March 31st 2017
. .વ્હેલા આવો
તાઃ૩૦/૩/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વ્હેલા આવશો પ્રેમ લઈને,તો મન મારૂ હરખાશે
સમયની સાંકળ નાછુટે કોઇથી,અનુભવથી દેખાશે
.....ભાવના મનથી પવિત્ર રાખતાં,માડીની કૃપા મેળવાશે.
લગનીલાગી પ્રેમની તમારી,મારા જીવને શાંંતિ થાય
અગમનિગમની આંટી છોડતા,દેહને રાહ મળી જાય
જીવનની જ્યોત પ્રગટે અવનીએ,નિર્મળરાહે જીવાય
મારૂતારૂના સ્પર્શને છોડતા,જલાસાંઇની દ્રષ્ટિ થાય
.....ભાવના મનથી પવિત્ર રાખતાં,માડીની કૃપા મેળવાશે.
નિર્મળ પ્રેમનીગંગા વહે અવનીએ,પાવનરાહે દેખાય
કુદરતની આ પાવનરાહ,ભક્તિમાર્ગથીજ મળી જાય
શ્રધ્ધારાખી જીવન જીવતા,માનવજીવન મહેંકી જાય
મળેલ કર્મનાબંધન જીવને,જન્મમરણથી બાંધી જાય
.....ભાવના મનથી પવિત્ર રાખતાં,માડીની કૃપા મેળવાશે.
============================================
March 31st 2017
. . મા નવ દુર્ગા
તાઃ૩૧/૩/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માડી તારા મંદીરે આવતા,જીવને અનંત શાંંન્તિ મળી ગઇ
નિર્મળ ભક્તિના સંગે ગરબે ઘુમતા,માકૃપા તારી થઈ ગઈ
.......પાવનકૃપા મા નવ દુર્ગાની,જીવની જ્યોત પ્રગટાવી ગઈ.
તાલીપાડી માદુર્ગાનુ સ્મરણ કરતા,માતાનીકૃપાની વર્ષા થઈ
શ્રધ્ધા રાખી તારી ભક્તિ કરતા,માતાની નિર્મળ ભક્તિ થઈ
માનવદેહને જ્યાં કૃપા મળે,ત્યાં જીવને મુક્તિરાહ મળી ગઈ
ગરબાનીપવિત્રરાહ નવરાત્રીએ મળે,ત્યાં માડીના દર્શન થાય
.......પાવનકૃપા મા નવ દુર્ગાની,જીવની જ્યોત પ્રગટાવી ગઈ.
અજબ શક્તિશાળી માદુર્ગા,અનેક સ્વરૂપેદર્શન આપી જાય
વંદન કરીને પુંજન કરતા,માડી તારા ગરબા પ્રેમથીજ ગવાય
ગરબેઘુમી તાલી પાડી મા ભજન કરતા,આનંદ આનંદ થાય
નવ સ્વરૂપને પગે લાગતા,માડીની અનંત કૃપાય મળી જાય
.......પાવનકૃપા મા નવ દુર્ગાની,જીવની જ્યોત પ્રગટાવી ગઈ.
================================================
March 30th 2017
......
. .ગરબા તાલી
તાઃ૩૦/૩/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધા રાખી તાલી પાડતા,માડી તારા ગરબા પ્રેમે ગવાય
આવી નવરાત્રીની સાંજ આંગણે,જ્યાં પ્રેમથી ગરબા થાય
.......એ જ કૃપા મા તારી ભક્તોપર,જે પવિત્ર દીવસે ભક્તિ થાય.
ગરબે ધુમતા ઝાંઝર ખખડે,ને તાલી સંગે મંજીરા વગાડાય
મનથી કરતા ભક્તિ માતારી,આ જીવન પણ પાવન થાય
તાલીએ તાલીએ માતાનેવંદન,એજ અમારી શ્રધ્ધા કહેવાય
માડી તારા દર્શન કરવા આજે,અનેક ભક્તોય આવી જાય
.......એ જ કૃપા મા તારી ભક્તોપર,જે પવિત્ર દીવસે ભક્તિ થાય.
માઅંબે,માચામુંડા,મામેલડી,અવનીપર અનેકસ્વરૂપે દેખાય
દર્શન આપે ભક્તોને અનેક સ્વરૂપે,એ અમર ક્ર્પા કહેવાય
ગરબાના તાલ નવરાત્રીને સ્પશે,જે દુનીયાને પવિત્રકરી જાય
ક્ર્પા પામવા શ્રધ્ધા રાખીને,હ્યુસ્ટનમાં પ્રેમે ગરબા છે ગવાય
.......એ જ કૃપા મા તારી ભક્તોપર,જે પવિત્ર દીવસે ભક્તિ થાય.
======================================================
March 30th 2017
......
. . बाबाके दर्शन
ताः३०/३/२०१७ प्रदीप ब्रह्मभट्ट
प्यारे मेरे बाबा साई,शेरडीसे ह्य़ुस्टन आये है आप
दर्शन करके आपका मैने,मनमें अनंत शांंतिहै पाई
......येही क्रुपा है पाई प्रदीपने,जो जीवनकी ज्योत बनी.
भक्तिक़ी राह पाइ मैने,जो मानव जीवन से मीलती
श्रध्धा प्रेम से भक्ति करके,बाबा तुमने राह दीखाई
मानवताकी महेंक प्रसरती,जहां इंन्सान रहेके जीते
सांइ बाबाके सतत स्मरणसे,भोलेनाथकी क्रुपा होती
......येही क्रुपा है पाई प्रदीपने,जो जीवनकी ज्योत बनी.
असिम क्रुपाही बाबाकी मिलती,जहां पावनद्वार रहेते
आंगणमे आके दर्शनभी देते,जहां श्रध्धाकीज्योत जले
पावनकर्मकी राह मिले भक्तिसे,जन्म सफळ करजाय
येही क्रुपा है बाबाकी भक्तपे,जन्ममरणसे मुक्ति पाय
......येही क्रुपा है पाई प्रदीपने,जो जीवनकी ज्योत बनी.
============================================
March 29th 2017
.. ...
. .જાગતો રહે
તાઃ૨૯/૩/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવજીવન મળે જીવને,જે જલાસાંઇની કૃપા કહેવાય
જન્મમૃત્યુ એતો છે સાંકળ કુદરતની,નાકોઇથી છટકાય
......પાવનરાહ મળે જીવને કૃપાએ,જે જન્મ મળતા દેખાય.
મળતી માયા એછે કળીયુગના બંધન,આગમને દેખાય
માનવતાની રાહચીંધે જલાસાંઇ,જે મુક્તિમાર્ગ દઈજાય
શીતળતાનો સ્પર્શમળે દેહને,જીવને જાગતો રાખીજાય
મારૂએ મમતા છે તારૂ એ છે પ્રેમ,ના કોઇછે વ્હેમ
......પાવનરાહ મળે જીવને કૃપાએ,જે જન્મ મળતા દેખાય.
મમતા એ માતાનોપ્રેમ,ને પિતાનોપ્રેમ પાવન કહેવાય
સિધ્ધી વિનાયક દેવ જગતમાં,ગૌરીનંદનથી ઓળખાય
પિતા ભોલેનાથ કૃપાલીધી,ને માતા પાર્વતીને વંદનથાય
નિર્મળજીવન જીવવા દેહને,મળેલ દેહને જાગતો રખાય
......પાવનરાહ મળે જીવને કૃપાએ,જે જન્મ મળતા દેખાય.
==============================================
March 29th 2017
..........
. .માડી બહુચરા
તાઃ૨૯/૩/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બહુચરા માડીના દર્શન કરતાં,માતાના પ્રેમે ગરબા ગવાય
નવરાત્રીના આગમને વંદન કરતા,માડીની કૃપા થઈ જાય
.......એ પાવન ચૈત્રી નવરાત્રી આવી,જ્યાં ગરબાની રમઝટ થાય.
એક તાળીએ માબહુચરાને વંદન,ને બીજીએ માચામુંડાને
દશામાતાને ગરબે વંદતા,માતાની અનંત કૃપા અનુભવાય
મેલડીમા વલાસણથી આવ્યા,ને ખોડીયાર માતાય પુંજાય
મળેમને પ્રેમમાડીનો,જે મારાઘરનુ આંગણુ પાવનકરીજાય
......એ પાવન ચૈત્રી નવરાત્રી આવી,જ્યાં ગરબાની રમઝટ થાય.
અંબે માની આરતી કરતાં,માતાજી આંગણે આવી જાય
સાચી શ્રધ્ધાએ પુંજન કરતા,માડીની અનેકકૃપાથઈ જાય
નાકોઇ અપેક્ષા દેહનીઅવનીએ,જીવને મુક્તિ મળી જાય
ગરબાના દરેક તાલે માહરખાય,જયાં શ્રધ્ધાએ વંદનથાય
......એ પાવન ચૈત્રી નવરાત્રી આવી,જ્યાં ગરબાની રમઝટ થાય.
=================================================
March 29th 2017
. .પગે લાગુ માડીને
તાઃ૨૯/૩/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અંતરમાં આનંદ અનેરો,માડી તારા દર્શનથી જ અનુભવાય
મંદીરઆવી પગે લાગતા માડી,તારા રણકાર સંભળાય જાઈ
......ગરબે ઘુમતા તાલી પડતા,તારા આગમન મારે ઘેર થાય.
કૃપાની પાવનકેડી મળી મને,જે સાચી શ્રધ્ધાએ મળી જાય
તાલી એજ તો પ્રેમ છે મારો,જે માડીને વંદન કરાવી જાય
રાસગરબા એ સમયનીકેડી,જે નવરાત્રીએ સૌને મળી જાય
શ્રધ્ધા મારી ને પ્રેમ નિખાલસ,જીવનને એ પાવનકરી જાય
......ગરબે ઘુમતા તાલી પડતા,તારા આગમન મારે ઘેર થાય.
માડી તારા દર્શન કરવા હ્યુસ્ટનમાં,ગરબાની રમઝટ રમાય
કૃપાની પાવનકેડી દેજે સંતાનને,મળેલ જન્મસફળ કરીજાય
ઉજવળજીવન પામી જીવતા,જીવનમાં કર્મપાવન થઈ જાય
ના અપેક્ષા કે વ્હાલના વાદળ વરસે,મુક્તિમાર્ગે દોરી જાય
......ગરબે ઘુમતા તાલી પડતા,તારા આગમન મારે ઘેર થાય.
=================================================
March 29th 2017
. પ્રેમ સાગર
તાઃ૨૯/૩/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમના સાગરમાં અટવાયોં,ના જીવને કોઇ રાહ મળે
કળીયુગની આકેડી સ્પર્શે,દેખાવની દુનીયા અડીજાય
......નાકોઇ સમજણ પડે મને,કે નાકોઇ ઉપાય અડી જાય.
સરળ જીવનની નિર્મળ રાહ,ના માનવજીવનમાં મળે
આજકાલ નાસમજાય મને,જ્યાં જીવન પ્રસરાઇ જાય
દેખાવની કેડી કપાય કૃપાએ,ત્યાં આજકાલ સમજાય
પુર્વ જન્મના બંધન સ્પર્શે,જીવેન,કર્મબંધને મેળવાય
.......નાકોઇ સમજણ પડે મને,કે નાકોઇ ઉપાય અડી જાય.
મળે ના પ્રેમ માગણીએ જીવને,એ અનુભવ કહેવાય
માગણી રાખી અપેક્ષા સ્પર્શતા,જીવન જકડાઇ જાય
સ્પર્શે દેહને દેખાવનો સાગર,જેને પ્રેમસાગર કહેવાય
અડકો દડકો લઈને ઘુમતા,ના પાવનકર્મ કોઈ થાય
.......નાકોઇ સમજણ પડે મને,કે નાકોઇ ઉપાય અડી જાય.
===============================================
March 28th 2017
. .મા ભક્તિ
તાઃ૨૮/૩/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મા તારી ભક્તિ શ્રધ્ધાએ કરતાં,પાવનરાહ જીવને મળી જાય
ગરબે ઘુમતા તાલી પાડતાં,માડી તારા ઝાઝરીયાય સંભળાય
........એ જ પાવન ભક્તિ મા તારી,જીવન ઉજવળ એ કરી જાય.
પાવાગઢથી મા કાળકા આવ્યા,સંગે આરાશુરથી અંબામાડી
નિર્મળ ભક્તિસંગે ગરબેઘુમતા,માડીનો અનંતપ્રેમ મળી જાય
મળેલદેહને સ્પર્શેભક્તિ જીવનમાં,ત્યાં માતાને તાલીએ પુંજાય
કૃપાનોસાગર વરસે અવનીએ,જ્યાં કળીયુગ દુર ભાગી જાય
........એ જ પાવન ભક્તિ મા તારી,જીવન ઉજવળ એ કરી જાય.
ચામુંડામાતાની કૃપા વરસે,ને દશામાતાના દર્શન પણ થાય
પવિત્રભુમી ભારતની જગતે,જ્યાં પરમાત્માય દેહ લઈ જાય
અનેક સ્વરૂપે અવનીએ આવ્યા,જે પુંજાનામાર્ગે દોરી જાય
માનવદેહ મળેલ જીવને,શ્રધ્ધાએ જન્મ મરણથી છુટી જાય
........એ જ પાવન ભક્તિ મા તારી,જીવન ઉજવળ એ કરી જાય.
==================================================
March 27th 2017
. .આગમન ચૈત્રી નવરાત્રી
તાઃ૨૭/૩/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર તહેવારનુ આગમન હિંદુ ધર્મમાં,જીવને સ્પર્શી જાય
શ્રધ્ધા રાખી ભક્તિરાહ પકડતા,પાવન કર્મ જીવનમાં થાય
.......આવી આજે પવિત્ર ચૈત્રી નવરાત્રી,માતાની અનંતકૃપા થાય.
આરતી અર્ચના ઘરમાંકરી,મંદીરે માતાજીના ગરબા ગવાય
ધુપદીપની અર્ચના કરતા શ્રધ્ધાએ,માડીતારૂ આગમનથાય
ગરબા સંગે તાલી પાડતા ભક્તોને,અનંતઆનંદ થઈ જાય
સાંભળી તારા ઝાંઝર માડી,ભજન ભક્તિમાં જીવ હરખાય
.......આવી આજે પવિત્ર ચૈત્રી નવરાત્રી,માતાની અનંતકૃપા થાય.
નવરાત્રીના નવદીવસે માડી, તારા ભજન ભક્તિએ ગવાય
સુખશાંંતિના વાદળ વરસે માતારા,અનુભવથીસમજાઈ જાય
પરમકૃપા મા તારી સ્પર્શે જીવને,જે કર્મબંધનને તોડી જાય
પ્રદીપ,રમા પર માકૃપા છે તારી,નિર્મળ જીવનથી સમજાય
.......આવી આજે પવિત્ર ચૈત્રી નવરાત્રી,માતાની અનંતકૃપા થાય.
====================================================