February 20th 2015
. .સંતાન સ્નેહ
તાઃ૨૦/૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં નિર્મળતાનો સંગ થઈ જાય
પામી પ્રેમ માબાપનો જીવતા,પાવનરાહ જીવનમાંમળી જાય
…………………એજ કર્મની કેડી છે જે જીવને કર્મબંધનથી છોડી જાય.
જન્મ મળે જીવને અવનીએ,જે માબાપનો સાચો પ્રેમ કહેવાય
સંતાન બની ને સંગે રહેતા જીવને,માબાપનો પ્રેમ મળી જાય
મન કર્મ વચનને સાચવી જીવતા,સાચો ભક્તિમાર્ગ મેળવાય
અપેક્ષાના વાદળને આંબતા,સંત જલાસાંઇની કૃપા થઈ જાય
…………………એજ કર્મની કેડી છે જે જીવને કર્મબંધનથી છોડી જાય.
લેખ લખેલ છે કર્મનુ બંધન,જે જીવના જન્મ મરણથી બંધાય
અવનીપરનુ આગમન છે બંધન,જે નિર્મળભક્તિએ છુટી જાય
શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં,પરમાત્માની અસીમકૃપા થઈ જાય
પરમપ્રેમની સાંકળ પકડાતા,માબાપને સંતાનસ્નેહ મળીજાય
…………………એજ કર્મની કેડી છે જે જીવને કર્મબંધનથી છોડી જાય.
==================================
February 19th 2015
અરૂણોદય
તાઃ૭/૭/૧૯૭૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અરૂણોદય થયો,અરૂણોદય થયો
નિશા વહી ગઈ,..અરે(૪)..અરૂણોદય થયો..(૨)
આકાશ વાદળથી મુક્ત બની ગયું..(૨)…અરૂણોદય થયો.(૨)
કળીઓ ખીલી, ફુલ થયા…(૨)રંગ લાલ લાલ થયા
ગીતો થતાં ,ગુંજનમાંથી…(૨)વરસે કિરણો તારની..(૨)
આકાશ છે ગુલાલથી, બની ગયું વિરાટ છે…અરૂણોદય થયો
કળા કરે,નૃત્ય કરે…(૨) સમજી શકે જગ તાત જો
આનંદ ભર્યો, જગમાં બધે..(૨)પ્રાણી પશુ સાકાર છે..(૨)
માન્યુ ખરે,વિશ્ર્વાસથી ,આજે થયો આનંદ છે…અરૂણોદય થયો
નરનારી ,કામે લાગ્યા..(૨) ઉમંગથી ઉલ્લાસથી
પ્રભુ કાજે, પ્રેમ જાગે..(૨) બની ગયા સૌ એક છે..(૨)
લાગ્યું મને,આજ કે..(૨)પરદીપ બની દીપી શકું.અરૂણોદય થયો
——————————————————————————-
. .પ્રસ્તુત કાવ્ય ૧૯૭૬માં ગોપાલજીત ગ્રુપ,આણંદ દ્વારા ખેડા જીલ્લા યુવક
મહોત્સવમાં રજુથતાં પ્રથમ સ્થાન પામેલ અને ત્યારબાદ ગુજરાત રાજ્ય યુવક મહોત્સવમાં
રજુ થતાં દ્વીતીય સ્થાન મેળવેલ.
February 19th 2015
. .મહાશિવરાત્રી
તાઃ૧૭/૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ્
જગતપિતા શ્રી ભોલેનાથની,આજે મહા શિવરાત્રી ઉજવાય
પ્રેમની પાવનકેડી દેતા પિતાને,આજે શ્રધ્ધાએ વંદન થાય
…ઑમ નમઃ શિવાયના સ્મરણથી માત્રથી,પિતાની કૃપા મળી જાય.
હરહર ગંગે મહાદેવ સંગે વંદન કરતાં,ભક્તિ ઉજ્વળ થાય
માતા પાર્વતીજીની અસીમકૃપાએ,મળેલ જન્મસાર્થકથાય
કૃપા મળે માબાપની જીવને,જ્યાં શ્રી ગણપતિ પુંજા થાય
ગં ગણપતયે નમઃના સ્મરણે,જીવથી અજબકૃપા મેળવાય
…એવા ગજાનંદના પિતા શ્રી ભોલેનાથની આજે શિવરાત્રી ઉજવાય.
ધુપદીપ સંગે વંદન કરતા,શિવલીંગે દુધથી અર્ચના થાય
પાવનકર્મની કેડી લેવા,પંચામૃતથી પાવનચરણને ધોવાય
રુદ્રાભિશેકની પવિત્ર સેવાએ,જીવનની ઝંઝટોય ભાગી જાય
પવિત્રદીનની સાચીરાહે રહેતા,માતાપિતાનો પ્રેમમળીજાય
…પવિત્ર જીવન ભક્તિએ જીવતા,જીવને અંતે મુક્તિરાહ મળી જાય.
અજબશક્તિધારી પિતા શીવજી,ને માતા પાર્વતીજી પ્રેમાળ
પુત્ર ગજાનંદ છે ભાગ્યવિધાતા,કર્મના બંધનથીજ તેડી જાય
અવનીપરનુ આવન જાવન,જીવને સાચીભક્તિએ મળીજાય
મોહમાયાના સ્પર્શે જીવને.ત્યાંજ સાચી ભક્તિરાહનીકૃપાથાય
…ઑમ નમઃ શિવાયના સ્મરણથી માત્રથી,પિતાની કૃપા મળી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++
February 19th 2015
. .જીવનની સરગમ
તાઃ૭/૭/૧૯૭૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનની સરગમ એવી(૨),જાણે ફરતા આ પૈડા
ક્યાં અંત છે એનો કેવો(૨),ક્યારે આવે તેના તેડા
. ………જીવનની સરગમ એવી.
મઝધાર મહી સથવાર નહી,ત્યાં સાથ છે તારો મીઠો(૨)
આ અગનમનિગમના જીવનમાં,સંગાથ મનેછે તારો(૨)
ઓ તરસ્યા પંખી તારી એ મંજીલનો છેલ્લો મુકામ જો
. ………જીવનની સરગમ એવી.
સંસાર મહી સહવાસ નહીં,ત્યાં મોહમાયા ના અડકે (૨)
નાપ્રેમ મળે નાહાથ સહે,ના જ્યોત જીવનની પ્રગટે(૨)
ઓ તરસ્યા પંખી તારી એ મંજીલનો છેલ્લો મુકામ જો
. ………જીવનની સરગમ એવી.
======================================
February 12th 2015
. . સંસારી સ્નેહ
તાઃ૧૩/૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આજકાલ એ બંધનછે દેહના,જગતના જીવનથી મેળવાય
પ્રેમની પાવનકેડી મળે જીવને,સંસારી સ્નેહથી મળી જાય
…………..એજ જીવની છે ઉજ્વળતા ને એજ પરમાત્માનો પ્રેમ.
મળેલ માનવદેહ અવનીએ,કરેલ કર્મના બંધનથી સંધાય
આગમન વિદાય એ દેહના બંધન,જે જન્મમૃત્યુથી દેખાય
ભક્તિપ્રેમની શીતળકેડી પકડતા,જીવથીસત્કર્મ થઈ જાય
શ્રધ્ધા ભાવના એ રાહ સાચી,જીવને મુક્તિમાર્ગેદોરી જાય
……………એજ જીવની છે ઉજ્વળતા ને એજ પરમાત્માનો પ્રેમ.
માતાપિતાના નિર્મળપ્રેમથી,સંતાનને જીવનરાહ મળીજાય
સંસ્કારસાચવી જીવનજીવતા,જીવનુ આગમન ઉજ્વળથાય
મોહમાયાની રાહ છુટતા,પવિત્રકર્મનીરાહ જીવથી મેળવાય
સંસારી સંબંધ સાચવી રહેતા,દેહને સંસારી સ્નેહ મળી જાય
……………..એજ જીવની છે ઉજ્વળતા ને એજ પરમાત્માનો પ્રેમ.
======================================
February 11th 2015
. લગ્નપ્રસંગ
તાઃ૧૫/૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
રાંદલમાની અસીમકૃપાએ,પવિત્રરાહ જીવનમાં મળી જાય
પ્રફુલ્લાબેનની વ્હાલી સ્નેહાને,આજે જીવનસાથી મળી જાય
……..એજ પ્રસંગ છે આજે,સ્નેહાના જીવનસાથી ધ્રુવકુમારથઈ જાય.
ભક્તિરાહને પકડી ચાલતા,જીવનમાં માતાની કૃપા થઈ જાય
મળેલપ્રેમ માબાપનો સાચો,સંતાનને ઉજ્વળરાહ આપી જાય
રોહિતભાઇની સાચીરાહે,દીકરા ધ્રુવને માનસન્માન મળીજાય
માતા ભારતીબેનના આશિર્વાદે.જીવનમાં સંસ્કાર સાચવીજાય
……..એજ પ્રસંગ છે આજે,સ્નેહાના જીવનસાથી ધ્રુવકુમાર થઈ જાય.
શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં,દીકરી સ્નેહાને સાચી રાહ મળીજાય
કુદરતની એ અસીમકૃપા,જે માબાપના સાચાપ્રેમથી મેળવાય
બહેન પુંજાના સાચાપ્રેમસંગે બનેવી પ્રદીપકુમાર પણ હરખાય
વરસેપ્રેમનીવર્ષા ભાઈહાર્દિકની,આવેલ સગાસંબંધીથીદેખાય
……..એજ પ્રસંગ છે આજે,સ્નેહાના જીવનસાથી ધ્રુવકુમાર થઈ જાય.
અસીમકૃપા જલાસાંઇની,જે પ્રદીપરમાના આગમનથી લેવાય
હ્યુસ્ટનથીઆવી પ્રસંગમાં હાજરીઆપતા,સૌને આનંદ થઇજાય
પરમકૃપા પરમાત્માની નવદંપતિ પર થાય એજ છે આશિર્વાદ
મોહમાયાના સ્પર્શે જીવનમાં,જે મળેલ જીવન પાવન કરી જાય
……..એજ પ્રસંગ છે આજે,સ્નેહાના જીવનસાથી ધ્રુવકુમાર થઈ જાય.
=+++++++++++++++++++++++++++++++++++++++++++++++++=
. .ચી સ્નેહાના લગ્ન ચી. ધ્રુવકુમાર સાથે આજે થઈ રહ્યા છે.જે પ્રસંગમાં
હાજર રહેવા રાંદલમાતાની કૃપા થતાં અને ચી.પુંજાના પ્રેમથી અમને હ્યુસ્ટનથી આવી
પ્રસંગને માણવાની તક મળી તે લગ્ન પ્રસંગની યાદ રૂપે આ લખાણ સપ્રેમ
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ અને રમા બ્રહ્મભટ્ટ તરફથી જય રાંદલમા અને જય જલારામ સહિત ભેંટ.
====================================================
February 10th 2015
.સાચો વિશ્વાસ
તાઃ૧૦/૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવતાની મહેંક પ્રસરે,ને જીવને પાવનરાહ મળી જાય
ઉજ્વળજીવનએ વિશ્વાસ જીવનો,સાચીશ્રધ્ધાએ મળીજાય
………એજ જીવની નિર્મળતા,જીવને સાચીશ્રધ્ધાએ મળી જાય.
ભક્તિજ્યોતની નિર્મળરાહ મળે,પવિત્રકર્મ જીવનમાં થાય
મમતામાયાને મોહ છોડતા,જીવનમાં શાંન્તિય મળી જાય
જલાસાંઇની નિર્મળ ભક્તિએ,શ્રીભોલેનાથનીકૃપા થઈજાય
એજ સાચી ભક્તિ છે,અને એને જ સાચો વિશ્વાસ કહેવાય
………..જે જીવને નિર્મળ રાહ દઈ,પાવનકર્મ પણ કરાવી જાય.
જન્મથી મળતીકાયા અવનીએ,માબાપનોએ પ્રેમ કહેવાય
મળેલ પ્રેમ અને સંસ્કાર જીવને,સાચીરાહ પણ આપી જાય
અનંતકોટી બ્રહ્માન્ડની કૃપાએ,જન્મમરણની સાંકળછુટીજાય
મળેલ જન્મને સાર્થક કરતા,આવતી આફત દુર ભાગીજાય
……….એજ ભક્તિની પવિત્રકેડી,અંતે માનવતા મહેંકાવી જાય.
=====================================
February 7th 2015
.
.
. . જન્મદીન ભેંટ
તાઃ૬/૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
. .શ્રીમતી દેવિકાબેન ધ્રુવને સપ્રેમ
જન્મદીન તો જકડે સૌને,ના કોઇ જીવથી છટકાય
મળે જીવને દેહ અવનીએ,એજ જન્મદીન કહેવાય
……..એવો આજે જન્મદીવસ વ્હાલા દેવિકાબેનનો ઉજવાય.
સમયની સાચી કેડી પકડી ચાલતા,લેખીકા થઈજાય
ઉજ્વળરાહને સાચવીલેતા,પાવનજ્યોત પ્રગટીજાય
મા સરસ્વતીની અસીમકૃપાએ,હ્યુસ્ટનનુ ગૌરવ થાય
આંગળી ચીંધે સર્જકને સાચી,કલમનીકેડીને સચવાય
……..એવો આજે જન્મદીવસ વ્હાલા દેવિકાબેનનો ઉજવાય.
પવિત્ર કર્મ જીવનમાં કરતા,સંસારી સુખ મળી જાય
રાહુલકુમારનો સંગમળતા,જીવનમાં પ્રેમપ્રસરીજાય
ના માયા ના મોહ દેવિકાબેનને,એ વર્તનથી દેખાય
પ્રદીપ,રમાને આનંદ અનેરો,જે આણંદમાં મળી જાય
==================================================
……..એવો આજે જન્મદીવસ વ્હાલા દેવિકાબેનનો ઉજવાય.
. હ્યુસ્ટનમાં સાહિત્ય સરીતાના પ્રેરણાદાયી બેન શ્રીમતી દેવીકાબેનના
જન્મદીને આણંદથી પ્રદીપ તથા રમા બ્રહ્મભટ્ટ્ના જય જલારામ સહિત
Happy Birthday, Devikaben
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
February 6th 2015
. . પ્રેમની પપુડી
તાઃ૬/૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કળીયુગી આ દુનીયામાં ભઈ,પ્રેમની પપુડી વાગતી જાય
સરળ જીવન જીવવાને કાજે,નામળતા પ્રેમથી હરખાવાય
…………..એજ સાચી સમજણ કળીયુગમાં,જે શ્રધ્ધાએ સમજાય.
મળે માબાપનો પ્રેમસંતાનને,જેમળેલ જન્મસફળ કરીજાય
આંગળી પકડી પરમાત્માની ચાલતા,કર્મ સફળ થઈ જાય
આવતી આફતને આંબી લેવા,સંત જલાસાંઇની પુંજા થાય
સાચી ભક્તિરાહ પકડતા,આવતી પ્રેમની પપુડી ભાગીજાય
……………એજ સાચી સમજણ કળીયુગમાં,જે શ્રધ્ધાએ સમજાય.
લઘરવઘર કળીયુગી જીવન,ના કોઇ સંતસાધુથીય છટકાય
માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં પાવનકર્મ જીવથી થાય
સાચાપ્રેમની વર્ષાએ,જીવપરઆવતી વ્યાધીઓ ભાગીજાય
ના પપુડી ખોટા પ્રેમની વાગે,કે નાકળીયુગી રાહ મળીજાય
…………..એજ સાચી સમજણ કળીયુગમાં,જે શ્રધ્ધાએ સમજાય.
++++++++++++++++++++++++++++++++++++++
February 4th 2015
-
.જીવન જકડે
તાઃ૪/૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉજ્વળ જીવનની રાહ મળે જીવને,જ્યાં નિર્મળ જીવન જીવાય
નાકોઇ ઇચ્છા રહે જીવનમાં,જ્યાં સાચી પવિત્રભક્તિ પ્રેમે થાય
………………એજ માનવતાની મહેંક પ્રસરાવે,જે દુઃખને દુર કરી જાય.
કર્મના બંધન એજ છે જીવના સંબંધ,નાકોઇ જીવથી દુર જવાય
અવનીપરનુ આગમન એ કર્મની કેડી,જે જીવને દેહ આપી જાય
મહેંકપ્રસરે માનવતાની જીવનમાં,જ્યાં શ્રધ્ધાપ્રેમથી પુંજા થાય
આવી આંગણે કુદરતી પ્રેમ મળે,જે આ જીવન નિર્મળ કરી જાય
……………….એજ માનવતાની મહેંક પ્રસરાવે,જે દુઃખને દુર કરી જાય.
સંબંધ સાચવીને જીવનજીવતા,જીવનમાં ખુશીનુ આગમન થાય
નિર્મળ પ્રેમથી સંબંધ સચવાતા,જીવને ના સ્વાર્થમોહ અડી જાય
આજકાલને સમજીને ચાલતા,જીવનમાં અદભુતપ્રેમ મળતો જાય
ભક્તિરાહ મળે જલાસાંઇની સાચી,જે મળેલ જન્મ સફળ કરીજાય
……………….એજ માનવતાની મહેંક પ્રસરાવે,જે દુઃખને દુર કરી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++