July 31st 2020

પરમશક્તિ

.      . પરમશક્તિ  

તાઃ૩૧/૭/૨૦૨૦        પ્રદીપ બ્રહ્મભટ્ટ   

કર્મનો સંબંધ અવનીપર જીવને,મળેલદેહને સમય સમયે સમજાય
કુદરતની આ પાવનરાહ જગતપર,માનવીને પવિત્રરાહ આપીજાય
.....મળતી માનવતા દેહને પરમકૃપાએ,જે સત્કર્મની પાવનરાહ આપી જાય.
ભક્તિરાહને સમજીને ચાલતા જીવનમાં,પરમાત્માનીજ પુંજા કરાય
મનથી કરેલમાળા સવારસાંજ,જ્યાં સુર્યદેવનુ આગમન ઓળખાય 
પરમ શક્તિશાળી એજ દેવ છે,જે જગતપર ઉદયઅસ્તથી દેખાય
નમન કરીને વંદન કરતા ઓમ હ્રી સુર્યાય નમઃથી અર્ચના કરાય
.....મળતી માનવતા દેહને પરમકૃપાએ,જે સત્કર્મની પાવનરાહ આપી જાય.
અનેક પવિત્ર જીવોને દેહ મળ્યો છે,ભારતદેશમાં જે કૃપા કહેવાય
પરમાત્માના એસ્વરૂપો છે અવનીપર,જે નિમીત્તે મંદીરો બનાવાય 
શ્રધ્ધા ભાવર્થી જીવન જીવતા,મળેલદેહ પર પરમાત્માની કૃપાથાય
ના માગણી રહે કે ના મોહમાયા અડે,જે પવિત્રકર્મ કરાવી જાય
.....મળતી માનવતા દેહને પરમકૃપાએ,જે સત્કર્મની પાવનરાહ આપી જાય.
==========================================================

	
July 24th 2020

જન્મ દીવસ

.       .જન્મદીવસ 

તાઃ૨૪/૭/૨૦૨૦  (જુલાઈ ૨૪)  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પાવનકર્મની રાહ પકડીને ચાલતા,અતુલકુમારનો જન્મ દીવસ ઉજવાય
માતાપિતાનો જીવનમાં પ્રેમ મળ્યો,જે પવિત્રકર્મનો સંગાથ આપી જાય
.....એજ જીવનમાં સુખશાંંતિનો સાથ આપી જાય,નાકોઈ આફત અડતી જાય.
જીવનસંગીની બની પ્રેમાળ દક્ષા,પાળજથી માબાપનીએ કૃપા થઈ ગઈ
સરળજીવનની રાહે જીવતા,સંસ્કાર સાચવીચાલતા પાવનરાહ મળી જાય
કુળને પવિત્ર રાહે લઈ જવા,પરમાત્માકૃપાએ કિશનને સંતાન કરી જાય
પવિત્રપ્રેમના સંગાથે જીવતા,કુટુંબમાં બંસરી,પ્રિયા દીકરીઓ જન્મીજાય
.....એજ જીવનમાં સુખશાંંતિનો સાથ આપી જાય,નાકોઇ આફત અડતી જાય.
સત્કર્મનો સંગાથ મળ્યો આશીર્વાદથી,જે અનેકરાહે સફળતાજ આપી જાય
ના મોહમાયાનો સાથ રહે,કે નાકોઇજ અપેક્ષા પણ જીવનમાં કદી રખાય
મળેલ માનવ જન્મને સફળ કર્યો,જ્યાં સતકર્મની રાહને જીવનમાં પકડાય
સંત જલારામને પ્રાર્થનાકરે પ્રદીપરમા,અતુલકુમારને દુર્ઘાયુ જીવન મળીજાય 
.....એજ જીવનમાં સુખશાંંતિનો સાથ આપી જાય,નાકોઇ આફત અડતી જાય.
=============================================================
  અમારા પવિત્ર સંબંધી શ્રી અતુલકુમારનો આજે જન્મદીવસ છે તે નીમિત્તે
પુજ્ય જલારામબાપાને પ્રાર્થના કરી પરમાત્મા તેમને તનમનધનથી શાંંતિ આપી
દીર્ઘાયુ જીવન આપે તે અમારી વંદન સહિત વિનંતી.
 લી.પ્રદીપ,રમા બ્રહ્મભટ્ટ સહિત પરિવારના જય જલારામ
============================================================= 

July 23rd 2020

સમયનીસમજણ

.       સમયની સમજણ   

તાઃ ૨૩/૭/૨૦૨૦         પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતપર સમય ના પકડાય કોઇથી,કે ના કોઇથી સમયથી છટકાય
એજ લીલા પરમાત્માની ધરતીએ,જે માનવદેહથી દર્શન આપી જાય
.....કળીયુગની આ અદભુતલીલા અવનીપર,વાયરસથી ના દુર રહેવાય.
મળેલદેહને સંબંધકર્મનો જે દેહથી દેખાય,જે જન્મમરણથી સહેવાય
દેખાવની દુનીયામાં ચાલતોમાનવી,આફત મળતા તકલીફમાં ફસાય
કર્મનો સંબંધ જીવને મળેલ દેહથી,જે જીવનમાં સમયસંગે ચાલીજાય
માનવદેહએ દેહને સમજણ આપીજાય,ના પશુ,પક્ષીદેહથી સમજાય
.....કળીયુગની આ અદભુતલીલા અવનીપર,વાયરસથી ના દુર રહેવાય.
દેહ મળેલ જીવને અવનીપર,પ્રભુકૃપાની નાકોઇ જ અપેક્ષા રખાય
સમયને સમજી ચાલતો માનવી,ભુતકાળને નાકદીય પકડી જીવાય
આજ અને આવતીકાલને સમજતા,પરમાત્માની પાવનકૃપાજ થાય
જન્મમરણનો સંબંધ એકર્મનીકેડી,સમય પારખતા બંધનથી છુટાય
.....કળીયુગની આ અદભુતલીલા અવનીપર,વાયરસથી ના દુર રહેવાય.
--------------------------------------------------------

	
July 21st 2020

પવિત્ર રાહ

             
           પવિત્ર રાહ  
તાઃ૨૨/૭/૨૦૨૦   (જન્મદીવસને વંદન)  પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના જગતમાં કોઇથી ઉંમરને પકડાય,કે ના કોઇથીય તેનાથી છટકાય
સાહિત્ય સરીતાને ગંગા નદીની રાહે ચલાવવા પાવનકર્મ પકડીને જાય
......એવા અમારા વ્હાલા શૈલાબેનને,જન્મદીવસે પ્રેમથી હેપ્પીબર્થડે કહેવાય.
પરમકૃપા અમારા બેનપર,જે હ્યુસ્ટનના કલમપ્રેમીઓને પ્રેરણા આપીજાય
મા સરસ્વતીની કૃપા લઈને આવ્યા,રાહદેવા સરીતાના પ્રમુખ થઈજાય 
પાવનરાહે આંગળી ચીંધતા અમારા બેનનો,આજે જન્મદીવસ ઉજવાય
જીવનસંગીની એ બન્યા શ્રી પ્રશાંંતભાઈના,કલમપ્રેમીઓને આનંદ થાય
......એવા અમારા વ્હાલા શૈલાબેનને,જન્મદીવસે પ્રેમથી હેપ્પીબર્થડે કહેવાય.
મળેલદેહને સદમાર્ગે દોરી ચાલતા,જીવનમાં અનેકરાહે સન્માન મળીજાય
ઉજવળ જીવનનીરાહ મળેલ દેહને,કલમની પકડેલ રાહથી સૌને દેખાય
અનંતપ્રેમ મળ્યો માતાનો પ્રદીપને,જે શૈલાબેનને કલમથી અપાઈ જાય
જન્મદીવસને વંદનકરતા મળેલદેહના,જીવને પરમાત્માની કૃપા મળીજાય
......એવા અમારા વ્હાલા શૈલાબેનને,જન્મદીવસે પ્રેમથી હેપ્પીબર્થડે કહેવાય.
================================================================
   અમારા હ્યુસ્ટનના ગુજરાતી સાહિત્ય સરિતાના પ્રમુખ શ્રીમતી શૈલાબેન મુન્શાનો 
આજે તાઃ૨૨ના રોજ જન્મદીવસ છે તે નિમીત્તે માતા સરસ્વતીની કૃપાનો સાથ રહે અને
સાહિત્ય પ્રેમીઓને તેમનો પ્રેમ મળે તે પ્રાર્થના સહિત ગુ.સા.સરિતાના સભ્યો સહિત 
શ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટના હેપ્પી બર્થડે અને જય જલારામ.
July 16th 2020

સાંઈબાબા


.       .સાંઈબાબા 
 તાઃ૧૬/૭/૨૦૨૦        પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાવનપ્રેમની રાહ પકડીને,શેરડીમાં એ દેહ લઈને આવી જાય
પરમકૃપા શંકર ભગવાનની,ભારતમાં સાંઈબાબાથી ઓળખાય
.....ના માબાપની જરૂર પડી,કે ના કોઈ કુટુંબનો સંબંધ મળી જાય.
દેહમળ્યો શેરડીમાં સાંઈબાબાથી,ને દ્વારકામાઈનો પ્રેમમળીજાય
મળેલ માનવદેહને ઉજવળરાહે જીવવા,એ આંગળી ચીંધી જાય
ધર્મ કર્મની ના કોઈ અડતર અડે,જ્યાં બાબાનો પ્રેમ મેળવાય
શ્રધ્ધાભાવથી ભક્તિકરતા દેહને,અલ્લાઇશ્વરની ઓળખણ થાય
.....ના માબાપની જરૂર પડી,કે ના કોઈ કુટુંબનો સંબંધ મળી જાય.
અનેક કર્મનો સંબંધ છે માનવદેહને,જે દેહના વર્તનથી દેખાય
માબાપનોપ્રેમ એ જીવને સ્પર્શી જાય,જે મળેલ દેહને સમજાય
ના કર્મનો સંબંધ સાંઇબાબાને,કે ના કોઇ જ માગણી રખાય
આગમનવિદાયને પારખી ઓળખતા,પ્રભુનોપ્રેમ દેહથી મેળવાય
.....ના માબાપની જરૂર પડી,કે ના કોઈ કુટુંબનો સંબંધ મળી જાય.
=======================================================

	
July 4th 2020

જન્મદીવસની જ્યોત

.       જન્મદીવસની જ્યોત 

તાઃ૪/૭/૨૦૨૦ (જન્મદીવસ જુલાઈ ૩) પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવનસંગીની રમાનો જન્મદીવસ,સંતાનોની સંગે પ્રેમથી ઉજવાય
પવિત્રપ્રેમ જલાબાપાનો મળીગયો,જે રવિ,દીપલના વર્તને દેખાય
......હેપ્પી બર્થડેના ઉચ્ચારથી,જુલાઇ૩ના દીવસે કેક કાપી રમા ખુબ હરખાય.
મળેલ દેહને માબાપનો પવિત્રપ્રેમ મળ્યો,મારી પત્નીએ થઈ જાય
સમયની સંગે ચાલતી જીવનમાં,આજે સાંઇઠ વર્ષર્નીએ થઈ જાય
સંસ્કાર સાચવી જીવન જીવતા,ભારતથી અમેરીકા આવી જવાય
ભક્તિમાર્ગ પકડીને જીવતા,સંત જલસાંઇનો પ્રેમ પણ મળી જાય
......હેપ્પી બર્થડેના ઉચ્ચારથી,જુલાઇ૩ના દીવસે કેક કાપી રમા ખુબ હરખાય.
શ્રધ્ધાભાવથી ભણતરની કરતા,સંતાનને જીવનમાં રાહ મળી જાય
રવિ,હિમાના લાડલા દીકરા વીરવેદથી,કુળને એઆગળ લઈ જાય
દીપલ સંગે જમાઈ અમારા નીશીતકુમાર,પવિત્રજીવન જીવી જાય
પાવનરાહ સંગે જન્મદીવસની ઉજવણી કરી,સુખશાંંતિ મળતીજાય
......હેપ્પી બર્થડેના ઉચ્ચારથી,જુલાઇ૩ના દીવસે કેક કાપી રમા ખુબ હરખાય.
=============================================================
  મારી પત્ની રમાના જન્મદીવસની યાદ રૂપે આ કાવ્ય લખી સપ્રેમ મારા
તરફથી સંગે દીકરી દીપલ,દીકરા રવિ સંગે સપ્રેમ ભેટ.
લી.પ્રદીપ સંગે પરિવાર. હ્યુસ્ટન.