December 31st 2013

વર્ષ ૨૦૧૪

.                    વર્ષ ૨૦૧૪

તાઃ૩૧/૧૨/૨૦૧૩                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબ લીલા છે અવિનાશીની,અવનીપર આગમને સમજાય
સમય ના પકડાય કોઇથી જગતમાં,તોય વર્ષતો વધતા જાય
.                  ……………….. અજબ લીલા છે અવિનાશીની.
જન્મ મળતા જીવને દેહથી,જેને બાળપણ છે એમ કહેવાય
સમયની ચાલતી નિર્મળ કેડીમાંજ,દેહે જુવાની આવી જાય
આજકાલને સમજી ચાલતા,૨૦૧૩ પછીવર્ષ ૨૦૧૪ દેખાય
ઉજ્વળ જીવનની રાહ મેળવવા,ભક્તિએ કૃપાપ્રભુની થાય
.                 ………………….અજબ લીલા છે અવિનાશીની.
નિર્મળ જીવનમાં મળતા,સંસ્કારની શીતળ કેડીને પકડાય
વડીલને પ્રેમે વંદનકરતાં,આશીર્વાદની ગંગા વહેતી જાય
ભુતકાળને ભુલી જઈને,જ્યાં આવતીકાલનો  વિચાર થાય
મળે કૃપાજલાસાંઇની,જે જીવને પવિત્રરાહ પણ આપીજાય
.               …………………. અજબ લીલા છે અવિનાશીની.

======================================

December 28th 2013

સાચુ સગપણ

.                 સાચુ સગપણ

તાઃ૨૮/૧૨/૨૦૧૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે માબાપનો પ્રેમ સંતાનને,જે દેહના સંબંધે સચવાય
સાચુ સગપણ પ્રેમનું જીવનમાં,જે સમય આવે સમજાય
.             …………………..મળે માબાપનો પ્રેમ સંતાનને.
ભાઇ બહેનનો પ્રેમ જીવનમાં,ક્યાંક સમયથી અટકાવાય
કળીયુગની નાની કાતરે,સાચો સંબંધ પણ વેડફાઇ  જાય
ના લાગણી કે પ્રેમ મળે જીવને,જ્યાં મોહમાયા છલકાય
દમડીની જ્યાં માયા લાગે,ત્યાંજ સંબંધને ભુલી જવાય
.             …………………..મળે માબાપનો પ્રેમ સંતાનને.
વણ કલ્પેલી આફતમળે જીવને,સગાસંબંધી ભાગીજાય
મળે પ્રેમનો સાથ સ્નેહીઓનો,જે સાચુ સગપણ કહેવાય
નિર્મળ ભાવના સંગે રાખીને,પ્રેમે હાથને એ પકડી જાય
પડતા તકલીફના સાગરમાં,મળેલ પ્રેમજ  ઉગારી જાય
.             …………………..મળે માબાપનો પ્રેમ સંતાનને.

+++++++++++++++++++++++++++++++++

December 27th 2013

અટલ વિશ્વાસ

.                 અટલ વિશ્વાસ

તાઃ૨૭/૧૨/૨૦૧૩                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળતાનો સંગ રાખતા,આ પામર જીવન પાવન થાય
અટલ વિશ્વાસની એક જ કેડીએ,આ જીવન ઉજ્વળ થાય
.                      ………………….નિર્મળતાનો સંગ રાખતા.
લઘર વઘર થઈ ચાલતી ગાડી,કળીયુગની એ છે કતાર
મનને મક્કમ રાખી ચાલતા,મળેલ જીવન નિર્મળ થાય
શ્રધ્ધા રાખીને ભક્તિ કરતાં,સંત જલાસાંઇની કૃપા થાય
અવનીપરનાઆગમનને અટકાવી,મુક્તિરાહ મળીજાય
.                      …………………..નિર્મળતાનો સંગ રાખતા.
મારૂતારૂની માયા કળીયુગી,ના કોઇ જીવથીય છટકાય
ભેટ દાનની છે ભીખ અનોખી,માનવતાને હટાવી જાય
મોહમાયાના એક જ સ્પર્શથી,આ જીવન લબદાઇ જાય
મળીજાય જીવને રાહમુક્તિની,અટલ વિશ્વાસે સહેવાય
.                     ……………………નિર્મળતાનો સંગ રાખતા.

=================================

December 26th 2013

ક્યાં મળે

.                            ક્યાં મળે        

તાઃ૨૬/૧૨/૨૦૧૩                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવીમનની શોધ અનેક,જેમાંઅવનીએ જીવન પુરૂ થાય
અહીતહીંની આંટીઘુટીમાંજ,ક્યાં મળેમાં સમયવેડફાઇ જાય
.                         …………………માનવીમનની શોધ અનેક.
અજબલીલા અવિનાશીની,ના જગતમાં કોઇથીય સમજાય
અવનીપરનુ આગમન એછે કર્મનીકેડી,દેહ મળતાજ દેખાય
પામર જીવને પવિત્ર કરવા,જીવથી સાચી ભક્તિરાહ લેવાય
મળે કૃપા સંત જલાસાંઇની,ત્યાં મળેલ જન્મ સફળ થઈ જાય
.                       ………………….. માનવીમનની શોધ અનેક.
મળેલ માનવ દેહ જીવને,જન્મ મરણની સમજણ આપી જાય
કળીયુગની આ મોહમાયાને છોડતા,સત્કર્મ જ જીવનમાં થાય
તનમનધનથી મુક્તિ પામવા,સાચી શ્રધ્ધાથીજ ભક્તિ થાય
મળે જ્યાં કૃપા શ્રીભોળાનાથની,અવનીનુ આગમન છુટીજાય
.                     ……………………..માનવીમનની શોધ અનેક.

===================================

 

December 23rd 2013

ભક્તિનો પથ

.                 ભક્તિનો પથ

તાઃ૨૩/૧૨/૨૦૧૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભોળાનાથની  ભક્તિકરતાં,જીવને સુખશાંન્તિ મળી જાય
મોહમાયાની ચાદર છુટતા,જીવનો જન્મ સફળ થઇ જાય
.                     …………………ભોળાનાથની  ભક્તિ કરતાં.
શીતળતાનો સંગ રહેતા,શ્રી ભોળાનાથની કૃપા થાય
પામર જીવને રાહમળતા,સાચો ભક્તિપથ મળી જાય
નિર્મળ ભાવનાએ પુંજન કરતાં,વ્યાધીઓ ભાગી જાય
પરમાત્માનીપરમકૃપાએ,જીવને રાહ સાચી મળીજાય
.                 ………………….. ભોળાનાથની  ભક્તિ કરતાં.
ધર્મ કર્મની કેડી સમજતા,સાચીમાનવતા મહેંકી જાય
અવનીપરના આગમનને બીરદાવતા,પુંજાપ્રેમે થાય
ભક્તિપથની અજબ શક્તિની,કૃપા જીવ પરથઈ જાય
જીવને મળેલ આમાનવદેહ ,ઉજ્વળ રાહને પક્ડી જાય
.                  ……………………ભોળાનાથની  ભક્તિ કરતાં.

==================================

 

 

 

December 22nd 2013

ધીરજની કેડી

.                  ધીરજની કેડી                                               

તાઃ૨૨/૧૨/૨૦૧૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે જીવને શીતળ રાહ,જ્યાં માનવતા મહેંકાય
સફળતાનો સંગ રહે,જ્યાં ધીરજની કેડી પકડાય
.                …………………મળે જીવને શીતળ રાહ.
સાગર જેવા સંસારમાં,અનંત આફત આવી જાય
નિર્મળતાનો સંગ રાખતા જ,કુદરતની કૃપા થાય
આવતી વ્યાધીને અટકાવે,જ્યાં ભક્તિપ્રેમે થાય
મોહમાયાના બંધનછુટતા, નિર્મળ રાહ મેળવાય
.               ………………….મળે જીવને શીતળ રાહ.
અપેક્ષાની કેડીને છોડતા,જલાસાંઇની કૃપા થાય
સતત સ્મરણને સાચવી લેતા,મનને શાંન્તિ થાય
આવી આંગણે સફળતા રહે,જ્યાં અપેક્ષાને છોડાય
ધીરજરાખી મહેનતકરતાં,સૌકામ સફળ થઈ જાય
.                  ………………..મળે જીવને શીતળ રાહ.

==============================

December 20th 2013

એક અપેક્ષા

.                      એક અપેક્ષા

તાઃ૨૦/૧૨/૨૦૧૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

અંતરની બસ એક જ અપેક્ષા,કે કૃપા કરજો મહાવીર
ઉજ્વળ જીવન ને પવિત્રરાહની,માગણી કરે છે જીવ
.           …………………અંતરની બસ એક જ અપેક્ષા.
મળેલ આ માનવ જન્મ જીવને,દેજો ભક્તિથી પ્રીત
લાગણી મોહને દુર રાખી,સરળ જીવનની દેજો રીત
જ્યોતપ્રેમની સદાવસાવી,નિર્મળતાથી કરજો જીત
આવીઆંગણે પ્રેમદેજો પ્રભુ,એજરાખીછે મનની જીદ
.           …………………અંતરની બસ એક જ અપેક્ષા.
માનવતા એક જ મહેંકથી,અનંત શાંન્તિ મળી જાય
પાવનકર્મની  કેડીપકડતા,આજન્મ સફળ થઈ જાય
જન્મ મૃત્યુના બંધન છુટતા,જલાસાંઇની કૃપા થાય
આજકાલને નેવે મુકતા,સમય નાકદી જીવેઅથડાય
.             ……………….અંતરની બસ એક જ અપેક્ષા.

===============================

December 19th 2013

આફત મળે

.                 આફત મળે

તાઃ૧૯/૧૨/૨૦૧૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ

આફતને ના માગે કોઇ,કે ના આફતે કોઇથી છટકાય
આફત એ કુદરતની કરામત,સમયથી એ સમજાય
.                      …………………આફતને ના માગે કોઇ.
જન્મમળે અવનીએ જીવને,અનેક આંટીઘુંટી અથડાય
સરળ જીવનની રાહ લેવાને,ના માગણીઓમાં ભમાય
કૃપાની કેડી પાવન જીવન કરે,જ્યાં ભક્તિસાચી થાય
મોહમાયાની રાહને છોડતા,સદમાર્ગે જીવ દોરાઇ જાય
.                      …………………આફતને ના માગે કોઇ.
આવતી આફતને ના અટકાવે કોઇ,ના કોઇથી બચાય
જીવને મળેલ ભક્તિની કેડી,પ્રભુનો પ્રેમ આપી જાય
મળે જ્યાં કૃપા જલાસાંઇની,ના વ્યાધી કોઇ અથડાય
નાઆફત મળે જીવનમાં દેહને,ઉજ્વળરાહ મળીજાય
.                     ………………….આફતને ના માગે કોઇ.

================================

 

 

December 16th 2013

ઉજ્વળ રાહ

.                    ઉજ્વળ રાહ

તાઃ૧૬/૧૨/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભણતરની સાચી  કેડીએ ચાલતા,જીવન ઉજ્વળ થાય
નિર્મળ ભક્તિ મનથી કરતાં,આ જન્મ સફળ થઈ જાય
.           ………………..ભણતરની સાચી  કેડીએ ચાલતા.
અવનીપરના આગમનથી,કળીયુગમાં આ જીવ ફસાય
મોહમાયાની ચાદર પડતાજ,કર્મની કેડી  બદલાઇ જાય
સમજણની સરળરાહ પકડતા,ભણતરનીકેડી મળી જાય
જ્ઞાનની સમજ મનનેમળતા,આવતી આફતથી છટકાય
.          …………………ભણતરની સાચી  કેડીએ ચાલતા.
ભક્તિભાવએ જ્યોત જીવની,જીવનેરાહ સાચી મળી જાય
મનથી કરેલ નિર્મળ ભક્તિએ,જલાસાંઇનીકૃપા થઈ જાય
એકજ દ્રષ્ટિ પરમાત્માનીપડતા,જીવને શાંન્તિ આપી જાય
અવનીથી જીવને વિદાય મળતા,સ્વર્ગનીસીડી મળી જાય
.         ………………….ભણતરની સાચી  કેડીએ ચાલતા.

================================

December 15th 2013

જય જલારામ

Jalaram,vadodara

 

 

 

 

 

 

 

 

 

.                      . જય જલારામ

તાઃ૧૫/૧૨/૨૦૧૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ

જય જય જલારામ બાપા,બોલો જય જય જલારામ
લઈને ભક્તિનો સંગાથ,બોલજો જય જય જલારામ.
.                   ………………બાપા જય જય જલારામ.
પાવન રાહ જીવનમાં દેજો,રહેજો પળપળ સંગે આજ
જન્મ મરણથી ખેંચી લેજો,દેજો જીવને મુક્તિની રાહ
મોહમાયાને દુર કરજો,જીવની ભક્તિમાં રહેજો સાથ
કર્મની કેડી ઉજ્વલ કરજો,જે જન્મ સફળ કરીદે આજ
.               ………………….બાપા જય જય જલારામ.
પરમાત્માની કૃપા પામવા,નિર્મળ  ભક્તિ દેજો આપ
માનવજીવન સાર્થકકરવા,રહેજો પળપળ મારીસાથ
જ્યોત જીવને દેજો પ્રેમની,ઉજ્વળ જીવન કરવાકાજ
અંત દેહનો આવે અવનીએ,પકડી લેજો જીવનો હાથ
.               ………………….બાપા જય જય જલારામ.

++++++++++++++++++++++++++++++++=

Next Page »