August 31st 2020

ભોલેભંડારી

.                   ભોલેભંડારી  

તાઃ૩૧/૮/૨૦૨૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પાવનકૃપા મળે ભોલેનાથની ભક્તોને,જ્યાં શ્રધ્ધાભાવથી પુંજનઅર્ચન થાય
મળેલ માનવદેહને પાવનરાહ મળે,જે મળેલ જન્મને સાર્થક પણ કરી જાય
.....એવા વ્હાલા પ્રેમાળ શંકર ભગવાન છે ભારતમાં,જે ભોલેભંડારી પણ કહેવાય.
પવિત્રગંગાને વહેવડાવી અવનીપર,જે મળેલ દેહને સ્પર્શે સુખ આપી જાય
અજબ પવિત્ર શક્તિશાળી સંસાર છે,માતાપાર્વતીની પાવનરાહે ઓળખાય
વ્હાલા સંતાન શ્રી ગણેશજી છે,જે સિધ્ધીવિનાયક સંગે વિધ્નહર્તા કહેવાય
માનવ જીવનમાં તેમનો પ્રેમ મળે,જ્યાં શ્રધ્ધાભાવથી શ્રી ગણેશાય કહેવાય
.....એવા વ્હાલા પ્રેમાળ શંકર ભગવાન છે ભારતમાં,જે ભોલેભંડારી પણ કહેવાય.
શીવલીગ પર પ્રભાતે દુધઅર્ચના થાય,ત્યાં ઑમ નમઃથી સ્મરણ પણ કરાય
મળેલ માનવદેહને તો સંબંધછે થયેલ કર્મનો,જે દેહમળતા અવનીએ દેખાય
અજબ શક્તિશાળી દેહ પરમાત્માએ લીધો,જે ભક્તોથી  ભોલેનાથ કહેવાય
આંગળી ચીંધે એ માનવદેહને,જ્યાં શ્રધ્ધાભાવથી શંકરભગવાનને વંદન થાય
.....એવા વ્હાલા પ્રેમાળ શંકર ભગવાન છે ભારતમાં,જે ભોલેભંડારી પણ કહેવાય
***************************************************************
August 30th 2020

મહાવીર હનુમાન

++મહાબલી બજરંગબલીજીએ પોતે લખ્યું છે આ રાશિનું નસીબ, ભૂલથી પણ ના લેતા પંગો | vanchvajevu++
.           .મહાવીર હનુમાન             

તાઃ૩૦/૮/૨૦૨૦                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રધ્ધાભાવથી ભક્તિકરતા જીવનમાં,એ મહાશક્તિશાળી થઈજાય
પાવનરાહે જીવન જીવવા અવનીપર,પિતા પવનદેવની કૃપા થાય
.....એવા વ્હાલા લાડલા દીકરા,માતા અંજનીના પુત્ર મહાવીર હનુમાન.
સંતાનને આશિર્વાદ મળે માબાપના,જે પવિત્રશક્તિ પામી જાય
અજબ શક્તિશાળી એ હતા,જે પવિત્ર દેહને સાથ આપી જાય
હનુમાજીના નામને પાવન કરે,જ્યાં શ્રી રામસીતાની સેવા થાય
લક્ષ્મણના દેહને જાગૃતકરવા,શક્તિથી મહાનપર્વતને લાવી જાય 
.....એવા વ્હાલા લાડલા દીકરા,માતા અંજનીના પુત્ર મહાવીર હનુમાન.
પરમશક્તિની કેડીમળી વ્હાલા હનુમાનને,જ્યાં માતાનીકૃપાથાય
ભક્તિના સાગરને વહેડાવતા રહ્યા,જયાં શ્રી રામને લંકા લવાય
સીતાજીને પતિ શ્રીરામથી જ,રાજા રાવણથી દુર ભગાડી જવાય
મહાવીર હનુમાનજી રામને મદદ કરતા,લંકાનુ એ દહન કરીજાય
.....એવા વ્હાલા લાડલા દીકરા,માતા અંજનીના પુત્ર મહાવીર હનુમાન.
========================================================

 

August 30th 2020

વ્હાલા સાંઇબાબા

***શિરડીવાળાં શ્રી સાંઈબાબા***
.           .વ્હાલા સાંઇબાબા  

તાઃ૩૦/૮/૨૦૨૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળ્યો પવિત્રપ્રેમ પ્રદીપને બાબાનો,સંસારમાં સુખશાંંતિ મળી જાય
પાવનરાહની આંગળી ચીંધી આવીને,જે અજબકૃપા તેમની કહેવાય
.....એવા અમારા વ્હાલા સાંઇબાબાને,આંગણે જોતા શ્રધ્ધાથી વંદન કરાય.
નિર્મળજીવનની રાહ મળશે જીવનમાં,જ્યાં વ્હાલા સાંઇની કૃપા થઈ
પ્રેમઆપ્યો અમને કુટુંબમાં વ્હાલથી,જેનો અનુભવ અમને થઈ જાય
શાંંતિનોસંગાથ મળ્યો બાબાનીકૃપાએ,જે અનેકરીતે અમને મળીજાય
પુજ્ય સાંઇબાબાનો અત્યંત વ્હાલપ્રદીપને,કુળને પાવન એ કરી જાય
.....એવા અમારા વ્હાલા સાંઇબાબાને,આંગણે જોતા શ્રધ્ધાથી વંદન કરાય.
ભજનભક્તિનો સંગાથ મળ્યો જીવનમાં,જે પાવનરાહે જ પ્રેરણા થાય 
શ્રધ્ધાભાવથી પુંજન કરતા ઘરમાં,વ્હાલા બાબાનો પ્રેમ પણ મેળવાય
આંગળી ચીંધે પાવનરાહની અમને,જે પવિત્રપ્રેમ મળતા અમને દેખાય
પવિત્રગંગા વહેવડાવી જીવનમાં,જે અંતે જીવને મુક્તિમાર્ગ આપી જાય 
.....એવા અમારા વ્હાલા સાંઇબાબાને,આંગણે જોતા શ્રધ્ધાથી વંદન કરાય.
***********************************************************
August 29th 2020

બજરંગબલીજી

દરેક પ્રકારની મુશ્કેલીઓને દૂર કરવા માટે કરો બજરંગબલી ના આ વિશેષ મંત્રનો જાપ - Gujjumoj | DailyHunt

.                .બજરંગબલીજી     

તાઃ૨૯/૮/૨૦૨૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ   

બજરંગબલી બળવાન જગતમાં,શ્રી રામના પરમભક્ત પણ કહેવાય
ભક્તિસાગરમાં જીવન જીવતા,સીતાજીને લંકામાં શોધી બચાવીજાય
......એવા વ્હાલા ભગવાન શ્રીરામના,લંકામાં રાજા રાવણનુ દહન કરી જાય.
માતા અંજનીના એ પવિત્ર સંતાન,અને પિતાજી પવનકુમાર કહેવાય
અજબ શક્તિ હતી તેમના હાથમાં,જે પર્વતને ઉચકીનેજ લાવી જાય
શ્રી રામના ભાઈ લક્ષ્મણને,મેલીશક્તિથી બચાવવા ઉડીને આવીજાય
પવિત્ર ઉપાય લઈને આવ્યા,જે સ્નેહાળ શ્રી રામનો કૃપા પામી જાય
......એવા વ્હાલા ભગવાન શ્રીરામના,લંકામાં રાજા રાવણનુ દહન કરી જાય.
શ્રધ્ધાભાવથી પાવનરાહ પકડી ચાલતા,સીતાજીને લંકામાં શોધી જાય
શ્રીરામ અને લક્ષ્મણને સાથ આપતા,ઉંચકીને તેમને લંકામાંલાવી જાય
રાજા રાવણની કુબુધ્ધીના સાથથી,અંતે લંકામાંજ રાવણનુ મૃત્યુ થાય
હનુમાનજીની અજબશક્તિના સંગાથથી,ભગવાન રામનીકૃપા મળીજાય
......એવા વ્હાલા ભગવાન શ્રીરામના,લંકામાં રાજા રાવણનુ દહન કરી જાય.
=============================================================

 

August 28th 2020

સુર્યનારાયણ

     જય સુર્યનારાયણ Videos premila parmar - ShareChat - ભારતનું પોતાનું ભારતીય સોશ્યલ નેટવર્ક
.              .સુર્યનારાયણ   
 
તાઃ૨૮/૮/૨૦૨૦                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

દરરોજ સુર્યદેવના ઉદાય અસ્તથી,દુનીયાને સવારસાંજ મળી જાય
પવિત્રપાવનકૃપા જગતપર સુર્યદેવની,જે દેહને જીંદગી આપી જાય
....અવનીપરના આગમન વિદાયથી,મળેલદેહના જીવોને સુખશાંંતિ મળી જાય.
ભક્તિમાર્ગની પવિત્ર રાહે જીવતા,સવારમાં સુર્યદેવને અર્ચના થાય
સુર્યદેવના દર્શન કરી આંગણે,ઓમ હ્રીં સુર્યાય નમઃ મંત્ર બોલાય
પાવનરાહે જીવવાની રાહમળે જીવને,જે પરમાત્માની કૃપા કહેવાય
માનવદેહની માનવતા પ્રસરે જીવનમાં,કરેલ અર્ચનાએ જ મેળવાય
....અવનીપરના આગમન વિદાયથી,મળેલદેહના જીવોને સુખશાંંતિ મળી જાય.
મારૂતારૂ ના સ્પર્શે દેહને જીવનમાં,એ પાવનકૃપા સુર્યદેવની થાય
સત્કર્મનો સંગાથ મળે દેહને,જે જીવનમાં માનવતા મહેંકાવી જાય
જન્મમરણનો સંગાથ છે જીવને,એ થયેલ કર્મના સંબંધે પ્રેરી જાય
સવારસાંજનો સંબંધ છે સુર્યદેવને,જે અબજો વર્ષોથી પ્રસરી જાય
....અવનીપરના આગમન વિદાયથી,મળેલદેહના જીવોને સુખશાંંતિ મળી જાય.
===========================================================

	
August 27th 2020

સંત જલાસાંઈ

           
.               .સંત જલાસાંઈ             

તાઃ૨૭/૮/૨૦૨૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રસંતોનો સહવાસ મળે જીવને,જ્યાં શ્રધ્ધાભાવથી પુંજન કરાય
મળેલદેહને પાવનકર્મની રાહ મળે,જયાં સંત જલાસાંઈને વંદન થાય
.....જગતમાં પવિત્રદેહ લીધો વિરપુરમાં,ને પવિત્રદેહ શેરડીમાં પણ લેવાય.
ગુજરાતની પવિત્ર ધરતી છે,જ્યા પવિત્રભાવે પાવનદેહથી જન્મી જાય
વિરપુર ગામના ઠક્કર પરિવારમાં,પરમકૃપાએ જલારામથી ઓળખાય
રાજબાઈ માતાના એજ દીકરા હતા,અને પિતા પ્રધાનઠક્કર કહેવાય 
માનવજીવનની મહેંકપ્રસરે જીવનમાં,જ્યાં અન્નદાન જીવોને પ્રેમે દેવાય
.....જગતમાં પવિત્રદેહ લીધો વિરપુરમાં,ને પવિત્રદેહ શેરડીમાં પણ લેવાય.
મળેલ માનવદેહને ના સંબંધ કોઇનો,જે સંસારમાં પ્રેરણા આપિ જાય
પવિત્રભુમી શેરડીની ભારતમાં,જ્યાં પાવનરાહે સાંઇબાબા આવી જાય
જીવને મળેલદેહને સંબંધમાનવતાનો,જે શ્રધ્ધાસબુરીથી જીવને પ્રેરીજાય
સંત સાંઈબાબાની પ્રેરણામળે,ના હિંદુમુસ્લીમની ખોટી ઓળખાણથાય
.....જગતમાં પવિત્રદેહ લીધો વિરપુરમાં,ને પવિત્રદેહ શેરડીમાં પણ લેવાય.
==========================================================
August 26th 2020

રાધાષ્ટમી

    
.                 .રાધાષ્ટમી   

તાઃ૨૬/૮/૨૦૨૦   (ભાદરવાસુદ આઠમ)    પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રભુમી ભારત છે જગતમાં,જે ગુજરાતીઓની કલમથી ચીંધાય
પાવનરાહથી જીવન જીવતા,સમયસંગે પ્રસંગોથી એ સમજાઈ જાય
.....આવ્યો પવિત્ર જન્મદિવસ રાધાનો,જે ભગવાન શ્રીકૃષ્ણને ખુશ કરી જાય.
સૌથી વ્હાલા શ્રી કૃષ્ણછે ભારતમાં,જેમને દ્વારકામાંય પ્રેમ મળી જાય
ગોવાળીયાની ઓળખાણ જગતમાં,અનેક ગોપીઓનો સંગાથ મેળવાય
રાધીકાનો નીખાલસ પ્રેમ મળે શ્રીકૃષ્ણને,જે અનેકના પાવનપ્રેમે દેખાય 
સહેલીયોને ચીંધેએ આંગળી મથુરામાં,જેથી તેમનો જન્મદીવસ ઉજવાય
.....આવ્યો પવિત્ર જન્મદિવસ રાધાનો,જે ભગવાન શ્રીકૃષ્ણને ખુશ કરી જાય.
આગમન વિદાયનો સંબંધ છે જીવને,જે જન્મમરણના સંબંધથી દેખાય
પરમાત્માની પાવનકૃપાથી દેહ મળ્યો,એ ભગવાન શ્રીકૃષ્ણથી ઓળખાય
સંગ મળ્યો ભગવાનનો રાધીકાજીને,જે ગોકુળમાં દાંડીયારાસ રમાડી જાય
પવિત્રદેહ મળ્યો ભાદરવા સુદ આઠમે,જે પવિત્ર રાધાષ્ટમીથીજ ઉજવાય 
.....આવ્યો પવિત્ર જન્મદિવસ રાધાનો,જે ભગવાન શ્રીકૃષ્ણને ખુશ કરી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++


 

August 24th 2020

શુભેચ્છા જન્મદીવસની

   @@@@@@@પ્રદીપકુમારની કલમે… » કૌટુંમ્બિક કાવ્ય@@@@@@@@
.              .શુભેચ્છા જન્મદીવસની   

તાઃ૨૫/૮/૨૦૨૦  (જન્મતારીખઃ૨૫/૮/૧૯૮૫)  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા સંત જલાસાંઈની મેળવી,પાવનરાહે જીવનમાં સત્કર્મ કરી જાય
મળ્યો પ્રેમ પપ્પા મમ્મીનોજ રવિને,જે ઉજવળકર્મે જન્મદીવસ માણી જાય
......એવા વ્હાલા દીકરા રવિનો જન્મ દીવસ,આજે પ્રેમથી હ્યુસ્ટનમાં ઉજવાય.
સત્કર્મનો સંગાથ મળ્યો જીવનમાં,જ્યાં તનમનથી સમયસંગેએ ચાલી જાય
ભણતર એજ જીવનનુ ચણતર બન્યુ,જે મળેલ લાયકાતે જીવનમાં દેખાય
પાવનકૃપાએ સન્માન મળે રવિને,એજ વડીલોના આશિર્વાદ પણ કહેવાય
સમયસંગે શ્રધ્ધાએ જીવનમાં ચાલતા,બેન દીપલનો સ્નેહાળપ્રેમ મળી જાય 
......એવા વ્હાલા દીકરા રવિનો જન્મ દીવસ,આજે પ્રેમથી હ્યુસ્ટનમાં ઉજવાય.
આવતીકાલ એરાહ પરમાત્માની,સમયે ચી.હિમા જીવનસંગીની મળી જાય
પાવનપ્રેમના સંગે જીવતા પ્રભુકૃપાએ,વ્હાલા વીર,વેદ સંતાનથી આવીજાય
પવિત્રજીવની ઓળખાણ થાય માબાપને,જે દીકરાના પાવનકર્મથી સમજાય
વ્હાલા અમારાલાડલા દીકરાના જન્મદીવસે,અંતરથી અમારીશુભેચ્છા અપાય
 ......એવા વ્હાલા દીકરા રવિનો જન્મ દીવસ,આજે પ્રેમથી હ્યુસ્ટનમાં ઉજવાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
      આજે અમારા વ્હાલા દીકરા રવિના જન્મદીવસ નિમિત્તે અમારા તરફથી ખુબજ
પ્રેમથી આશિર્વાદ સહિત જયજલારામ જય સાંઇબાબાની કૃપાથી ચીં હિમા,વીર,વેદના
જીવનમાં ખુબજ શાંંતિ અને સફળતા મળે અને બેન દીપલ સંગે નિશીતકુમારનો પ્રેમ
પણ મળી જાય તેવી પ્રાર્થના.
લી.પ્રદીપ,રમાના પ્રેમ સહિત દીકરા રવિને આશિર્વાદ અને જય જલાસાંઇ.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 


August 22nd 2020

જય શ્રી રામ

ભગવાન શ્રી રામનો જન્મ ક્યારે થયો હતો ...

.                           .  શ્રી જય રામ

તાઃ૨૨/૮/૨૦૨૦                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રધર્મની પાવનરાહે ચાલતા,રાજા દશરથના એ વ્હાલાસંતાન કહેવાય
અયોધ્યામાં જન્મ લીધો અવનીપર,સંસારમાં પવિત્રજીવનસંગે ચાલી જાય
.....એ પવિત્રદેહને જગતમાં શ્રીરામ નામ સંગે,વ્હાલા જય શ્રીસીતારામ પણ કહેવાય.
અવનીપરના દેહને શ્રી રામ સંગે,સંસારમાં લક્ષ્મણ,ભરત,શત્રુધ્ન મેળવાય
સમય સમઝીને ચાલતા પરમાત્મા,એ લીધેલદેહને ભગવાન શ્રીરામ કહેવાય
માનવદેહ મળતા જીવને કર્મના બંધન,સમયસંગે જીવનમાં એ સ્પર્શી જાય
રામ લક્ષ્મણના એ મળેલદેહને,કુટુંબમાં રાજા દશરથના એ સંતાન કહેવાય
.....એ પવિત્રદેહને જગતમાં શ્રીરામ નામ સંગે,વ્હાલા જય શ્રીસીતારામ પણ કહેવાય.
પત્ની સીતાબેનનો જીવ પણ પવિત્ર હતો,જે પતિસંગે જીવનસંગીની થાય
પતિસંગે રહી ચાલતા જીવનમાં,રાજારાવણથી એને રામથી ભગાડી જવાય
લંકામાં પકડીલાવતા સીતાજીને,પરમશક્તિશાળી હનુમાનથી તેમને શોધાય
સમયને પકડતા રાજા રાવણના અભિમાનને,હનુમાન લંકાનુ દહનકરી જાય
.....એ પવિત્રદેહને જગતમાં શ્રીરામ નામ સંગે,વ્હાલા જય શ્રીસીતારામ પણ કહેવાય.
==================================================================

 

August 22nd 2020

બજરંગબલી

        દરરોજ રાત્રે કરો શ્રી રામ ભગવાને ...
.              .બજરંગબલી   

તાઃ૨૨/૮/૨૦૨૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ    

બજરંગબલી બળવાન જગતમાં,રામના ભક્ત હનુમાનથીય ઓળખાય
પાવનકર્મના સંગની સાથે રહેતા,આકાશમાં ઉડી લંકામાં પહોંચી જાય
.....જગતપર માતા સીતાની શોધ કરી,શ્રીરામ,લક્ષ્મણ,ભારતનો પ્રેમ મેળવી જાય.
શનિદેવના પવિત્ર દીવસ શનીવારે,અંતરથી હનુમાનજીને વંદન કરાય
અજબ શક્તિશાળી હનુમાનનો જન્મ,માતા અંજલીબેનથીજ મેળવાય
પાવનજીવની રાહે જીવતા અંજનીબેનને,પવિત્ર પવનદેવનો પ્રેમ મળ્યો
માતાપિતાની પહેંચાન જગતપર,પવિત્રપ્રેમાળ ભક્તિનીરાહ આપી જાય
.....જગતપર માતા સીતાની શોધ કરી,શ્રીરામ,લક્ષ્મણ,ભારતનો પ્રેમ મેળવી જાય.
જયજયજય હનુમાન બોલતા,મેલી શક્તિને ગદા વાગતાજ નાશી જાય
પરમાત્મા શ્રી રામના એવ્હાલા ભક્ત બનતા,રાજા રાવણનુ દહન થાય
ભોલેનાથના ભક્ત શ્રીરાવણ દુષ્કર્મ કરી,પવિત્ર સીતાબેનને ઉઠાઇ જાય 
બજરંગબલી અજબશક્તિ કહેવાય,જે જગતમાં પવિત્રરાહભક્ત કહેવાય
.....જગતપર માતા સીતાની શોધ કરી,શ્રીરામ,લક્ષ્મણ,ભારતનો પ્રેમ મેળવી જાય.
===============================================================
Next Page »