August 4th 2012

શીવશક્તિ હનુમાન

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.              .શીવશક્તિ હનુમાન

તાઃ૪/૮/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

બોલો પવનપુત્ર હનુમાન,બોલો શીવ શક્તિ હનુમાન
ભક્તિ કેરી ગદા રાખીને,જીવના ખોલતાએ મુક્તિદ્વાર
એવા પવનપુત્ર હનુમાન,બન્યા સીતારામના સંગાથ
.                  ……………………બોલો પવનપુત્ર હનુમાન.
વર્તનવાણી પ્રભુને સોંપી,રીઝ્યા વિષ્ણુ સ્વરૂપ શ્રીરામ
રાવણ જેવા ભક્તને આપી,સાચી શ્રધ્ધાની સીધી દોર
સિંદુર લગાવી દેહે લીધો,લક્ષ્મીસ્વરૂપ માસીતાનોપ્રેમ
અવનીપર લાવીરુદ્રાક્ષને,શીવજીએદીધોભક્તિનો દોર
.                   …………………….બોલો પવનપુત્ર હનુમાન.
ભક્તિની છે અજબ શક્તિ,એ જગતમાં સમયે સમજાય
પાપ પુણ્યની સમજ જીવને પડે,જ્યાં સાચી દ્રષ્ટિ થાય
નિર્મળતાના વાદળ વરસે,જ્યાં શ્રીસીતારામને ભજાય
મુક્તિના ખોલે દ્વાર પ્રભુજી,જ્યાં સ્મરણ શ્રધ્ધાએ થાય
.                    …………………..બોલો પવનપુત્ર હનુમાન.

……………………………………………………………….