March 23rd 2017

ગરબાનો રણકાર

Image result for ગરબે ઘુમતાં
.          .ગરબાનો રણકાર  

તાઃ૨૩/૩/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

તાળી પાડીને ગરબે ઘુમતાં,મા તારા ઝાંઝરીયા સંભળાય
જીવને મળે છે અનંતશાંન્તિ,નવરાત્રીએ તારી પુંજા થાય
......પવિત્રપાવનરાહ મળતાં,મા તારી કૃપા અપરંપાર મળી જાય.
માનવજીવનની માયા લાગતા,જીવથી માનવદેહ મેળવાય
અવનીપર આગમને,મા તારા ગરબાનો રણકાર સંભળાય
શ્રધ્ધા સંગે માળા જપતા,જીવને ઉજવળ રાહ મળી જાય
એજકૃપા માડીનીમળતા,દેહના જન્મમરણ પાવનકરી જાય
......પવિત્રપાવનરાહ મળતાં,મા તારી કૃપા અપરંપાર મળી જાય.
અનેકરૂપો મળ્યા માડીના,જીવને પવિત્રરાહ આપી જાય
ભક્તિભાવથી અર્ચન કરતાં,મળેલ દેહ પાવન થઈ જાય
મોહમાયાની આશા છુટે જીવની,જ્યાં માતારી કૃપાથાય
પાવનકર્મ ને પવિત્રકેડીએ,ગરબાની રમઝટ મળી જાય
......પવિત્રપાવનરાહ મળતાં,મા તારી કૃપા અપરંપાર મળી જાય.
================================================

	
March 23rd 2017

માડી આવે (નવરાત્રી)

Image result for નવરાત્રી ના ગરબા
.          .માડી આવે  
            (નવરાત્રી)
તાઃ૨૩/૩/૨૦૧૭          પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્ર તહેવાર હીંન્દુ ધર્મનોછે,જે નવરાત્રીથી ઉજવાય
માતાના અનેક સ્વરૂપનુ આગમન,ગરબે ઘુમાવી જાય
.......તાલીઓના તાલે રહીને,માને રાજી કરવા ભક્તો સૌ હરખાય.
પાવાગઢથી ઉતરે માકાળકા,ને આરાશુરથી મા અંબા
ખોડીયારમાના પાવનપગલે,અવનીપર પવિત્રકર્મ થાય
અનેક સ્વરૂપ માતાના દેખાય,જે નામથી પુંજા થાય
આવી નવરાત્રીએકૃપા માતારી,આજીવન પવિત્ર થાય
.......તાલીઓના તાલે રહીને,માને રાજી કરવા ભક્તો સૌ હરખાય.
મંજીરાની મહેંકપ્રસરે,ભક્તો તાલીઓનાતાલે ઘુમી જાય
શ્રધ્ધા રાખી માતાને સ્મરણતા,સમય ગરબાથી પકડાય
રીધ્ધી સિધ્ધીના બંધન સ્પર્શે,માનવજીવન મહેંકી જાય
અજબ દયાળુ માતાનીકૃપાએ,આજન્મસફળ થઈ જાય
.......તાલીઓના તાલે રહીને,માને રાજી કરવા ભક્તો સૌ હરખાય.
==================================================