીરાહ,માનવજીવનને પાવન કરી જાય
ના કોઇ અપેક્ષા જીવનમાં રાખતા મૃત્યુ મળતા,જીવને અંતે મુક્તિ મળી જાય
......એ જીવને મળેલ દેહના પવિત્રકર્મથી,પરમાત્માની પાવનકૃપા પણ મેળવાય
=============================================================
April 23rd 2019

રામનામની માળા

.             .રામનામની માળા

તાઃ૨૩/૪/૨૦૧૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપરના આગમનનો સંબંધ છે જીવને,જે થયેલકર્મથી દેહ મેળવાય 
જન્મમરણ એ દેહને સ્પર્શે જગતપર,એજ અનેક સમયથી કેડી કહેવાય
......મળેલ દેહને સંગાથ મળે,જ્યાં પવિત્રભાવનાએ રામનામની માળા થાય.
પરમાત્માએ લીધેલ અનેક દેહ ભારતપર,એ જીવને પાવનરાહે દોરી જાય
શ્રધ્ધા ભાવનાથી પુજન કરતા જીવનમાં,સત્કર્મનો સંગાથ પણ મળી જાય
મળેલ દેહની નાકોઇ અપેક્ષારહે,જે જીવને પાવનરાહે પ્રેરણા આપી જાય
સત્કર્મ એજ પ્રેરણા પ્રભુની જીવ પર,જે મળેલ દેહના વર્તનથી જ દેખાય
......મળેલ દેહને સંગાથ મળે,જ્યાં પવિત્રભાવનાએ રામનામની માળા થાય.
સરળ જીવનની રાહ મળે દેહને,જે જગત પર અનંત શાંંતિ આપી જાય
પાવનરાહની પ્રેરણા મળે કૃપાએ,જ્યાં નિખાલસ ભાવનાથીજ પુંજા થાય
માનવજીવન એજ રાહ જીવની,જે પાવન કર્મ તરફ આંગળી ચીંધી જાય
ભક્તિભાવથી માળા કરતા પરમાત્માની,જીવને મુક્તિમાર્ગ પણ મળી જાય 
......મળેલ દેહને સંગાથ મળે,જ્યાં પવિત્રભાવનાએ રામનામની માળા થાય.
==========================================================
April 23rd 2019

જાગતો રહે

.             .જાગતો રહે

તાઃ૨૩/૪/૨૦૧૯                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ માનવદેહની મહેંક પ્રસરે અવનીપર,જે જીવને સદમાર્ગે દોરી જાય
અંતરમાં આનંદ મળે જીવનમાં,જ્યાં પરમાત્માની પાવનકૃપાજ થઈ જાય
......મળેલદેહને સત્કર્મનો સંગાથ મળે,જે પાવનરાહે દેહને જાગતો રહી જાય.
નિર્મળતાનો સંગાથ મળે દેહને,જ્યાં જીવનમાં કોઇ જ અપેક્ષા નારખાય
કુદરતની કેડી એ પરમાત્માની પ્રેરણા,અવનીપર અનેક રાહ આપી જાય
સમયની સાથે સમજીને ચાલતા,મળેલ દેહને શાંંતિનો સંગાથ મળી જાય
સત્કર્મનો સંગાથ મળે દેહને જીવનમાં,જે નિખાલસ જીવન આપી જાય
......મળેલદેહને સત્કર્મનો સંગાથ મળે,જે પાવનરાહે દેહને જાગતો રહી જાય.
અનેકકર્મના બંધન છે મળેલ દેહને,એ દેહથી થઈ રહેલ કર્મથીજ સમજાય
પાવનરાહ મળે દેહને જીવનમાં,જ્યાં પરમશ્રધ્ધાએ પરમાત્માની પુંજા થાય
ના કોઇ આશા હોય મળેલ દેહની જીવનમાં,જયાં જલાસાંઇની કૃપા થાય
ભક્તિભાવથી પવિત્ર કેડી મળે દેહને,જે મળેલદેહને પ્રેમે જાગતો કરી જાય 
......મળેલદેહને સત્કર્મનો સંગાથ મળે,જે પાવનરાહે દેહને જાગતો રહી જાય.
==========================================================
April 19th 2019

કુદરતની કેડી

.             કુદરતની કેડી    

તાઃ૧૯/૪/૨૦૧૯                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પાવનરાહની કેડી પકડી ચાલતા,મળેલ દેહને જીવનમાં સુખશાંંતિ મળતી જાય
મોહમાયાનો સંગાથ મળતા દેહને,જીવનમાં અનેક આફતનો સંગાથ મળી જાય
......એજ છે કુદરતની કેડી અવનીપર,જે કુદરત અને કળીયુગની કાતર કહેવાય.
નાસમયની સમજણ પડે દેહને,એ અદભુતલીલા પરમાત્મા અવનીપર આપી જાય
મળેલ દેહને કર્મનોસંબંધ અવનીપર,જે જીવને અનેકમાર્ગ આપી કર્મ કરાવી જાય
જીવનમાં થયેલકર્મ જીવને જન્મમરણનો સંબંધ આપે,જે આવનજાવન આપી જાય
ના કોઇ જીવની તાકાત જગતપર,જે કુદરતની કેડીથી કદી દુર રહી ચાલી જાય
......એજ છે કુદરતની કેડી અવનીપર,જે કુદરત અને કળીયુગની કાતર કહેવાય.
સત્કર્મનો સંગાથ મળે દેહને જીવનમાં,જે શ્રધ્ધાએ કરેલ ભક્તિથી જ મળી જાય
ના અપેક્ષાની કોઈજ જરૂર પડે દેહને,એજ જીવને સત્માર્ગે પાવનરાહે દોરી જાય
પરમકૃપાળુ છે પરમાત્મા જગતપર,જે જીવને મળેલ દેહને પવિત્ર કેડી આપી જાય
મળેલદેહને પવિત્રરાહ મળે જીવનમાં,એ શ્રધ્ધાથી થતી ભક્તિથી કૃપા મળી જાય
......એજ છે કુદરતની કેડી અવનીપર,જે કુદરત અને કળીયુગની કાતર કહેવાય.
=============================================================

 

April 18th 2019

શીતળ જીવન

.            .શીતળ જીવન 

તાઃ૧૮/૪/૨૦૧૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ શ્રધ્ધાનો સંગ રાખીને ભક્તિ કર્તા,પરમાત્માની કૃપા મળી જાય 
મળેલ માનવદેહને કર્મનો સંબંધ મળે,જે જીવને દેહના કર્મથી સમજાય
.....એજ લીલા અવીનાશીની જગતપર,દેહને શીતળ જીવનરાહ આપી જાય.
સદમાર્ગની કેડી મળે દેહને,જ્યાં શ્રધ્ધા ભાવથી પરમાત્માને વંદન થાય
નાકોઇ અપેક્ષા જીવનમાં રાખતા,મળેલ માનવ જીવન સત્કર્મથી દોરાય
અદભુત લીલા પરમાત્માની જગતપર,જે સતયુગ કળીયુગમાં અનુભવાય
સાચીરાહ મળે જન્મ મળેલદેહને,જીવનમાં અનેક પવિત્રકર્મ કરાવી જાય
.....એજ લીલા અવીનાશીની જગતપર,દેહને શીતળ જીવનરાહ આપી જાય.
સમયનો સાથ સ્પર્શે માનવ દેહને,જે અનેક કર્મથી દેહને વર્તન દઈ જાય
નિર્મળ ભાવનાથી ભક્તિ કરતા જીવનમાં,શીતળતાનો સંગાથ મળી જાય
ભક્તિની પાવનરાહે જીવન જીવતા,જીવનમાં અનંતશાંંતિ કૃપા આપીજાય
મળેલ માનવદેહના જીવને પવિત્રરાહ મળે,જે ઉજ્વળ જીવનથી સમજાય
.....એજ લીલા અવીનાશીની જગતપર,દેહને શીતળ જીવનરાહ આપી જાય.
==========================================================

	
April 16th 2019

કૃપા કુદરતની

.             .કૃપા કુદરતની   

તાઃ૧૬/૪/૨૦૧૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપરના આગમનને સંબંધ છે કર્મનો,જીવને જન્મમરણથી અનુભવાય
મળેલદેહથી પાવનકર્મનીકેડી પકડાય,જ્યાં કૃપાકુદરતની જીવપર થઈજાય
....એ અદભુતલીલા અવિનાશીની જગતપર,અનેક સમયથી મળેલ દેહને દેખાય.
ભક્તિશ્રધ્ધાનો સંગરાખતા જીવનમાં,પવિત્રપાવન કર્મનો સંગાથ મળી જાય
અદભુતલીલા અવીનાશીની જગતપર,જીવનમાં અનેક પવિત્રરાહે દોરી જાય
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,જે મળેલ દેહને પાવન રાહે જ પ્રેરી જાય
મળેલ કૃપા પરમાત્માની જીવને અવનીપર,જીવનમાં અનંતશાંંતિ આપી જાય
....એ અદભુતલીલા અવિનાશીની જગતપર,અનેક સમયથી મળેલ દેહને દેખાય.
કુદરતની અનંતકૃપા છે જગતપર,જે અનેક જીવોને સુખનો સાગર દઈ જાય
અનેકદેહ લઈ પરમાત્મા આવ્યા ભારતમાં,જે મળેલ દેહને મુક્તિ આપી જાય
નિર્મળશ્રધ્ધાએ કરેલ ભક્તિ જીવનમાં,પવિત્રકર્મનો સંબંધ જીવને આપી જાય
એજ પાવનકૃપા કુદરતની જગતપર,જે પાવનરાહે જીવોને જીવનમાં દોરી જાય
....એ અદભુતલીલા અવિનાશીની જગતપર,અનેક સમયથી મળેલ દેહને દેખાય.
=============================================================
Next Page »