June 27th 2020

સમજણનો સંગાથ

.            સમજણનો સંગાથ 
તાઃ૨૭/૬/૨૦૨૦                 પ્રદીપ બ્રહ્મભટ્ટ      

ના કોઇનેય સમજણ અડે,કે ના કોઇ નાથીય કદી દુર રહેવાય
કળીયુગની કાતર છે અવનીપર,જેને કોરોનાનો વાયરસ કહેવાય
.....અદભુતશક્તિ અવીનાશીની અવનીપર,જે સમયસંગે જીવને દોરી જાય.
સમયને ના પારખે કોઇ કે નાકોઈ દેહથી,કદીયે દુર જઈ રહેવાય
પરમાત્માની આ લીલા છે અત્યારે,જે કોરોના વાયરસથી મેળવાય
સ્પર્શથાય વાયરશનો જે મળેલ દેહને,આફતસંગે મૃત્યુ આપી જાય
ઘરમાં રહીને પરમાત્માનુ પુંજન કરતા,દેહ કોરોનાથીજ બચી જાય
.....અદભુતશક્તિ અવીનાશીની અવનીપર,જે સમયસંગે જીવને દોરી જાય.
અજબશક્તિશાળી સુર્યદેવ છે જગતપર,જે સવારથી દર્શન દઈજાય 
શ્રધ્ધાભાવનાથી ઘરમાં ભક્તિકરતા,પરમાત્માની પરમકૃપા મળીજાય
કળીયુગમાં હાલ મંદીરો બંધ થઈગયા,એ વાયરસની અસર કહેવાય
મળેલ માનવદેહને કૃપાએ સમયનોસંગાથમળે,જે દેહને બચાવી જાય
.....અદભુતશક્તિ અવીનાશીની અવનીપર,જે સમયસંગે જીવને દોરી જાય.
===========================================================
June 14th 2020

શેરડી સાંઇ

  Shutdown in Shirdi over Saibaba birthplace row; MP backs stir
.             .શેરડી સાંઇ  
તાઃ૧૪/૬/૨૦૨૦              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પાર્વતી પતિ મહાદેવની પાવનકૃપા,પવિત્રદેહના આગમનથી દેખાય
શેરડી ગામને પાવન કરવા જ પધાર્યા,ના માબાપનો સંબંધ લેવાય
.....એ સાંઇબાબાથી ઓળખાય અચાનક,દ્વારકામાઈનો પવિત્ર સાથ મળી જાય.
આવ્યા અવનીપર પરમાત્મા દેહલઈ,ના માબાપનો કોઇ સ્પર્શથાય
પાવનરાહે જીવનજીવી,મળેલ માનવદેહને એ માનવતા આપી જાય
ભારતની ધરતીપર શેરડી ગામને,પવિત્રકરવા ભોલેનાથની કૃપાથાય
મળેલદેહને માનવી રીતે જીવવા,ના ધર્મનો કોઇ અંધકાર મળીજાય
.....રાહ બતાવી અવનીપર,નાઅલ્લા ઇશ્વરને દુર રખાય કે શ્રધ્ધાસબુરી પકડાય.
નિર્મળ ભાવથી ભક્તિ કરતા,માનવદેહ પર પરમાત્માની કૃપા થાય
શ્રધ્ધા શબુરી એક જ રાહ છે,જે હિંદુમુસ્લીમ માનવદેહથી બોલાય
મળેલ માનવદેહને એકજ ભાવના છે,જે અલ્લા ઇશ્વરથી જ પુંજાય
અવનીપરનો આગમનવિદાય,એ જીવના કર્મનો સંબંધથી મેળવાય
.....પ્રેમ મળ્યો સાંઇબાબાનો મને,જે નાતજાતનો જીવનમાં કોઇ સ્પર્શ આપી જાય.
==============================================================
June 2nd 2020

આવ્યો ફાધર ડે

.            .આવ્યો ફાધર ડે  
તાઃ૨/૬/૨૦૨૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પ્રેમ મળે માબાપનો જીવનમાં,જે સંતાનને સુખશાંંતિ આપી જાય
પાવનરાહ મળતા દેહ પર,એજ પરમાત્માની પરમકૃપા જ કહેવાય
......એજ દેહને મળેલરાહ અવનીપર,ના અપેક્ષા રહે ના આફત મળી જાય.
પવિત્રભુમી ભારત છે જગતમાં,જ્યાં પરમાત્મા અનેકદેહ લઈ જાય
ઉજવળજીવન જીવી રહ્યાછે,જે સુખશાંંતિના વાદળ વરસાવી જાય
મળે કુટુંબમાં પ્રેમ સંતજલાસાંઇનો,જે પાવનકર્મથી જીવને સમજાય
સગા સંબંધીઓનો સાથ મળે પ્રસંગપર,એ દરેક પળે મળતો જાય 
......એજ દેહને મળેલરાહ અવનીપર,ના અપેક્ષા રહે ના આફત મળી જાય.
કળીયુગની આકેડી અમેરીકામાં,જે નિર્મળપ્રેમની ગાથા દુરકરી જાય
માબાપને દુર રાખવાને જીવનથી,અહીંતો ઘરડાઘરમાંજ મુકી દેવાય
મધરડેની રાહ જુએ મમ્મી જીવનમાં,ને ફાધરડેની રાહ પપ્પા જુએ
આજ દેખાવની દુનીયા જગતપર,અહીં આવી ના કોઇથીય છોડાય
......એજ દેહને મળેલરાહ અવનીપર,ના અપેક્ષા રહે ના આફત મળી જાય.
=============================================================