March 13th 2008

હરહર ભોલે મહાદેવ

om-anand.jpg

………………………….હરહર ભોલે મહાદેવ
તાઃ૬/૩/૨૦૦૮……………….મહાશીવરાત્રી…………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગુરુવાર……………………………………………………………..આણંદ

અગણિત નામ ને અગણિત કામ,અગણિત કૃપા છેજગમાં અપરંપાર
હરહર ભોલે હરહર મહાદેવ, હરહર ત્રિશુલધારી તારાનામો છે અપાર
…………………………………..………..……..તારી અગણિત લીલાનો નહીં પાર
કોઇ કહે ચંન્દ્રમુલેશ્વર મહાદેવ, તો કોઇ કહે ઑમકારેશ્વર મહાદેવ
તો કોઇ કહે અમરેશ્વર મહાદેવ, ને કોઇ કહે છે રામેશ્વર મહાદેવ
………………………………………………..……….જગ કહે હરહર ભોલે મહાદેવ
કોઇ કામનાથ મહાદેવ કહે તો કોઇ પુંજે છે બિલેશ્વર મહાદેવ
જાગનાથ મહાદેવ કહો કે ભાવનાથ મહાદેવ છે મારા ભોલેનાથ મહાદેવ
……………………………………………………….બોલો હરહર ભોલેનાથ મહાદેવ
બદ્રીનાથ મહાદેવ પુંજાય ,ને પુંજાય સમર્થેશ્વર મહાદેવ
સોમેશ્વર મહાદેવ કહો કે કાબ્રેશ્વર મહાદેવ કે બોલો ધર્મેશ્વર મહાદેવ
………………………………………………..………બોલો કૈલાસપતિ ભોલેમહાદેવ
કહે કોઇ નાનાકુંભનાથ મહાદેવ,તો કોઇ પુંજે સિધ્ધેશ્વર મહાદેવ
કોઇ પુંજે લોટેશ્વર મહાદેવ તો કોઇ નીલકંઠ મહાદેવ બોલો હરહર મહાદેવ
…………………………………………………….બોલો શ્રી હરહર ભોલેનાથ મહાદેવ
નાગેશ્વર મહાદેવ ની સેવા, ને કોઇ પુંજે પારતેશ્વર મહાદેવ
નાગનાથ મહાદેવ પુંજાય ને કોઇ વૈજનાથ મહાદેવ તો કોઇ ધુરમેશ્વર મહાદેવ
…………………………………………..……….જગત પુંજે છે પાર્વતીપતિ મહાદેવ
કેદારનાથ મહાદેવની માયા, તો કોઇ કહે સોમનાથ મહાદેવ
મહાકાળેશ્વર મહાદેવ છે પુંજાય,તો કોઇ પુંજે વાળીનાથ મહાદેવ છે દીનદયાળા
…………………………………….…ઓ સૃષ્ટીતણા કરતાર તારો અગણિત છે ઉપકાર.

**********************************************************
મહાશીવરાત્રીના પવિત્ર દિવસે મારા પિતા પુજ્ય ભોલે શંકર ભગવાનને આણંદના
શ્રી ઑમકારેશ્વર મહાદેવમાં મારી મુલાકાતની યાદ રુપે માતા પાર્વતીની સેવામાં
મંદીરના પુજારીશ્રીને યાદ રુપે અમારા આત્માના કલ્યાણ અર્થે અર્પણ.
પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા પરિવાર તરફથી સપ્રેમ.