August 14th 2018

જીવનનુ ઝરણુ

.             .જીવનનુ ઝરણુ
તાઃ૧૪/૮/૨૦૧૮                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

     આજે સોમવારની સવાર થઈ એટલે શનિભાઈ સમયસર ઉઠીને ઘરમાં નાના મંદીરમાં 
ભગવાનને પગે લાગી દીવો અગરબત્તી કરી અને સુર્યદેવને વંદન કરી નીચે દુકાન ખોલવાની 
હતી એટલે તૈયાર થઈ ઉપલા માળેથી પગથીયા ઉતરી નીચે આવ્યા દુકાન ખોલી પગે લાગી 
અંદર આવી દીવો કરી કામકાજ શરૂ કર્યુ.દુકાનના માલિક તેમના ગુજરાતી મિત્ર સંજયભાઈ
છ મહિના પહેલા શરીરની બિમારીને કારણે દવાખાનામાં ઇમરજન્સીમાં દાખલ કર્યા હતા અને
મળેલદેહના જીવનનુ ઝરણુ ક્યારે અટકે તે કોઇને ખબર પડતી નથી.પંદરમા દિવસે હ્રદય બંધ
થઈ ગયુ જેથી સંજયભાઈનુ દવાખાનામાં જ મૃત્યુ થઈ ગયુ.આ બનાવની વાત તેમના પત્ની
નિર્મળાબેને તેમના અંગત મિત્ર શનિભાઈને ફોન કરી જણાવ્યુ કારણકે સંજયભાઈએ બિમારી
વખતે તેમની પત્નીને વાત કરી હતી કે મને કંઇ થાય તો તારે તારી જરૂરત માટે તારા ભાઈ
જેવા મારા અંગતમિત્ર સંજયભાઇને કહેજે તે ચોક્કસ અહીં આવી તને મદદ કરશે.એટલે જ
નિર્મળાબેને પોતાના બંન્ને દીકરાઓને વાત કરી ફોન કર્યો કારણ બંન્ને છોકરા હજુ ભણતા હતા.
અને દુકાનમાં ગ્રાહકો સારા આવતા હતા જેથી ઘરમાં આવક સારી હતી.અને સંજયભાઈએ
પત્નીને કહેલુ કે શનિભાઈનો દીકરો સારુ ભણ્યો એટલે તેની લાયકાતથી કૉલેજમાં પ્રોફેસરની
નોકરી મળી ગઈ.છેલ્લા પાંચ વર્ષથી તેણે તેના પપ્પાને કામઘંધામાંથી નિવૃત કરી દીધા હતા.
અને તેના લગ્ન પણ થઈ ગયા હતા તેની પત્નિ સારૂ ભણેલી અને વેબસાઈટ પર ઘેરથી જ 
કામ કરતી હતી એટલે શનિભાઈને ખુબ શાન્તિ હતી અને દીકરી પણ સારૂ ભણી તો સારા
છોકરા સાથે લગ્ન કરાવ્યુ તે જમાઈ અમેરીકામાં ભણ્યો અને ત્યાં નોકરી પણ મળી ગઈ એટલે
સારી પોઝીસન હતી તેના માબાપને યોગ્ય માહિતી મળતા શનિભાઈને મળ્યા અને તેમના દીકરા 
ની માહિતી આપી કે અમારો દીકરો જીગર અમેરીકાથી લગ્ન માટે બોલાવ્યો છે તો તે આવ્યો
છે.તમારી દીકરી ગોપી સારૂ ભણેલ છે તે બધી માહિતી મને મળી તો અમારી ઇચ્છા છે કે
મારા દીકરાને ભણેલ અને સંસ્કારી પત્ની મળે.એટલે અમે મુંબઇથી તમને મળવા અહીં આવ્યા
કારણ મારા ફોઇના દીકરા મનોહરભાઈ વડોદરા રહે છે તેમના મિત્રની તપાસથી તમારી દીકરીની
માહિતી મળી એટલે અમે મળવા આવ્યા છીએ.ભગવાનની કૃપાએ સમયસર લગ્ન થઈ ગયા અને
કાયદેસર હક્ક મળતા તે અમેરીકા પહોંચી ગઇ.એટલે શનિભાઈને બન્ને સંતાનોથી શાંન્તિ મળી ગઈ.
તેમના દીકરાએ તો ઘણા સમયથી પિતાને નિવૄત કરી દીધા એટલે શનિભાઈ સામાજીક સેવા કરતા
અને દુઃખી વ્યક્તિને મદદ પણ કરતા થઈ ગયા.અને મંદીરમાં જઈને ધાર્મીક કામમાં પણ મદદ કરતા.
સમય જગતમાં કોઇથીય પકડાય નહીં આપણે તેની સાથે ચાલવુ એ આપણી માણસાઈ અને ફરજ છે.
    સંજય અને શનિ બંને સ્કુલમાં અન્ર કોલૅજમાં સાથે ભણતા હતા એટલે સમય સમય પ્રમાણે સાથે
રમતા ભણતા અને આનંદ પણ કરતા.ઘણા વર્ષો પહેલા તે મિત્રના પિતા હિમાલયની નજીક એક નાના
ગામમાં એક સંબંધીની દુકાન ચલાવવા જવુ પડયુ હતુ એટલે તે ત્યાંજ કામ કરતા હતા તેમની પત્ની
સાવિત્રીબેનને શંકર ભગવાન પર ઘણી શ્રધ્ધા અને વિશ્વાસ હતો એટલે તેને તો ઘણો જ આનંદ થયો
અને દીકરા સંજયને પણ સાથે રાખેલ.ઉંમર કોઇથી છુટે નહીં.સોળ વર્ષથી દુકાન સંભાળી ફરજ બજાવી
પિતાજીનુ તબીયત બગડતા અવશાન થયુ એટલે દીકરા સંજયની ફરજ થઈ અને દુકાન ચલાવવાનુ શરૂ
કર્યુ.સંજયભાઇ અને શનિભાઈ સાથે ભણતા હતા એટલે સમય મળતા ફોનથી વાત કરી આનંદ કરતા.
એક દીવસ સંજયભાઇની પત્નિએ તેમના પતિને હાર્ટ એટેક આવ્યો છે અને બી.પી. વધી ગયુ એટલે
તે ઇમરજંસીમાં દાખલ કર્યા છે તેવુ શનિભાઈને ફોનથી જણાવ્યુ.સમાચાર સાંભળી તેમને ઘણુ દુઃખ
થયુ તેમણે તેમની પત્નિને વાત કરી તેને પણ ઘણુ દુઃખ થયુ કારણ શનિભાઈને તે ભાઈ જેવા જ
સમજતી હતી.તેથી પતિની સાથે મંદીર જઈ શંકર ભગવાન અને કૃષ્ણ ભગવાનને દીવો કરી પ્રાર્થના
કરતા હતા.પચીસ દીવસ બાદ રાત્રે સાડા દસ વાગે સંજયભાઈના દીકરાનો ફોન આવ્યો કે કાકા
મારા પપ્પા દવાખાનામાં મૃત્યુ પામ્યા છે અને મમ્મી અત્યારે ખુબ રડે છે એટલે મેં તમને જણાવવા 
ફોન કર્યો છે.સમાચાર સાંભળી શનિભાઈ પણ રડી પડયા દીકરાએ પપ્પાને બાથમાં લઈ કહ્યુ પપ્પા 
જગતમાં કોઇપણ જીવની તાકાત નથી કે એ દેહ જીવ્યા કરે સમયે જીવ દેહ મુકી જતો રહેશે જો
ભગવાનની કૃપા હશે તો જીવને મુક્તિ મળશે ફરી દેહ લેવાની જરૂર નહીં પડે.
    દસ દીવસ માનશીક અશક્તિને કારણે મિત્રને ઘેર ફોન ના કર્યો.શનિભાઈની પત્નીએ ફોનથી
વિનંતી કરીકે નિર્મળાબેન તમારે કોઇ કામની જરૂર હોય તો મારા દીકરાને ફોન કરી જણાવશો
તો તે મદદ કરી શકશે.દશ દિવસ પછી સંજયભાઇના દીકરા મહેશનો ફોન આવ્યો તેણે કાકાને 
ફોનમાં વિનંતી કરી કે કાકા મારા પપ્પાની દુકાન અત્યારે બંધ કરવી પડી છે.કારણ હુ હજુ ભણુ
છુ.તમે થોડા સમય માટે અહી આવી દુકાન ચલાવી મદદ કરો તો અમને રાહત મળે.પછી સમય
આવતા હુ તે ચલાવીશ.આ વાત શનિભાઇએ મંદીર જતા પત્નિને વાત કરી કે સંજયભાઈના દીકરાને
હાલ દુકાન ચલાવવાની તકલીફ છે તેથી મને ત્યાં મદદ કરવા બોલાવે છે તો તને વાંધો ના હોય
તો એક બે વર્ષ તેને દુકાન ચલાવી મદદ કરવા એકલો ત્યાં જઉ.તો સંજયભાઇના દીકરા અને 
નિર્મળાબેનને પરમાત્મા શાંંન્તિ આપે.આ સાંભળી તેમની પત્નિએ કહ્યુ કે તમને ફાવતુ હોય તો તમે
જાવ અને મદદ કરો.બીજે દીવસે સંજયભાઇના દીકરા મહેશને ફોન કરી જણાવ્યુ કે હું પરમદિવસે 
એટલે કે મંગળવારે બપોરે ગાડીમાં આવી જઈશ તો તુ મને રેલ્વે સ્ટેશન પર લેવા આવી જજે. મહેશે 
કહ્યુ સારુ કાકા હુ લેવા આવી જઈશ.
    સોમવારે સવારે શનિભાઇએ સાથે લઈ જવાની બેગ તૈયાર કરી દીધી.સાંજે તેમની દીકરી ગોપીએ
મદદ કરી પપ્પાને રીક્ષામાં રવાના કર્યા.મંગળવારે બપોરે ત્યાં પહોંચી ગયા.તેમના મિત્રનો દીકરો મહેશ
તેમને લેવા આવી ગયો હતો.શનિકાકાને દુરથીજ ઓળખી લીધા નજીક આવી પગે લાગ્યો અને બોલ્યો
કાકા તમારો ધણો આભાર તમે મારા પપ્પાના પરમ મિત્ર છો.ચાલો આપણે રીક્ષામાં બેસી ઘેર જઈએ.
રીક્ષામાં કાકા સાથે વાત કરતા કહે છે કે કાકા મારા પપ્પાને તમારા માટે ઘણોજ પ્રેમ છે મારા ભાઈ
હેમંતને આ વર્ષે ભણતરમાં ડીગ્રી મળી ગઈ એટલે વકીલની ઓફીસમાં નોકરી મળી ગઈ પણ મારે હજુ
છ મહિના કૉલેજમાં ભણવાનુ છે પછી મને ડીગ્રી મળતા નોકરી મળી જશે.એટલે અત્યારે દુકાનની 
તકલીફ જણાતા મમ્મીએ કહ્યુ કે પપ્પાના મિત્ર પણ મારા માટે તો મારા મોટાભાઈ જેવાજ શનિભાઈ છે.
અને તમારો પ્રેમ છે તો તમે સમયસર આવી ગયા.રિક્ષા દુકાન આગળ આવી એટલે મહેશે આંગળી
ચીંધીને કહ્યુ કે આ જે મહાદેવ ગ્રોશરી લખેલ છે તે અમારી દુકાન છે અને ઉપર બે માળનુ મકાન 
દેખાય છે તે અમારુ ઘર છે.રિક્ષામાંથી ઉતરી દુકાનની બાજુના પગથીયા ચડી ઘરનો બેલ માર્યો.
ત્યાંજ નિર્મળાબેને બારણુ ખોલ્યુ અને તરત જ શનિભાઇને પગે લાગી બોલ્યા પધારો મોટાભાઈ બહેન
તમારી રાહ જુએ છે.શનિભાઇ બહેનને વ્હાલ કરી કહે તમે ચિંતા ના કરતા હુ ફરજ બજાવવા આવી
ગયો છુ.એટલામાં મોટો દીકરો હેમંત આવી ગયો અને કાકાને ભેટી પગે લાગ્યો.શનિભાઇને ઘણો
આનંદ થયોંઅહેશે તેમને રહેવાની રુમ બતાવી અને બીજી રુમો પણ બતાવી આ જોઇને શનિભાઇ
ખુબ આનંદ થયો એટલે બોલ્યા કે મને તો એવુ લાગે છે કે આપણે નડીયાદમાં આવી ગયા છીએ.
તમે ભગવાન ભોલેનાથની કૃપા મેળવીને જ પવિત્ર ગંગાની નજીકના ગામમાં આવી ગયા તે બહુજ 
સારુ કહેવાય.
     જગતમાં સમય કોઇથી પકડાય નહીં તમે જુઓ કે શનિભાઇ અહીં આવી તેમના મિત્રની
દુકાન ચલાવતા થયા.એક દિવસ સવારમાં એક ગ્રાહક આવ્યા શનિભાઇને જોઇ બોલ્યા તમે તો
ગુજરાતી જેવા દેખાવ છો,શુ તમે ગુજરાતી છો.શનિભાઈ કહે હા ભાઇ હુ ગુજરાતી અને મારુ નામ
શનિભાઇ શંકરભાઈ મહેતા છે હુ નડીયાદનો છુ.તમારુ નામ. મારુ નામ નંદીભાઇ ભગવાનદાસ રાવલ
અને હુ સુરતનો છુ અને મહીના માટે મારી દીકરીને ત્યાં આવ્યો છુ.તમને મળીને ધણો આનંદ થયો.
આપણો જીવ બહુ નશીબદાર કહેવાય કારણ દુનીયામાં ભારત જ પવિત્રભુમી છે.તેની સાબિતી એ છે
કે આ ધરતીપર ભગવાને પવિત્રદેહ લીધા છે જેમાં શ્રીશંકરભાઇ,શ્રીવિષ્ણુભાઈ,શ્રીરામભાઇ,શ્રીકૃષ્ણભાઇ,
શ્રીમતી પાર્વતીબેન,શ્રીમતી લક્ષ્મીબેન,શ્રીમતી સીતાબેન,શ્રીમતી રાધાબેન આ પવિત્ર જીવો જેણે ભારત
દેશમાં દેહ લીધો અને માનવીને પવિત્ર જીવન જીવવાની રાહ બતાવી દેહ મુકી વિદાય લીધી છે.એટલે
દેહ લીધો તેને મૃત્યુ મલે જ તે પવિત્ર સાચી વાત છે.એટલે મહત્વની વાત એ છે કે મળેલ દેહનુ જીવનનુ
ઝરણુ કઇ રીતે વહે છે.
==============================================================================