March 20th 2017

સંબંધ સંતાનના

.          .સંબંધ સંતાનના
તાઃ૨૦/૩/૨૦૧૭            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કર્મનાબંધન જીવને સ્પર્શે,જે આવનજાવનથી સમજાય
મળેલદેહ એ સંબંધનાસ્પર્શે,મલેલદેહથી જીવને દેખાય
.....માબાપનોપ્રેમ એ નિમીત બને,જે જન્મ મળે અનુભવાય.
પ્રેમ માબાપનો પકડે જીવને,જે સંતાન સ્વરૂપેદેખાય
અવનીપર આગમન મળે.જે કર્મનાબંધનથીજ બંધાય
કુદરતની આકૃપા છે ન્યારી,મળેલદેહના વર્તને દેખાય
આજકાલના સ્પર્શેદેહને,જ્યાં ભક્તિજ્યોત પ્રગટી જાય
.....માબાપનોપ્રેમ એ નિમીત બને,જે જન્મ મળે અનુભવાય.
સંતાન છે પ્રેમ માબાપનો,જે કર્મબંધનને સ્પર્શી જાય
પ્રેમમળે પિતાનો નિર્મળ,એ જીવનનીરાહ આપી જાય
મળે પ્રેમ માતાનો સંતાનને,ભક્તિરાહનેએ ચીંધીં જાય
કર્મબંધન સ્પર્શે જીવને,જે અવનીપરના દેહથી દેખાય
.....માબાપનોપ્રેમ એ નિમીત બને,જે જન્મ મળે અનુભવાય.
===============================================
March 20th 2017

સુર્યાસ્ત

Image result for surya dev

.            .સુર્યાસ્ત                    

તાઃ૨૦/૩/૨૦૧૭           પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અજબ અવિનાશી પરમાત્માની કૃપા,સુર્યનારાયણથી દેખાય
સુર્યોદયથી મળે જગતમાંપ્રભાત,સુર્યાસ્તે જીવો જગેસુઈ જાય
.......પરમાત્માની પાવનલીલા,જીવોને નિર્મળરાહ બતાવી જાય.
જન્મમરણના બંધન ના સ્પર્શે,જગતમાં ઉદય અસ્ત રહી જાય
ધરતીના સંબંધ તો છેકુદરતી,જ્યાં સુર્યદેવની પાવનકૃપા થાય
ભક્તિનો પવિત્રમાર્ગ મળે અવતારને,ત્યાંસવારસાંજ સ્પર્શીજાય
દીવસ રાત્રી એજ કૃપા સુર્યદેવની,જે જીવને અનુભવે સમજાય
.......પરમાત્માની પાવનલીલા,જીવોને નિર્મળરાહ બતાવી જાય.
જગતપિતા સુર્યદેવછે અવનીએ,જે જીવોને જ્યોત આપી જાય
મળેલ દેહની સમજ પડે ત્યાં,જ્યાં સુર્યનારાયણની કૃપા થાય
માનવદેહના બંધન જીવને કર્મના,જે કર્મબંધનથી બાંધી જાય
જીઅની પ્રગટે જ્યોત અવનીએ,જ્યાં નિર્મળભાવનાએ જીવાય
.......પરમાત્માની પાવનલીલા,જીવોને નિર્મળરાહ બતાવી જાય.
===================================================


	
March 20th 2017

કાયામાયાના બંધન

.       . .કાયામાયાના બંધન 

તાઃ૨૦/૩/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને મળે જગતની માયા,જે કાયાથી સ્પર્શી જ જાય
પરમાત્માની પરમ કૃપા મળે,જ્યાં ગઈકાલને જ ભુલાય
.......અનેક દેહનાબંધન જીવને,અવનીએ આવનજાવનથી દેખાય.
પશુ,પક્ષી,પ્રાણીના બંધને,ના જીવને કોઇકર્મ અડી જાય
કર્મનાબંધન એ જીવને સ્પર્શે,ત્યાં આવનજાવન થઈ જાય
કુદરતની અપારલીલા જીવ પર,જે દેહના સ્પર્શેજ સમજાય
અંતે જીવને મળે દેહ માનવીનો,જે પવિત્રરાહ આપી જાય
.......અનેક દેહનાબંધન જીવને,અવનીએ આવનજાવનથી દેખાય.
મળતા જીવને કાયામાનવીની,જલાસાંઇથી આંગળી ચીંધાય
પવિત્રજીવન જીવવા કાજે,અન્નદાન સહિત ભક્તિ પ્રેમે થાય
કર્મનાબંધન ભક્તિભાવને સ્પર્શે,નિર્મળ જીવન જીવી જવાય
મળે જીવને મુક્તિમાર્ગ જીવને,જે પવિત્રજીવન આપી જાય
.......અનેક દેહનાબંધન જીવને,અવનીએ આવનજાવનથી દેખાય.
====================================================