August 10th 2012

હાથની હેલી

.

.

.

.

.

.

.

.

.                      .હાથની હેલી

તાઃ૧૦/૮/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળમન ને પ્રીતી ભાવનાથી,જન્મ સફળ મળી જાય
સ્નેહની સાંકળ સરળ જોતા,ના કોઇ વ્યાધી આવી જાય
.                ………………….નિર્મળમન ને પ્રીતી ભાવનાથી.
મળે હાથથી હાથ સ્નેહથી,પાવન કર્મ જીવનમાં થાય
સદા સ્નેહની વર્ષાવરસે,ત્યાં જીવન મુક્તિએ મહેંકાય
અવનીપરના આગમનનેવધાવી,ધન્યજીવન દેખાય
મોહ માયાની માયા છુટતાં,ના આધીવ્યાધી અથડાય
.               ………………….નિર્મળમન ને પ્રીતી ભાવનાથી.
છુટે હાથથી હાથ જીવનમાં,થઇ જાય મુંઝવણથી પ્રીત
એક વ્યાધીને થોડી દુર કરતાં,બીજી મળી જાયછે તુર્ત
હાથની હેલી વર્ષી જાય જ્યાં,બનીજાય જગતમાં મુર્ખ
સગાસંબંધી દુરરહે જીવનમાં,ઉજ્વળતાભાગે ત્યાં દુર
.            ……………………નિર્મળમન ને પ્રીતી ભાવનાથી.

++++++++++++++++++++++++++++++++++++++++++

August 10th 2012

કૃષ્ણકનૈયો

.

 

 

 

 

 

 

 

 

.

.

 

.

.                      કૃષ્ણકનૈયો

તાઃ૧૦/૮/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ
.                      (જન્માષ્ટમી)

કરુણા સાગર ના અવતાર,આવ્યા મુક્તિ દેવાને કાજ
આવી અવનીએ કર્તાર,કરે લીલા મનુષ્ય રૂપે અપાર
.                        ………………કરુણા સાગર ના અવતાર.
ગોકુળનો એ છે ગોવાળીયો ,ને મથુરાના મુરલીધર
દ્વારકાના એ ધીશબન્યા,ને રુક્શમણીની લીધી પ્રીત
લીલા કીધી કનૈયારૂપે,જગતમાં જીતી લીધાછે દીલ
ગોવાળીયાની પ્રીત ગજબની,અવનીએ લીધી જીત
.                      ………………..કરુણા સાગર ના અવતાર.
અર્જુન કેરા સારથી થતાં,મહાભારતમાં જોઇ પ્રીત
સાથ દીધો સંગાથી બનીને,પાંડવોને દીધીછે જીત
આગમને અણસાર દીધો,નેઉજ્વળ કીધીમાનીકુખ
પ્રેમે કૃષ્ણકહો કે કનૈયોકહો,નામળે જીવનેકોઇ દુઃખ
.                     ………………..કરુણા સાગર ના અવતાર.

…….++++++……….++++++………..++++++…..