નિર્મળરાહે ભક્તિ
. નિર્મળરાહે ભક્તિ
તાઃ૪/૧૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનથી કરેલ નિર્મળ ભક્તિ,જીવને સદમાર્ગે દોરી જાય
મોહમાયાનાબંધન છુટતા,જીવના કર્મબંધન છુટી જાય
. …………………..મનથી કરેલ નિર્મળ ભક્તિ.
મળેલ જન્મ જીવને અવનીએ,કર્મની કેડીથી બંધાય
શીતળ જીવન પામી લેવા,નિર્મળ રાહે ભક્તિ કરાય
આવીઆંગણે પ્રેમ મળીરહે,જે મનને શાંન્તિ દઇજાય
નિર્મળતાના વાદળ ઘેરાતા,પાવનકર્મ જીવથીથાય
. ……………………મનથી કરેલ નિર્મળ ભક્તિ.
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં જીવ સદકર્મો કરી જાય
ઉજ્વળતાની નિર્મળકેડી મળતા,જીવ મુક્તિએ દોરાય
સતત સ્મરણ જલાસાંઇનુ કરતા,જન્મસફળ થઈ જાય
ભક્તિપ્રેમને પકડીચાલતા,જીવનેકર્મબંધન છોડીજાય
. …………………….મનથી કરેલ નિર્મળ ભક્તિ.
*********************************