August 31st 2012

જન્મદીનની ભેંટ

 

 

.

.

.

.

.

.

.

.

.

.

.                      .જન્મદીનની ભેંટ

તાઃ૩૧/૮/૨૦૧૨                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઠકકરને કોઇ ટક્કર નામારે,કે ના છે કોઇની ક્યાંય લાયકાત
હ્યુસ્ટનનુ ગૌરવ સુનીલ ઠક્કર,મસાલા રેડીયો એ ઓળખાય
.                     ………………….ઠકકરને કોઇ ટક્કર ના મારે.
મનથી મહેનતનો સંગ રાખીને,કરે કામ એ એની ઓળખાણ
સરળતાથીસ્નેહ આપે હ્યુસ્ટનમાં,જીવન ઉજ્વળ એજવખાણ
મારા તારાની ના કોઇ ચાલ સાથે,મસાલા રેડીયોએજ કમાલ
સુખ શાંન્તિના વાદળ વરસે,જ્યાં આશીર્વાદનો વરસાદ થાય
.                        ………………….ઠકકરને કોઇ ટક્કર ના મારે.
જન્મદીનનો આનંદ અનેરો આજે,મમ્મીના મોં પર એ દેખાય
મમતાની શીતલકેડી અનેરી,જન્મદી ને આંખોભીની થઇ જાય
પ્રેમ મળે નર્મદામાતાનો સુનીલને,ત્યાંસાચો સાથ મળી જાય
વર્ષોવર્ષની રાહમળે ઉજ્વતાથી,પ્રાર્થનાએ જલાસાંઇથી થાય
.                      ……………………ઠકકરને કોઇ ટક્કર ના મારે.

**********************************************************
.              .હ્યુસ્ટનમાં મસાલા રેડીયો એ જેની ઓળખાણ છે તે શ્રી સુનીલભાઇ ઠક્કરનો
આજે જન્મદીવસ છે.તેમની પર તેમના મમ્મી પુજ્ય નર્મદામાતાના આશીર્વાદની વર્ષા થાય
સાથે તેમની સાચી અને અનેરી રાહને  જોઇ આનંદ અને અભિમાન બંન્ને  થાય  કારણ તેમણે
એક નામના મેળવી છે અને રેડીયો દ્વારા આપણા દેશની યાદ કરાવે છે.જન્મ દીનની યાદ રૂપે
આ લખાણ સપ્રેમ અર્પણ.

લી.પ્રદીપ,રમા,રવિ,હિમા બ્રહ્મભટ્ટ તરફથી સપ્રેમ.          તાઃ૩૧/૮/૨૦૧૨

August 30th 2012

આંગણે આવ્યા

.                    .આંગણે આવ્યા

તાઃ૩૦/૮/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંગણે આવ્યા પ્રેમ લઈને,ત્યાં મન મારુ હરખાય
શીતળતાનો સંગ મળતાં,મારુ જીવન પાવન થાય
.                    ………………….આંગણે આવ્યા પ્રેમ લઈને.
સ્નેહભરેલા પ્રેમેપધાર્યા,અમારુ નસીબ એ કહેવાય
લાગણી કેરી કેડી મળતાં,મારો જન્મ સફળ દેખાય
પરમકૃપાળુ જલાસાંઇથી,મારું જીવન નિર્મળ થાય
શાંન્તિ આવી મળે જીવને,ત્યાં સર્વ સુખ મળી જાય
.                  ……………………આંગણે આવ્યા પ્રેમ લઈને.
કુદરતની આ અજબ દ્રષ્ટિ,અનુભવથી જ મેળવાય
પ્રેમ મળે સૌ સંગીનો દેહને,ત્યાં મનને શાંન્તિ થાય
આવ્યા પ્રેમનીગંગા લઈને,આઘર પાવન થઈ જાય
મુક્તિમાર્ગની સીડીમળતાં,આ જન્મ સફળપણ થાય
.                     …………………..આંગણે આવ્યા પ્રેમ લઈને.

************************************************

August 29th 2012

અંતરની લાગણી

.                           .અંતરની લાગણી

તાઃ૨૯/૮/૨૦૧૨                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ મળે જ્યાં ખોબામાં,ત્યાં સમજણ આવી જાય
કોનોકેટલો અને સાચો કેટલો,મળતાએ સમજાય
.                            ………………….પ્રેમ મળે જ્યાં ખોબામાં.
ધીરજ રાખી સમય પકડતાં,પાવન જ્યોત મળી જાય
મોહમાયા પર કાતરમુકતાં,નિર્મળરાહ પણ મળીજાય
સુખસાગરની કેડી મળતાં,માનવજન્મસફળથઈ જાય
તનને શાંન્તિ મનને પણ શાંન્તિ,ઉજ્વળ જીવન થાય
.                         ……………………પ્રેમ મળે જ્યાં ખોબામાં.
આધી વ્યાધી ને આંબી લેતા,જીવન સરળ મળી જાય
કૃપાઆવી મળે જીવનેજ્યાં,ત્યાં પ્રભુપ્રેમની વર્ષાથાય
નિર્મળતાના વાદળ વરસતા,પાવન ગંગા મળી જાય
જન્મ સફળ થઈ જતાંજ જીવને,મુક્તિમાર્ગ મળી જાય
.                         …………………..પ્રેમ મળે જ્યાં ખોબામાં.

+++++++++++++++++++++++++++++++++++++

August 28th 2012

જલાસાંઇની છાયા

.                  .જલાસાંઇની છાયા

તાઃ૨૮/૮/૨૦૧૨                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળજો છાયા જલાસાંઇની,મળેલ જન્મ સફળ થઈ જાય
કૃપા અમ પર સદા રહે સંતની,એજ ભાવથી ભક્તિ થાય
.                    ……………………મળજો છાયા જલાસાંઇની.
નિર્મળ ભાવના મનમાં રાખીને,સદા પુંજન અર્ચન થાય
આવ્યા બાબા આંગણે અમારે,એજ કૃપા તેમની કહેવાય
સંત જલારામના દર્શન કરતાં,જીવને શાંન્તિ મળી જાય
વિરબાઇમાતાના ચરણ સ્પર્શતા,જન્મ સફળ પણ થાય
.                      ……………………મળજો છાયા જલાસાંઇની.
ૐ સાંઇનુ સ્મરણ કરતાં,પરમાત્મા શીવજી પણ હરખાય
ત્રિશુળનો અણસાર દેતા,ભુતપ્રેતથી ભક્તોનુ રક્ષણ થાય
માપાર્વતીનો પ્રેમમળતા,પ્રદીપ,રમા,રવિ,દીપલ હરખાય
સર્વ રીતે રક્ષણ કરતાં ભોલેનાથજી,સદાય કૃપા કરી જાય
.                       …………………….મળજો છાયા જલાસાંઇની

**************************************************

August 28th 2012

સાથ સરળતાનો

.                    .સાથ સરળતાનો

તાઃ૨૮/૮/૨૦૧૨                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુંદરતાનો સાથ મળે જીવનમાં,જ્યાં ઇર્ષા નિર્મળ થઇજાય
અભિમાન આઘુ મુકતા મનથી,સાથ સરળતાનો મળી જાય
.               …………………… સુંદરતાનો સાથ મળે જીવનમાં.
આધી વ્યાધી તો જન્મે વળગે,ના કોઇ જીવથી  છટકાય
કર્મની કેડી સરળ બને જીવની,જ્યાં મોહમાયા દુર જાય
પ્રભુ કૃપાનો અણસાર મળે જીવને,જ્યાં શ્રધ્ધા સંગે હોય
મનથી કરેલ સાચી ભક્તિ,જીવને મુક્તિમાર્ગે દોરી જાય
.             …………………….સુંદરતાનો સાથ મળે જીવનમાં.
જલાસાંઇના આશીર્વાદે પ્રદીપને,સુખ શાંન્તિ મળી જાય
ભુતપ્રેત પણ ભાગેદોડી,જ્યાં ગદા હનુમાનજીની દેખાય
નિર્મળભક્તિનો સાથ રમાનો,જે નિર્મળસ્નેહ આપી જાય
સંતાનનેનિરખતા જલાસાંઇનો,સાચોપ્રેમપણ વર્ષી જાય
.             …………………….સુંદરતાનો સાથ મળે જીવનમાં.

++++++++++++++++++++++++++++++++++++++++

August 27th 2012

શીતળ સંગાથ

.                    .શીતળ સંગાથ

તાઃ૨૭/૮/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળતા જીવન મળે,ને દેહે કર્મ બંધન અડી જાય
ના અપેક્ષા જીવની રહે,જ્યાં શીતળ સંગાથ મળી જાય
.                              ………………….જન્મ મળતા જીવન મળે.
મન,કર્મ,વચનને વાણી,ના જગતમાં કોઇ જીવથી અજાણી
અવનીપરના આગમનસંગે,બંધન સૌ જીવોને એ કરનારી
દેહ મળે જ્યાં માનવીનો જીવને,કર્મથી ગતી એજ કરનારો
મળે માયા મોહ દેહને જ્યારે,ના  જગતમાં કોઇ છટકનારો
.                              …………………..જન્મ મળતા જીવન મળે.
શીતળ સંગાથ મળતાં જીવનમાં,સૌનોય સાથ મળી જાય
પરમ કૃપાળુ પરમાત્માની દ્રષ્ટિએ,પાવન રાહ મળી જાય
અંતરથી જ્યાં ઓળખપ્રભુની,જીવથી ભક્તિકેડી મેળવાય
અંતઆવતા દેહનોઅવનીએ,મુક્તિમાર્ગ જીવને મળીજાય
.                            …………………….જન્મ મળતા જીવન મળે.

===================================

August 26th 2012

પરખ પરમેશ્વરની

.                    પરખ પરમેશ્વરની

તાઃ૨૬/૮/૨૦૧૨                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

આશીર્વાદે પકડી આંગળી,જીવને શાંન્તિ મળી ગઈ
જલાસાંઇની કૃપા થતાં,મનની મુંઝવણ ભાગી ગઈ
.                    ……………………આશીર્વાદે પકડી આંગળી.
નારાયણનું સ્મરણ કરતાં,જીવપર કૃપાદ્રષ્ટિ પણ થઈ
રાહ મળી જીવને અવનીએ,ને પાવન ગતી મળી ગઇ
નિર્મળ ભાવના રાખી જીવતાં,શ્રધ્ધાની વર્ષા થઇ ગઈ
મળી મને જલાસાંઈની ભક્તિ,મુક્તિમાર્ગ ખોલશે જઈ
.                     ……………………આશીર્વાદે પકડી આંગળી.
મળી કેડી રાવણને અભિમાનની,ત્યાં રામની દ્રષ્ટિ થઈ
અજબ શક્તિ ભક્તિની મેળવેલી,તોય વૃત્તિ બગડી ગઈ
સકળસૃષ્ટિનાકર્તાનારાયણ,તોય હનુમાનનીસંગતથઈ
શ્રધ્ધા ભક્તિનો સંગ રાખતાં,એરાવણની દાહ પણ થઈ
.                     …………………..આશીર્વાદે પકડી આંગળી.

+++++++************+++++++++************

August 26th 2012

લીધેલ કેડી

.                   લીધેલ કેડી

તાઃ૨૬/૮/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મૃત્યુનો સંગ અનેરો,જીવને એ કર્મથી બાંધી જાય
દેહને વળગે જ્યાં મોહમાયા,ત્યાં જન્મ મૃત્યુ મળી જાય.
.               …………………..  જન્મ મૃત્યુનો સંગ અનેરો.
અવની છે આધાર દેહનો,જીવને સાંકળથી બાંધી જાય
આવી મલતી આધીવ્યાધીઓ,જે કર્મ બંધનથીસંધાય
નાજુકકેડી મળે જીવને,જ્યાં સાચી માનવતા મેળવાય
સંગ મળે જ્યાં પાવનકેડીનો,જીવે નિર્મળતામળી જાય
.               …………………… જન્મ મૃત્યુનો સંગ અનેરો.
મળતાં દેહ જીવને અવનીએ,દેહ ઉંમરથી બંધાઇ જાય
આજકાલનેપારખીલેતાં જીવનમાં,સમય નાછટકીજાય
બાલપણમાં ભણતરની કેડી,ને જુવાનીમાંમહેનતથાય
ઘડપણમળતાં દેહનેઅવનીએ,ભક્તિથી સચવાઇજાય
.                ………………….. જન્મ મૃત્યુનો સંગ અનેરો.

======================================

August 25th 2012

લાડલાનો જન્મદીવસ

 

 

.                      .લાડલાનો જન્મદીવસ

તાઃ૨૫/૮/૨૦૧૨                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળ સ્નેહના વાદળ સંગે,રવિ સોપાન ચઢતો જાય
જન્મદીનનો આનંદપામી,આશીર્વાદ એમેળવતો જાય
એવો મારો લાડલો દીકરો,અ.સૌ હીમા સંગે છે હરખાય.
.                         …………………શીતળ સ્નેહના વાદળ સંગે.
પ્રભાત પહોરના પ્રથમ  કિરણે,માબાપને એ વંદી જાય
પામી પ્રેમ જીવનમાં  સૌનો,ધન્ય જીવન એ જીવી જાય
બેન દીપલનો  લાડલો ભાઇ,ને નીશીતકુમારનો સાળો
અ.સૌ હિમાનો એ જીવનસંગી,ભક્તિભાવ સંગે હરખાય
.                       ………………….શીતળ સ્નેહના વાદળ સંગે.
લાડલો અમારો એક જ દીકરો,વ્હાલુ રવિ નામ બોલાય
મહેનત સંગે રાખતા જીવનમાં,ઉજ્વળતા મેળવી જાય
મનથી કરતા કામ જીવનમાં,શ્રીજલાસાંઇની કૃપા થાય
ઉજ્વળ જીવનમાં જીવતાં,જગતમાં સર્વ કામ થઈ જાય
.                       …………………..શીતળ સ્નેહના વાદળ સંગે.
મોહમાયાની કાતર ફેંકી જીવનમાં,એ સ્નેહ મેળવી જાય
સાથમળે સૌનો જીવનમાં,સરળતાને એ સંગે રાખી જાય
આજકાલને પારખી ચાલે,ને લાંબુ આયુષ્ય મેળવી જાય
એજ પ્રાર્થના જલાસાંઇથી પપ્પા મમ્મીની દીલથી થાય
.                           ………………..શીતળ સ્નેહના વાદળ સંગે.

**************************************************

August 24th 2012

પકડ આંગળીની

.                      .પકડ આંગળીની

તાઃ૨૪/૮/૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

બાળક દેહે અવતરણ થાતાં,ઉંઆ ઉંઆ શરૂ થઇ જાય
એછે કુદરતનીલીલા,જે જન્મ મળતા જીવને સમજાય
.                 …………………બાળક દેહે અવતરણ થાતાં.
મળતા સંસ્કાર જીવને દેહે,એજ કૃપા માતાની કહેવાય
જન્મ દીધો માતાએ જીવને,ને કર્મના સંબંધ સચવાય
પકડી આંગળી માતાની,જીવને સાચી રાહ મળી જાય
ઉજ્વળ જીવનમાં રાહમળે,જ્યાં સ્નેહ સાચો મેળવાય
.                 …………………બાળક દેહે અવતરણ થાતાં.
સમયની કેડી દેહનેજ મળે,જે ઉંમર વધતાં જ દેખાય
આજકાલના વાદળ ન્યારા,જે પિતા પ્રેમથી મેળવાય
પિતાની પકડી આંગળી દેહે,ત્યાં મન વિચારતું થાય
જીવને સાચી રાહ મળતાં,ઉજ્વળ સોપાન મળી જાય
.                 …………………બાળક દેહે અવતરણ થાતાં.
સંતાનને પ્રેમ મળતા માબાપનો,હરખ અનોખો થાય
ભક્તિનોસંગ સાથે રાખતાં,ના આધી વ્યાધી અથડાય
મળીજાય જ્યાં પ્રેમજગતમાં,સૌનીપ્રીત અનોખીથાય
મળેલ માનવદેહ અવનીએ,જીવનો જન્મસાર્થક થાય.
.             …………………… બાળક દેહે અવતરણ થાતાં.

=================================

Next Page »