March 28th 2008

नौजवान

                                  नौजवान
१५/८/१९९७                                    प्रदीप ब्रह्मभट्ट

वतन के नौजवान है,वतनपे मिटनेको चले
            अपने हाथ है जहॉ, प्यारा वतन है वहॉ
                                             वतन के नौजवान.

शान अपने साथ है,आन अपनी जान है
           प्यारअपना धरम है,मरना अपनाकरम है
                                             वतन के नौजवान.

लेके अपने हाथ मे,यार के भी हाथ को
          ‘दीप’बनेंगे हम सदा,ज्योत अपने साथ है
                                             वतन के नौजवान.

देख लेना आज भी,देश अपनी शान है
         मरना अपना काम है,वतन हमारे साथ है
                                             वतन के नौजवान.

कौन जाने कल कहॉ,हमको है पता नही
         याद अपनी एक है, आझादी की टेक है
                                             वतन के नौजवान.

कलहो या आजहो,वतनपे अपनी जान दो
         एक वादा अपना है,भारत हमारा अपना है
                                             वतन के नौजवान.

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

March 28th 2008

કુદરત

                                      કુદરત
ઑગસ્ટ ૨૦૦૧                                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરત તણા એ ખેલને પામી શક્યુ છે કોણ એ
                      એક હાથે ખુશહાલ છે જે બીજે હાથે નેક છે
જોર શોર કરી કરીને પામી શક્યો ના વૉટ એક
                  પામ્યો શિકસ્ત જ્યારે એકહે કુદરતનો ખેલ એ
નેકી સાથ સાથ છે બંદો તુ બને જો કુદરતનો
                    ધરમ તારો માનવનો માનવીને જોતો છેકથી
હાથ તારો માગે કોઇ દેજે સહારો તારા હાથનો
                કુદરતનો એ નિયમ એક બીજો હાથ થામે તારો
જનમસફળ મળશે તને કરજે સારા કામ નેકીથી
                   સફળ જીવન છે પ્રદીપનુ કુદરતની એક ટેકથી
બંદો થઇ બંદગી કરે ફરજ તારી તે જ છે
                    મહેનતથી જે કામ કરે ઇશ્વર તારી નજદીક છે
તનમન તારા ચોખ્ખા રાખી કરજે ગમેતે કામને
                       કુદરત તારી સાથે છે કેમ કે બંદો તુ નેક છે
વળગી રહેશે તુ કામને સમય થોડો લાગશે
                       મળશે સફળતા તને થોડા કઠીન કાળ પછી
સકળ જગતને આશ છે ઇશ્વર સૌની સાથ છે
                   ભ્રમ જગતને ખોટો છે નેકીવગર એ અળગો છે
માનવ માનવમાં વેર છે એવું જગતમાં કેમ છે
                    સૃષ્ટિ એ તો કુદરત છે બાકી જગતને વ્હેમ છે
જનમ મળ્યો તને માનવનો એતો રહીમનીમહેર છે
                  બાકી જીવો છે ઘણા તેની જગતમાં ક્યાં ખોટ છે
પ્રેમ કરીશ તું પ્રાણીને પાછળ પાછળ તે ફરે
                ચાહત માનવીની મળે માનવી માનવીનેચાહે તો

**************************************************

March 26th 2008

જાણી લેવું

                                      જાણી લેવું

પ્રદીપ બ્રહ્મભટ્ટ                                                હ્યુસ્ટન

ભણતર એ જીવનનું ચણતર છે તે જાણી લેવું
કરેલાકર્મનો બદલો અહીંજમળેછેતે જાણી લેવું
                દરજીને ત્યાં જઈ મિત્રની દુશ્મનાવટ જાણી લેવી
               સંસારીને ત્યાં જઈ સંસારની ઘટમાળ જાણી લેવી
સીંધીનેત્યાં જઈપત્થરનેપામવાની રીતજાણી લેવી
ગુજરાતીથીએકબીજાનેપારખવાની રીતજાણી લેવી
                યુવાનીમાં પ્રવેશેલા સંતાનના વિચારોજાણી લેવા
                 કરેલા  સતકર્મો  મિથ્યા નથી જતા  તે જાણી લેવું
સાચો પ્રેમનેમાયા ગમે ત્યારે જણાશે તે જાણી લેવુ
પંખીનું ઉડવું ને પ્રેમીનોપ્રેમ બન્ને સરખાતેજાણીલેવું
                માટી ની આ કાયા માટીમાં મળશે તે જાણી લેવું
               પરોપકારમાટેનોપ્રકાશતે પરદીપ છેતે જાણી લેવુ
સ્વાર્થીસ્નેહ નેદરીયાનું મોજુ સરખાછે તે જાણી લેવું
મળેલામનનેતન એ જીવનની ઝંઝટછેતે જાણી લેવું
               જન્મ મળ્યો છે તેનું મૃત્યું નિશ્ચિતછે તે જાણી લેવુ
              પરમાત્મા એકજ છે નામો અનેક છે તે જાણી લેવુ
સતકર્મો એજ જીવનનું સાચુ ભાથુ છે તે જાણી લેવુ
કુકર્મો એ જ ભુમીનો બોજ વધારે છે તે જાણી લેવુ

**********##########**********##########

March 24th 2008

માબાપની માયા

                           માબાપની માયા
તાઃ૧૯/૩/૦૮          અમદાવાદ           પ્રદીપ બ્રહ્મભટ્ટ

માબાપની માયા લાગી જેને, ભવ સુધરશે તેનો
ઉજ્વળ જીવનજીવી જશેને,જન્મ સફળ ભઇએનો
                             ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ મેખ.

પ્રભુ સ્મરણથી પામર જીવન,પ્રેમ પ્રભુનો લેશે
માબાપની સેવા પ્રેમથીકરતાં,હૈયાનુ હેત ઉભરશે
                             ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ મેખ.

મા ના પ્રેમની સાથે,ભઇ પ્રેમ પિતાનો મળશે
સંતાન થયાની સેવાથી,ઉજ્વળ જીવન તરશે
                            ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ મેખ.

મળતી માયા સેવાથી,ના માગણી કોઇ કરતું
પ્રેમભાવથી નમવાથી,ઉભરાયેલ હેત મળતું
                            ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ મેખ.

આવ્યા ક્યાંથી ક્યાં જવાના,કોઇ નથી કહેવાનું
લાગણી પ્રેમને સ્નેહ મળવાના,બીજુનહીંસહેવાનું
                            ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ મેખ.

##########################################

March 23rd 2008

ઓ દીલની રાણી

……………………………..ઓ દીલની રાણી
૧૭/૩/૦૮………………………અમદાવાદ………………………….સોમવાર

તારી ચાલ શરાબી,તારા ગાલગુલાબી;તારા ઠુમકાનો નહીંપાર..(૨)
મારા મનની રાણી,તું ક્યાં છે હાલી, તારા નખરા અપરંપાર
…………………………………………………………..……. ઓ દીલની રાણી
મારું મનડું લોભે,તારુ તનડું જોઇ,મારી તેજ થાય છે ચાલ ..(૨)
તું બનજે મારી,મારા દીલની રાણી,મારી જીંદગી છે કુરબાન
…………………………………………………………………. ઓ દીલની રાણી
તું આજે મળી છે,તું કાલે મળજે, છોડજે જુઠા જગ દેખાવ ..(૨)
મેં મનથી માની,મારી જીવનદોરી,તું પકડી ચાલજે હાથ.
…………………………………………………………………. ઓ દીલની રાણી
*******************************************

March 23rd 2008

રામની માયા.

……………………………રામની માયા.
તાઃ૧૭-૩-૦૮……………….અમદાવાદ…………………સોમવાર

રામની માયા લાગીમને ભઇ,કામ નથી કોઇ બીજુ
જીવતા જન્મ સફળ કરવાનું, વચન લઇ મેં લીધું
……………………………………………..……ભઇ રામની માયા
કાજળજેવી રાત હતી જ્યાં,સુરજ ઉગતાં કિલ્લોલ થયો
મનમાં રામશ્યામનું રટણ થતાં,મુક્તિનો સંદેશ મળ્યો
……………………………………………..……ભઇ રામની માયા
તારલીયા ટમટમતાં જોઇને, વ્યાકુળ મનડું ફરતું ઘણુ
ટહુકાર થયોજ્યાં કોયલનો,આકાશે અજવાળુંચોમેર થયું
………………………………………….…….…ભઇ રામની માયા
ભક્તિમાં જ્યાંપ્રદીપ મુંઝાયો,રમા તણો સથવાર મળ્યો
દીપલનિશીતનોપ્રેમ જોતાં,ભાઇ રવિએજલાનોઅણસારદીઠો.
…………………………………………..……ભઇ રામની માયા
——————————————–—————————

March 13th 2008

હરહર ભોલે મહાદેવ

om-anand.jpg

………………………….હરહર ભોલે મહાદેવ
તાઃ૬/૩/૨૦૦૮……………….મહાશીવરાત્રી…………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગુરુવાર……………………………………………………………..આણંદ

અગણિત નામ ને અગણિત કામ,અગણિત કૃપા છેજગમાં અપરંપાર
હરહર ભોલે હરહર મહાદેવ, હરહર ત્રિશુલધારી તારાનામો છે અપાર
…………………………………..………..……..તારી અગણિત લીલાનો નહીં પાર
કોઇ કહે ચંન્દ્રમુલેશ્વર મહાદેવ, તો કોઇ કહે ઑમકારેશ્વર મહાદેવ
તો કોઇ કહે અમરેશ્વર મહાદેવ, ને કોઇ કહે છે રામેશ્વર મહાદેવ
………………………………………………..……….જગ કહે હરહર ભોલે મહાદેવ
કોઇ કામનાથ મહાદેવ કહે તો કોઇ પુંજે છે બિલેશ્વર મહાદેવ
જાગનાથ મહાદેવ કહો કે ભાવનાથ મહાદેવ છે મારા ભોલેનાથ મહાદેવ
……………………………………………………….બોલો હરહર ભોલેનાથ મહાદેવ
બદ્રીનાથ મહાદેવ પુંજાય ,ને પુંજાય સમર્થેશ્વર મહાદેવ
સોમેશ્વર મહાદેવ કહો કે કાબ્રેશ્વર મહાદેવ કે બોલો ધર્મેશ્વર મહાદેવ
………………………………………………..………બોલો કૈલાસપતિ ભોલેમહાદેવ
કહે કોઇ નાનાકુંભનાથ મહાદેવ,તો કોઇ પુંજે સિધ્ધેશ્વર મહાદેવ
કોઇ પુંજે લોટેશ્વર મહાદેવ તો કોઇ નીલકંઠ મહાદેવ બોલો હરહર મહાદેવ
…………………………………………………….બોલો શ્રી હરહર ભોલેનાથ મહાદેવ
નાગેશ્વર મહાદેવ ની સેવા, ને કોઇ પુંજે પારતેશ્વર મહાદેવ
નાગનાથ મહાદેવ પુંજાય ને કોઇ વૈજનાથ મહાદેવ તો કોઇ ધુરમેશ્વર મહાદેવ
…………………………………………..……….જગત પુંજે છે પાર્વતીપતિ મહાદેવ
કેદારનાથ મહાદેવની માયા, તો કોઇ કહે સોમનાથ મહાદેવ
મહાકાળેશ્વર મહાદેવ છે પુંજાય,તો કોઇ પુંજે વાળીનાથ મહાદેવ છે દીનદયાળા
…………………………………….…ઓ સૃષ્ટીતણા કરતાર તારો અગણિત છે ઉપકાર.

**********************************************************
મહાશીવરાત્રીના પવિત્ર દિવસે મારા પિતા પુજ્ય ભોલે શંકર ભગવાનને આણંદના
શ્રી ઑમકારેશ્વર મહાદેવમાં મારી મુલાકાતની યાદ રુપે માતા પાર્વતીની સેવામાં
મંદીરના પુજારીશ્રીને યાદ રુપે અમારા આત્માના કલ્યાણ અર્થે અર્પણ.
પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા પરિવાર તરફથી સપ્રેમ.

March 10th 2008

જન્મદીન આજે

daxa-atulkumar.jpg

………………જન્મદીન આજે
૭-૦૩-૨૦૦૮……….આણંદ………….પ્રદીપ બ્રહ્મભટ્ટ

મહાશીવરાત્રીનો આનંદ માણ્યો ગઇકાલે
……………ને આજે જન્મદીન દક્ષાનો ઉજવીયે પ્રેમે
માર્ચ માસની તારીખ સાતમીને ૧૯૬૩માં
……………જન્મ ધર્યો પાળજમાંને નામદક્ષાગયુમળી
………………………….એવી દક્ષાના જન્મદીને સૌ હરખાય.

માતાકમળાબાને પિતા નરશીહભાઇની દીકરી
……………ને હર્ષદભાઇની નાની ને રાજુની મોટીબેન
સંસ્કાર સ્નેહને પ્રેમભક્તિ એ જીવન વણેલુ લાગે
……………ભણતરની સીડી પકડીને પછી કેડી જીવનની
………………………….એવી રમાની લાડલી દક્ષા મલકાય.

અતુલકુમારની સંગી બની સંસારની સીડી પકડી
……………ભવોભવની ઓળખાણ જાણે આજીવનને જકડી
સવિતાબાનો સ્નેહ ને બાપુજીનો પ્રેમ વહુ પર વરસે
………….પાળજ છોડી આણંદ આવતાઆનંદ જીવને મળતો
………………………………આજે સાળી દક્ષા હરખે છે હરખાય.

સૃષ્ટિના નિયમને સમજી પ્રેમભાવથી રહેતા
……………બંસરી લાડલી મોટી ને પ્રીયા દીકરી નાની
કિશન કિશન કરતાં મુખ પર આનંદ આનંદ દીસે
…………..રમા આવી આણંદને સાથે પ્રદીપકુમાર મલકાય
……………………………એવો આનંદ જોઇ જલાબાપા હરખાય.

રમા દક્ષાનો પ્રે અનેરો જાણે એક માબાપની દીકરી
………….આવ્યા આણંદ જાણે જન્મદિન ઉજવવા તેનો
સુખશાન્તિથી ભરેલુ પવિત્રજીવન આયુષ્ય લાંબુ પામે
………….સૌ સંબંધી સગ વ્હાલાનો પ્રેમ મળે જીવનમાં
………………………પ્રાર્થના ખોડીયારમાને સૌમળીને કરીયે.
+++++++++++++++++++++++++++++++++++
અ.સૌ.દક્ષાના જન્મદીનને અમારી હાજરીમાં ઉજવી અમે આનંદ મેળવ્યો તેની યાદ
રુપે આ કાવ્ય અમાર તરફથી સપ્રેમ અર્પણ.
……………….પ્રદિપ,રમા તરફથી જય જલારામ સહિત હેપ્પી બર્થડે.
———————————————————-