May 19th 2020

પવિત્રજ્યોત

.             .પવિત્રજ્યોત           

તાઃ૧૯/૫/૨૦૨૦                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપા પરમાત્માની અવનીપર,અનેક દેહના આવનજાવનથી દેખાય
સતયુગકળીયુગએ અજબલીલા કહેવાય,સમયસંગે ચાલતા એ સમજાય
......એજ પવિત્રરાહ દેહને મળતી જારાહય,જે દેહને કર્મનીકેડી એ દોરી જાય.
કર્મનો સંબંધ જીવને મળેલદેહને સ્પર્શે,જે યુગના સબંધથી ચલાઈ જાય
પવિત્રભુમી ભારત છે અવનીપર,જ્યાં પરમાત્મા અનેકદેહથી પ્રેરી જાય
કુટુંબનો સંબંધ છે મળેલદેહને,એ પુર્વ જન્મના દેહથીજ સમજાઈ જાય
સત્કર્મની રાહ મળે દેહને જીવનમાં,જે નિર્મળ ભક્તિ માર્ગથી મેળવાય
......એજ પવિત્રરાહ દેહને મળતી જાય,જે દેહને કર્મનીકેડી એ દોરી જાય.
પાવનરાહની આંગળી ચીંધવા જીવને.પવિત્રરાહ અનેકદેહ લઈ દઈ જાય
પવિત્ર દેવદેવીઓ એ પરમાત્માના દેહ,જે જીવનમાં પાવનરાહે દોરી જાય
કળીયુગમાં જલારામનુ આગમનથયુ,જે નિરાધારદેહને ભોજન અપાવીજાય
સંત સાંઇબાબા પરમાત્માનો દેહ,જે મળેલદેહને માનવતા સ્પર્શાવી જાય 
......એજ પવિત્રરાહ દેહને મળતી જાય,જે દેહને કર્મનીકેડી એ દોરી જાય.
-----------------------------------------------------------,
May 15th 2020

કાતર કળીયુગની

.           .કાતર કળીયુગની  

તાઃ૧૫/૫/૨૦૨૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કળીયુગની કાતર છે અવનીપર,સમયસંગે મળેલ દેહને એ સમજાય
કુદરતની આ લીલા જગતને,અનેક કર્મોથી થયેલકર્મથીજ એ દેખાય 
.....જન્મ મળેલદેહને સત્કર્મ સંગે કુકર્મથી જીવનમાં સુખદુઃખ આપી જાય.
અનેકદેહનો સંબંધજીવને,અવનીપર પ્રાણી,પશુ,માનવીથી ઓળખાય
પરમાત્મની પાવનકૃપા પામવાદેહથી,સત્કર્મસંગે પરમાત્માની પુંજાથાય
સમય નાપકડાય જગતપર,સતયુગમાં કૃપામળે મળેલદેહને અનુભવાય
કળીયુગની કાતર કોરોના વાયરસથી,કરોડો દેહનેઆડાસરે મારી જાય
....આજ છે કળીયુગની ઝાપટ,જે શ્વાસ સંગે મોંને કાપડથી ઢંકાવી જાય.
જીવને સંબંધ છે અનેક કર્મનો,જે માનવદેહને જગતપર કર્મથી દેખાય
માબાપનો પ્રેમ જીવને સંતાન થતા,કૌટુંબીક સંબંધ દેહને આપી જાય
મળેલદેહને ઉંમરનો સંબંધ સ્પર્શે,પણ સમયસંગે શ્રધ્ધાએ ભક્તી કરાય
જીવનો સંબંધછુટે સતયુગ કળીયુગનો,જે દેહને મુક્તિમાર્ગ આપી જાય
....આજ છે કળીયુગની ઝાપટ,જે શ્વાસ સંગે મોંને કાપડથી ઢાંકાવી જાય.
==========================================================
May 1st 2020

શાન દુનીયાની

   232 ) ગુજરાતના ૫૩મા જન્મ દિવસે અભિનંદન ...            .શાન દુનીયાની          
    
 તાઃ૧/૫/૨૦૨૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપા પરમાત્માની અવનીપર,જીવને દેહ મળતાજ સમજાય
માનવદેહ એજ કર્મનો પવિત્ર સંબંધ,ભારતમાં દેહ આપી જાય
......પવિત્રભુમી ભારત છે દુનીયામાં,જ્યાં પરમાત્મા દેહ લઈ જાય.
પવિત્રકર્મની કેડી મળે દેહને,જે અજબશક્તિનીરાહ આપી જાય
ભારતદેશ એ શાન છે ગુજરાતીઓની,એપવિત્ર સત્કર્મથી દેખાય
ગુજરાતના રાજ્યની પહેચાન થઇ,મે માસથી સ્થાપના થઈ જાય
દુનીયામાં પ્રસરેલા ગુજરાતીઓજ,સાચી રાહે આંગળી ચીંધી જાય
......પવિત્રભુમી ભારત છે દુનીયામાં,જ્યાં પરમાત્મા દેહ લઈ જાય.
ગુજરાતીજ શાનછે અમેરીકાની,જે સુર્યચંદ્રની ઓળખ આપી જાય 
પાવનજીવનની રાહ મળે ભક્તિધર્મથી,પ્રેરણાએ મંદીર મળી જાય
કર્મધર્મની પાવનરાહમળે દુનીયામાં,જે ગુજરાતીઓની શાનકહેવાય
દીવસની દુનીયામાં ઓળખાણ,જે ગુજરાતનો સ્થાપનાદીન કહેવાય
......પવિત્રભુમી ભારત છે દુનીયામાં,જ્યાં પરમાત્મા દેહ લઈ જાય.
======================================================
     જગતમાં પવિત્રભુમી ભારત કહેવાય જેની ઓળખાણ દુનીયાને થાય.
જીવને મળેલ દેહને સત્કર્મનીરાહ ગુજરાતીઓજ આપે જે શાન આપી જાય.
પહેલી મે એ ભારતમાં ગુજરાતનો સ્થાપના દીવસ જગતમાંય ઓળખાય.
એ નીમિત્તે આ કાવ્ય જગતના ગુજરાતીઓને શાન સ્વરૂપે વંચાવાય.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટના જય ગુજરાત.            તાઃ ૧/૫/૨૦૨૦       
=======================================================