August 5th 2020

જન્મદીન પવિત્ર

.               .જન્મદીન પવિત્ર     

તાઃ૨૬/૨/૨૦૨૦   (વેદનો જન્મદીવસ)   પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માનો પ્રેમ મળ્યો પરિવારને,જે પાવન સંતાનના જન્મથી દેખાય
રવિહીમાના પાવનકર્મથી અમારા કુળને,અવનીપર આગળ એ લઈજાય
......પવિત્રજીવને દેહ મળ્યો કુળમાં,એ વેદના નામથી ઓળખાણ આપી જાય.
પવિત્રજીવને દેહ મળ્યો અવનીપર,બ્રહ્મભટ્ટ કુળને એઆગળ લઈ જાય
કુદરતની પાવનકૃપા કુટુંબપર,જે મારાપુત્રરવિનો કુળદીપક વેદ કહેવાય
મળેલદેહને માબાપનો પ્રેમમળે,એજ સરળજીવનની રાહે દેહને લઈજાય
તનમનધનની કૃપા મળે કુળદેવીની,જે સમય સંગે મળેલ દેહને સમજાય 
......પવિત્રજીવને દેહ મળ્યો કુળમાં,એ વેદના નામથી ઓળખાણ આપી જાય.
વ્હાલ કરે મોટો ભાઈ વીર નાનાભાઈ વેદને,જે પાવનપ્રેમથી જ દેખાય
આંગળી પકડી પરમાત્માની કૃપાની,એ મળેલદેહને આનંદ આપી જાય
જન્મદીવસનો આનંદ મેળવવા દેહને,દાદાદાદી સંગે પપ્પામમ્મી હરખાય
જીવનમાં સંત જલાસાંઈની કૃપા મેળવાય,સંગે સુર્યદેવનો પ્રેમ મળી જાય 
......પવિત્રજીવને દેહ મળ્યો કુળમાં,એ વેદના નામથી ઓળખાણ આપી જાય.
=============================================================
     મારા પુત્ર ચી.રવિના બીજા પુત્રનો જન્મ તાઃ૨૬/૨/૨૦૧૬ના રોજ થયો.જે
જન્મદીવસની તારીખને યાદ કરી દાદાદાદીના આશિર્વાદ અને પ્રેમથી લખેલ કાવ્ય
સપ્રેમ અર્પણ.
    લી.પ્ર્દીપ બ્રહ્મભટ્ટ
=============================================================