August 30th 2018
. .અનંત શક્તિ
તાઃ૩૦/૮/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અનંત શક્તિશાળી અવનીપર દર્શન દેતા,દુનીયાને સવાર સાંજ આપી જાય
પાવનરાહને પકડી જીવતા જીવો પર,સુર્યદેવની પરમ કૃપાનો અનુભવ થાય
.......એ જ પ્રત્યક્ષ દેવ છે અવનીપર,જેમને નવગ્રહોના પિતા પણ કહેવાય.
અનેક દેહ લીધા છે પરમાત્માએ,જે પવિત્રકૃપા ભારત દેશને પાવન કરી જાય
જન્મ મરણનો સંબંધ છે જીવને,એ જીવને ધરતીપરના આવનજાવનથી દેખાય
મળેલ માનવ દેહને અવનીપરનુ આગમન,જે કર્મબંધનથી સંબંધને સ્પર્શી જાય
માગણીમોહની અજબલીલા અવનીપર,મળેલદેહને જીવનમાં એ સ્પર્શ કરી જાય
......સુર્યદેવ એ અનંતશક્તિશાળી દેવ છે,જે મળેલદેહને પવિત્રકર્મથી સમજાય.
કુદરતની સાંકળ છે ન્યારી જગતપર,એ શ્રધ્ધા અને ભક્તિનો માર્ગ આપી જાય
મનથી કરેલ નિર્મળભક્તિ જીવને,પરમાત્માની પરમકૃપા સુખશાંંન્તિ આપી જાય
પવિત્ર જીવનનો સંગ રાખી લીધેલ દેહથી,અનેક નામથી પરમાત્માય ઓળખાય
શ્રધ્ધા રાખીને સ્મરણ કરતા દેહ પર,અનંત કૃપાની વર્ષા પાવનજીવન કરીજાય
........એ જ પ્રત્યક્ષ દેવ છે અવનીપર,જેમને નવગ્રહોના પિતા પણ કહેવાય.
==========================================================
August 26th 2018
. કળીયુગની લીલા
તાઃ૨૬/૮/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયને ના પકડે કોઇ જગતમાં,જે પરમાત્માની અજબલીલા કહેવાય
અવનીપરનુ આવનજાવન એજ છે બંધન જીવનુ ના કોઇથી છટકાય
.......કર્મનાબંધન એ જીવને સ્પર્શે,એ કુદરતની કળીયુગની લીલા કહેવાય.
મળેલ માનવદેહને તો સંબંધ સ્પર્શે,જે થયેલ કર્મથી દેહને આપી જાય
ના કોઇ જીવની તાકાત અવનીપર,કે અવનીપરના યુગથી છટકી જાય
કુદરતની એલીલા અવનીપર,જે સમયના સંગે મળેલદેહને સમજાઈ જાય
કર્મની પવિત્રકેડી મળે દેહને જીવનમાં,જ્યાં નિર્મળભાવનાથી પુંજન થાય
.......કર્મનાબંધન એ જીવને સ્પર્શે,એ કુદરતની કળીયુગની લીલા કહેવાય.
થયેલ કર્મનો સંબંધ છે જીવને,જે મળેલ અનેક દેહના સંબંધથી સમજાય
સતયુગ અને કળીયુગ એસંબંધ અવનીને,જેજીવને અનેકદેહ આપી જાય
જીવનેસંબંધ છે દેહથી અવનીપર,જે જીવને મળેલ જન્મ મરણથી દેખાય
અજબકૃપાળુ પવિત્રજીવો જગતપર,જે પવિત્રદેહ લઈ ભક્તિએ દોરી જાય
.......કર્મનાબંધન એ જીવને સ્પર્શે,એ કુદરતની કળીયુગની લીલા કહેવાય.
==========================================================
August 25th 2018
. .ચીં.રવિનો જન્મદીવસ
તાઃ૨૫/૮/૨૦૧૮ (૨૫/૮/૧૯૮૫) પ્રદીપ બ્રહ્મભટ્ટ
રાધાકૃષ્ણની ચીંધેલ પવિત્રરાહે જીવતા,હિમા રવિને સુખશાંંન્તિ મળી જાય
પરમાત્માની પરમકૃપા વર્ષે,જ્યાં સંબંધીઓના પ્રેમથી જન્મદીવસ ઉજવાય
.....એ વ્હાલાપુત્ર રવિના જન્મદીવસે,વડીલોને પ્રેમ સંગે કૅક કપાઈને ખવડાવાય.
કુળદેવી માતા કાળકાની કૃપા મળી,એજ સત્કર્મના માર્ગે જીવને દોરી જાય
ભણતરની પવિત્રરાહે માતાસરસ્વતીની પાવનકૃપાએ લાયકાત મેળવાઈ જાય
મોહમાયાનો માર્ગ મુકીને જીવનજીવતા,પત્નીહિમાનો સંગાથ પણ મળી જાય
અતિ આનંદ અમને મળ્યો સંતાનનો,જે મળેલ જીવનને સંતોષ આપી જાય
.....એ વ્હાલાપુત્ર રવિના જન્મદીવસે,વડીલોને પ્રેમ સંગે કૅક કપાઈને ખવડાવાય.
પાવનરાહને પકડી ચાલતા જીવનમાં,સન્માન સંગે વિધ્યાર્થીઓને પ્રેરી જાય
ઉજવળરાહ મળી સંત જલાસાંઇ કૃપાએ,જે પ્રેમાળ પત્નીના સંગે સમજાય
પવિત્રજીવોનો સંગ મળ્યો ચીંં.રવિહીમાને,જે સંતાન વીર,વેદથી ઓળખાય
શ્રધ્ધાપ્રેમનો સંગ રાખીને રહેતા સંતાનપર,માબાપના આશિર્વાદ મળી જાય
.....એ વ્હાલાપુત્ર રવિના જન્મદીવસે,વડીલોને પ્રેમ સંગે કૅક કપાઈને ખવડાવાય.
=============================================================
પ્રદીપ અને રમાના વ્હાલા સંતાન રવિનો આજે જન્મ દીવસ છે.તે પવિત્રદીનની
યાદ રૂપે માતા સરસ્વતીની કૃપાએ આ કાવ્ય અમારા વ્હાલા રવિને સપ્રેમ ભેંટ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટના જય જલારામ,જય સાંઈરામ.
August 23rd 2018
. જીવનની સાંકળ
તાઃ૨૩/૮/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સરળ જીવનની સાંકળ પકડાઈ,જ્યાં પરમાત્માની કૃપા થઈ જાય
પાવનરાહને પકડી ચાલતા, મળેલ જન્મની માનવતા મહેંકી જાય
....એજ શ્રાવણ માસની પવિત્ર રાહ જગતપર,જીવને સુખશાંન્તિ આપી જાય.
માનવતાની મહેંક પ્રસરે અવનીએ,જ્યાં પવિત્રધર્મ પકડીને જીવાય
મળેલદેહનો સંબંધ છે અનેક ધર્મમાં,પુંજન અર્ચનથી સમજાઈ જાય
હિંંદુ ધર્મમાં પરમાત્માએ અનેકદેહ લઈ,જીવને પાવનરાહ દઈ જાય
પવિત્રભુમી એભારત છે જગતમાં,જ્યાં પરમકૃપા જીવોને મળી જાય
....એજ શ્રાવણ માસની પવિત્ર રાહ જગતપર,જીવને સુખશાંન્તિ આપી જાય.
દેહને સંબંધ છે થયેલ કર્મનો અવનીએ,જે મળેલ દેહથી અનુભવાય
અવનીપરનુ આગમન એ લીલા પ્રભુની,નાકોઇ જીવથી કદી છટકાય
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જ્યાં નિર્મળભાવે ભક્તિ કરાય
અનેકદેહ લઈ આવ્યા અવનીપર પરમાત્મા,જે અનેક મંદીરથી દેખાય
....એજ શ્રાવણ માસની પવિત્ર રાહ જગતપર,જીવને સુખશાંન્તિ આપી જાય.
==========================================================
August 14th 2018
. .જીવનનુ ઝરણુ
તાઃ૧૪/૮/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આજે સોમવારની સવાર થઈ એટલે શનિભાઈ સમયસર ઉઠીને ઘરમાં નાના મંદીરમાં
ભગવાનને પગે લાગી દીવો અગરબત્તી કરી અને સુર્યદેવને વંદન કરી નીચે દુકાન ખોલવાની
હતી એટલે તૈયાર થઈ ઉપલા માળેથી પગથીયા ઉતરી નીચે આવ્યા દુકાન ખોલી પગે લાગી
અંદર આવી દીવો કરી કામકાજ શરૂ કર્યુ.દુકાનના માલિક તેમના ગુજરાતી મિત્ર સંજયભાઈ
છ મહિના પહેલા શરીરની બિમારીને કારણે દવાખાનામાં ઇમરજન્સીમાં દાખલ કર્યા હતા અને
મળેલદેહના જીવનનુ ઝરણુ ક્યારે અટકે તે કોઇને ખબર પડતી નથી.પંદરમા દિવસે હ્રદય બંધ
થઈ ગયુ જેથી સંજયભાઈનુ દવાખાનામાં જ મૃત્યુ થઈ ગયુ.આ બનાવની વાત તેમના પત્ની
નિર્મળાબેને તેમના અંગત મિત્ર શનિભાઈને ફોન કરી જણાવ્યુ કારણકે સંજયભાઈએ બિમારી
વખતે તેમની પત્નીને વાત કરી હતી કે મને કંઇ થાય તો તારે તારી જરૂરત માટે તારા ભાઈ
જેવા મારા અંગતમિત્ર સંજયભાઇને કહેજે તે ચોક્કસ અહીં આવી તને મદદ કરશે.એટલે જ
નિર્મળાબેને પોતાના બંન્ને દીકરાઓને વાત કરી ફોન કર્યો કારણ બંન્ને છોકરા હજુ ભણતા હતા.
અને દુકાનમાં ગ્રાહકો સારા આવતા હતા જેથી ઘરમાં આવક સારી હતી.અને સંજયભાઈએ
પત્નીને કહેલુ કે શનિભાઈનો દીકરો સારુ ભણ્યો એટલે તેની લાયકાતથી કૉલેજમાં પ્રોફેસરની
નોકરી મળી ગઈ.છેલ્લા પાંચ વર્ષથી તેણે તેના પપ્પાને કામઘંધામાંથી નિવૃત કરી દીધા હતા.
અને તેના લગ્ન પણ થઈ ગયા હતા તેની પત્નિ સારૂ ભણેલી અને વેબસાઈટ પર ઘેરથી જ
કામ કરતી હતી એટલે શનિભાઈને ખુબ શાન્તિ હતી અને દીકરી પણ સારૂ ભણી તો સારા
છોકરા સાથે લગ્ન કરાવ્યુ તે જમાઈ અમેરીકામાં ભણ્યો અને ત્યાં નોકરી પણ મળી ગઈ એટલે
સારી પોઝીસન હતી તેના માબાપને યોગ્ય માહિતી મળતા શનિભાઈને મળ્યા અને તેમના દીકરા
ની માહિતી આપી કે અમારો દીકરો જીગર અમેરીકાથી લગ્ન માટે બોલાવ્યો છે તો તે આવ્યો
છે.તમારી દીકરી ગોપી સારૂ ભણેલ છે તે બધી માહિતી મને મળી તો અમારી ઇચ્છા છે કે
મારા દીકરાને ભણેલ અને સંસ્કારી પત્ની મળે.એટલે અમે મુંબઇથી તમને મળવા અહીં આવ્યા
કારણ મારા ફોઇના દીકરા મનોહરભાઈ વડોદરા રહે છે તેમના મિત્રની તપાસથી તમારી દીકરીની
માહિતી મળી એટલે અમે મળવા આવ્યા છીએ.ભગવાનની કૃપાએ સમયસર લગ્ન થઈ ગયા અને
કાયદેસર હક્ક મળતા તે અમેરીકા પહોંચી ગઇ.એટલે શનિભાઈને બન્ને સંતાનોથી શાંન્તિ મળી ગઈ.
તેમના દીકરાએ તો ઘણા સમયથી પિતાને નિવૄત કરી દીધા એટલે શનિભાઈ સામાજીક સેવા કરતા
અને દુઃખી વ્યક્તિને મદદ પણ કરતા થઈ ગયા.અને મંદીરમાં જઈને ધાર્મીક કામમાં પણ મદદ કરતા.
સમય જગતમાં કોઇથીય પકડાય નહીં આપણે તેની સાથે ચાલવુ એ આપણી માણસાઈ અને ફરજ છે.
સંજય અને શનિ બંને સ્કુલમાં અન્ર કોલૅજમાં સાથે ભણતા હતા એટલે સમય સમય પ્રમાણે સાથે
રમતા ભણતા અને આનંદ પણ કરતા.ઘણા વર્ષો પહેલા તે મિત્રના પિતા હિમાલયની નજીક એક નાના
ગામમાં એક સંબંધીની દુકાન ચલાવવા જવુ પડયુ હતુ એટલે તે ત્યાંજ કામ કરતા હતા તેમની પત્ની
સાવિત્રીબેનને શંકર ભગવાન પર ઘણી શ્રધ્ધા અને વિશ્વાસ હતો એટલે તેને તો ઘણો જ આનંદ થયો
અને દીકરા સંજયને પણ સાથે રાખેલ.ઉંમર કોઇથી છુટે નહીં.સોળ વર્ષથી દુકાન સંભાળી ફરજ બજાવી
પિતાજીનુ તબીયત બગડતા અવશાન થયુ એટલે દીકરા સંજયની ફરજ થઈ અને દુકાન ચલાવવાનુ શરૂ
કર્યુ.સંજયભાઇ અને શનિભાઈ સાથે ભણતા હતા એટલે સમય મળતા ફોનથી વાત કરી આનંદ કરતા.
એક દીવસ સંજયભાઇની પત્નિએ તેમના પતિને હાર્ટ એટેક આવ્યો છે અને બી.પી. વધી ગયુ એટલે
તે ઇમરજંસીમાં દાખલ કર્યા છે તેવુ શનિભાઈને ફોનથી જણાવ્યુ.સમાચાર સાંભળી તેમને ઘણુ દુઃખ
થયુ તેમણે તેમની પત્નિને વાત કરી તેને પણ ઘણુ દુઃખ થયુ કારણ શનિભાઈને તે ભાઈ જેવા જ
સમજતી હતી.તેથી પતિની સાથે મંદીર જઈ શંકર ભગવાન અને કૃષ્ણ ભગવાનને દીવો કરી પ્રાર્થના
કરતા હતા.પચીસ દીવસ બાદ રાત્રે સાડા દસ વાગે સંજયભાઈના દીકરાનો ફોન આવ્યો કે કાકા
મારા પપ્પા દવાખાનામાં મૃત્યુ પામ્યા છે અને મમ્મી અત્યારે ખુબ રડે છે એટલે મેં તમને જણાવવા
ફોન કર્યો છે.સમાચાર સાંભળી શનિભાઈ પણ રડી પડયા દીકરાએ પપ્પાને બાથમાં લઈ કહ્યુ પપ્પા
જગતમાં કોઇપણ જીવની તાકાત નથી કે એ દેહ જીવ્યા કરે સમયે જીવ દેહ મુકી જતો રહેશે જો
ભગવાનની કૃપા હશે તો જીવને મુક્તિ મળશે ફરી દેહ લેવાની જરૂર નહીં પડે.
દસ દીવસ માનશીક અશક્તિને કારણે મિત્રને ઘેર ફોન ના કર્યો.શનિભાઈની પત્નીએ ફોનથી
વિનંતી કરીકે નિર્મળાબેન તમારે કોઇ કામની જરૂર હોય તો મારા દીકરાને ફોન કરી જણાવશો
તો તે મદદ કરી શકશે.દશ દિવસ પછી સંજયભાઇના દીકરા મહેશનો ફોન આવ્યો તેણે કાકાને
ફોનમાં વિનંતી કરી કે કાકા મારા પપ્પાની દુકાન અત્યારે બંધ કરવી પડી છે.કારણ હુ હજુ ભણુ
છુ.તમે થોડા સમય માટે અહી આવી દુકાન ચલાવી મદદ કરો તો અમને રાહત મળે.પછી સમય
આવતા હુ તે ચલાવીશ.આ વાત શનિભાઇએ મંદીર જતા પત્નિને વાત કરી કે સંજયભાઈના દીકરાને
હાલ દુકાન ચલાવવાની તકલીફ છે તેથી મને ત્યાં મદદ કરવા બોલાવે છે તો તને વાંધો ના હોય
તો એક બે વર્ષ તેને દુકાન ચલાવી મદદ કરવા એકલો ત્યાં જઉ.તો સંજયભાઇના દીકરા અને
નિર્મળાબેનને પરમાત્મા શાંંન્તિ આપે.આ સાંભળી તેમની પત્નિએ કહ્યુ કે તમને ફાવતુ હોય તો તમે
જાવ અને મદદ કરો.બીજે દીવસે સંજયભાઇના દીકરા મહેશને ફોન કરી જણાવ્યુ કે હું પરમદિવસે
એટલે કે મંગળવારે બપોરે ગાડીમાં આવી જઈશ તો તુ મને રેલ્વે સ્ટેશન પર લેવા આવી જજે. મહેશે
કહ્યુ સારુ કાકા હુ લેવા આવી જઈશ.
સોમવારે સવારે શનિભાઇએ સાથે લઈ જવાની બેગ તૈયાર કરી દીધી.સાંજે તેમની દીકરી ગોપીએ
મદદ કરી પપ્પાને રીક્ષામાં રવાના કર્યા.મંગળવારે બપોરે ત્યાં પહોંચી ગયા.તેમના મિત્રનો દીકરો મહેશ
તેમને લેવા આવી ગયો હતો.શનિકાકાને દુરથીજ ઓળખી લીધા નજીક આવી પગે લાગ્યો અને બોલ્યો
કાકા તમારો ધણો આભાર તમે મારા પપ્પાના પરમ મિત્ર છો.ચાલો આપણે રીક્ષામાં બેસી ઘેર જઈએ.
રીક્ષામાં કાકા સાથે વાત કરતા કહે છે કે કાકા મારા પપ્પાને તમારા માટે ઘણોજ પ્રેમ છે મારા ભાઈ
હેમંતને આ વર્ષે ભણતરમાં ડીગ્રી મળી ગઈ એટલે વકીલની ઓફીસમાં નોકરી મળી ગઈ પણ મારે હજુ
છ મહિના કૉલેજમાં ભણવાનુ છે પછી મને ડીગ્રી મળતા નોકરી મળી જશે.એટલે અત્યારે દુકાનની
તકલીફ જણાતા મમ્મીએ કહ્યુ કે પપ્પાના મિત્ર પણ મારા માટે તો મારા મોટાભાઈ જેવાજ શનિભાઈ છે.
અને તમારો પ્રેમ છે તો તમે સમયસર આવી ગયા.રિક્ષા દુકાન આગળ આવી એટલે મહેશે આંગળી
ચીંધીને કહ્યુ કે આ જે મહાદેવ ગ્રોશરી લખેલ છે તે અમારી દુકાન છે અને ઉપર બે માળનુ મકાન
દેખાય છે તે અમારુ ઘર છે.રિક્ષામાંથી ઉતરી દુકાનની બાજુના પગથીયા ચડી ઘરનો બેલ માર્યો.
ત્યાંજ નિર્મળાબેને બારણુ ખોલ્યુ અને તરત જ શનિભાઇને પગે લાગી બોલ્યા પધારો મોટાભાઈ બહેન
તમારી રાહ જુએ છે.શનિભાઇ બહેનને વ્હાલ કરી કહે તમે ચિંતા ના કરતા હુ ફરજ બજાવવા આવી
ગયો છુ.એટલામાં મોટો દીકરો હેમંત આવી ગયો અને કાકાને ભેટી પગે લાગ્યો.શનિભાઇને ઘણો
આનંદ થયોંઅહેશે તેમને રહેવાની રુમ બતાવી અને બીજી રુમો પણ બતાવી આ જોઇને શનિભાઇ
ખુબ આનંદ થયો એટલે બોલ્યા કે મને તો એવુ લાગે છે કે આપણે નડીયાદમાં આવી ગયા છીએ.
તમે ભગવાન ભોલેનાથની કૃપા મેળવીને જ પવિત્ર ગંગાની નજીકના ગામમાં આવી ગયા તે બહુજ
સારુ કહેવાય.
જગતમાં સમય કોઇથી પકડાય નહીં તમે જુઓ કે શનિભાઇ અહીં આવી તેમના મિત્રની
દુકાન ચલાવતા થયા.એક દિવસ સવારમાં એક ગ્રાહક આવ્યા શનિભાઇને જોઇ બોલ્યા તમે તો
ગુજરાતી જેવા દેખાવ છો,શુ તમે ગુજરાતી છો.શનિભાઈ કહે હા ભાઇ હુ ગુજરાતી અને મારુ નામ
શનિભાઇ શંકરભાઈ મહેતા છે હુ નડીયાદનો છુ.તમારુ નામ. મારુ નામ નંદીભાઇ ભગવાનદાસ રાવલ
અને હુ સુરતનો છુ અને મહીના માટે મારી દીકરીને ત્યાં આવ્યો છુ.તમને મળીને ધણો આનંદ થયો.
આપણો જીવ બહુ નશીબદાર કહેવાય કારણ દુનીયામાં ભારત જ પવિત્રભુમી છે.તેની સાબિતી એ છે
કે આ ધરતીપર ભગવાને પવિત્રદેહ લીધા છે જેમાં શ્રીશંકરભાઇ,શ્રીવિષ્ણુભાઈ,શ્રીરામભાઇ,શ્રીકૃષ્ણભાઇ,
શ્રીમતી પાર્વતીબેન,શ્રીમતી લક્ષ્મીબેન,શ્રીમતી સીતાબેન,શ્રીમતી રાધાબેન આ પવિત્ર જીવો જેણે ભારત
દેશમાં દેહ લીધો અને માનવીને પવિત્ર જીવન જીવવાની રાહ બતાવી દેહ મુકી વિદાય લીધી છે.એટલે
દેહ લીધો તેને મૃત્યુ મલે જ તે પવિત્ર સાચી વાત છે.એટલે મહત્વની વાત એ છે કે મળેલ દેહનુ જીવનનુ
ઝરણુ કઇ રીતે વહે છે.
==============================================================================
August 12th 2018
…..…..
. .શ્રાવણ માસ
તાઃ૧૨/૮/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રાવણ માસ એ પવિત્ર મહીનો,માનવજીવનને એ સ્પર્શી જાય
શ્રધ્ધાપ્રેમથી ભક્તિ માર્ગે ચાલતા,મળેલદેહનુ જીવન પાવનથાય
.....એજ કૃપા પિતા ભોલેનાથની જગતપર,અજબશક્તિ ધારણ કરી જાય.
નિર્મળ ભાવથી પુંજન કરતા,શ્રાવણ માસે પાવન ઘર થઈ જાય
ના અપેક્ષાના વાદળ સ્પર્શે,કે ના કોઇ મોહમાયાય સ્પર્શી જાય
પવિત્રમાસની અજબ શક્તિ છે અવનીપર,પ્રભુકૃપાએજ મેળવાય
વંદન કરી શ્રધ્ધાએ પગે લાગતા,મળેલ દેહની જ્યોત પ્રગટી જાય
.....એજ કૃપા પિતા ભોલેનાથની જગતપર,અજબશક્તિ ધારણ કરી જાય.
માનવદેહની એ પવિત્રકેડી,જે શ્રધ્ધાએ પુંજન અર્ચના કરાવી જાય
જીવને મળેલદેહ અવનીપર,કરેલકર્મના સંબંધ અનુભવ આપી જાય
પ્રેમ ભાવનાએ કરેલ ભક્તિ,મળેલદેહને નિર્મળ જીવનથી પ્રેરી જાય
સુખશાંન્તિનો સંગ મળે,જ્યાં પરમાત્માની કૃપાની વર્ષાજ થઈ જાય
.....એજ કૃપા પિતા ભોલેનાથની જગતપર,અજબશક્તિ ધારણ કરી જાય.
==========================================================
August 7th 2018
Shree Mridal Krishan Goswamiji
…..
.श्री मृदलजीको सप्रेम
ताः७/८/२०१८ प्रदीप ब्रह्मभट्ट
भक्तिप्रेमकी ज्योत पकडके,वृदावनसे लाकर भक्तोको प्रेम दे जाय
भागवतकथाकी पवित्रकेडीसे,राधाजीके संग श्रीकृष्णकी कृपा दे जाय
......येही पवित्रप्रेम पकडके,श्री मृदलजी ह्युस्टनमें प्रेमसे कथा कर जाय.
निर्मलभावसे कथा करे,जिससे भक्तोको पवित्रभक्तिमार्ग ही मीलजाय
पावनराहकी केडी पकडनेसे,कृपासे जीवको सुखशांन्ति भी मीलजाय
बांकेबिहारी परिवारका संग करनेसे,उज्वळ जीवननी केडी मीलजाय
येही पवित्रराह पकडके जीनेसे,श्रध्धा प्रेमकी वर्षा जीवनमे मीलजाय
......येही पवित्रप्रेम पकडके,श्री मृदलजी ह्युस्टनमें प्रेमसे कथा कर जाय.
भजनभक्तिकी पवित्रराह मीली मृदलजीसे,जो पावनदर्शनभी दे जाय
मानवताकी महेंक प्रसरती जीवनमे,जो जोजीवका जन्मसफल करजाय
पावनकर्मके संग भक्ति करके जीवनमें,हमे पावनभक्तिमार्ग दे जाय
परमात्माकी कृपा मीले भक्तोको,जो उनकी बताई राह से मील जाय
......येही पवित्रप्रेम पकडके,श्री मृदलजी ह्युस्टनमें प्रेमसे कथा कर जाय.
==========================================================
भगवान श्रीकृष्णकी परम कृपासे आप भागवत कथा करने ह्युस्टन पधारे ये
पवित्रयाद रूपे ये कविता आपको सब भक्तोकी यादके लीये सप्रेम भेंट.
ली.प्रदीप ब्रह्मभट्टके साथ सब भक्तोके जय श्री राधे कृष्ण.
August 1st 2018
પ્રેમી આગમન
હ્યુસ્ટન તાઃ૧/૮/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનરાહની કેડી મળી અમીતને,એ પિતા સુરેશભાઈનો નિખાલસપ્રેમ કહેવાય
પવિત્ર જીવન પકડી ચાલતા જીવનમાં,માતા પ્રફુલાબેનના આશીર્વાદ મળી જાય
.......પ્રભુ કૃપાએ સંસારમાં કુટુંબની મહેંક પ્રસરતા,જીવનમાં સુખશાંન્તિ મેળવાય.
મળ્યો ભરતકાકાનો પ્રેમ દુબઈમાં,સંગે નીલાકાકીનો અંતરથી પ્રેમ જ મળી જાય
પ્રેમનીગંગા જીવનમાં વહેતી રાખતા અમીતને,પત્ની નેહાનો સાથપણ મળી જાય
ભરતકાકાની લાડલી દીકરી હિમાને મળવા,પ્રેમ સંગે દુબઈથી હ્યુસ્ટન આવીજાય
સંસારની શીતળરાહ મળી વડીલના આશિર્વાદથી,જે સરળજીવન પણ આપીજાય
.......પ્રભુ કૃપાએ સંસારમાં કુટુંબની મહેંક પ્રસરતા,જીવનમાં સુખશાંન્તિ મેળવાય.
પકડીહાથ પત્ની નેહાનો દુબઈથી અમીત,બહેનહિમાને મળવા હ્યુસ્ટન આવી જાય
સંગે આવેલ દિકરા આર્યનનો જીવ હરખાયો,ફોઇના મોટાદીકરા વીરને ભેંટી જાય
દોડી આવ્યો નાનો દીકરો શોર્ય,પ્રેમથી વીરના નાના ભાઈ વેદને વ્હાલ કરી જાય
રવિકુમારને આનંદ અનેરો,જે પત્ની હિમાના કાકાના દીકરા અમીતને ઘુમાવી જાય
.......પ્રભુ કૃપાએ સંસારમાં કુટુંબની મહેંક પ્રસરતા,જીવનમાં સુખશાંન્તિ મેળવાય.
=============================================================