July 4th 2020
. જન્મદીવસની જ્યોત
તાઃ૪/૭/૨૦૨૦ (જન્મદીવસ જુલાઈ ૩) પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનસંગીની રમાનો જન્મદીવસ,સંતાનોની સંગે પ્રેમથી ઉજવાય
પવિત્રપ્રેમ જલાબાપાનો મળીગયો,જે રવિ,દીપલના વર્તને દેખાય
......હેપ્પી બર્થડેના ઉચ્ચારથી,જુલાઇ૩ના દીવસે કેક કાપી રમા ખુબ હરખાય.
મળેલ દેહને માબાપનો પવિત્રપ્રેમ મળ્યો,મારી પત્નીએ થઈ જાય
સમયની સંગે ચાલતી જીવનમાં,આજે સાંઇઠ વર્ષર્નીએ થઈ જાય
સંસ્કાર સાચવી જીવન જીવતા,ભારતથી અમેરીકા આવી જવાય
ભક્તિમાર્ગ પકડીને જીવતા,સંત જલસાંઇનો પ્રેમ પણ મળી જાય
......હેપ્પી બર્થડેના ઉચ્ચારથી,જુલાઇ૩ના દીવસે કેક કાપી રમા ખુબ હરખાય.
શ્રધ્ધાભાવથી ભણતરની કરતા,સંતાનને જીવનમાં રાહ મળી જાય
રવિ,હિમાના લાડલા દીકરા વીરવેદથી,કુળને એઆગળ લઈ જાય
દીપલ સંગે જમાઈ અમારા નીશીતકુમાર,પવિત્રજીવન જીવી જાય
પાવનરાહ સંગે જન્મદીવસની ઉજવણી કરી,સુખશાંંતિ મળતીજાય
......હેપ્પી બર્થડેના ઉચ્ચારથી,જુલાઇ૩ના દીવસે કેક કાપી રમા ખુબ હરખાય.
=============================================================
મારી પત્ની રમાના જન્મદીવસની યાદ રૂપે આ કાવ્ય લખી સપ્રેમ મારા
તરફથી સંગે દીકરી દીપલ,દીકરા રવિ સંગે સપ્રેમ ભેટ.
લી.પ્રદીપ સંગે પરિવાર. હ્યુસ્ટન.