December 31st 2018

૨૦૧૮ને વિદાય

.               .૨૦૧૮ને વિદાય        

તાઃ૩૧/૧૨/૨૦૧૮                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  

સમયને ના પકડાય કોઇથી જગતમાં,કે ના કદી કોઇથી તેનાથી છટકાય
મળેલ દેહને સંબંધછે સમયનો,જે દેહ પર અનુભવની ગંગા વહાવી જાય
......એ પ્રેરણા પરમાત્માની છે જીવ પર,જે નિર્મળસંગે સાચી સલાહ આપી જાય.
આવતીકાલને ઉજવળ કરવા માનવદેહે,શ્રધ્ધાભક્તિ સગે જીવન જીવાય
ના અપેક્ષાનો કોઇ મોહ રાખવો જીવનમાં,કે નાકોઇ ખોટોમાર્ગ પકડાય
સરળ જીવનની પાવનરાહે જીવતા,નાકદી કોઇ આફત પણ આવી જાય
૨૦૧૮ને વિદાયદેવા તૈયાર થઈજાવ,કારણ આવતીકાલે ૨૦૧૯ આવી જાય
......એ પ્રેરણા પરમાત્માની છે જીવ પર,જે નિર્મળસંગે સાચી સલાહ આપી જાય.
મોહ અડી ગયો જીવને મળેલ દેહને,એ કળીયુગની કાતરનો સાથ કહેવાય
માનવ જીવનને એ અહીંં તહીંં જકડે,જગતપર ના કોઇજ જીવથી છટકાય
ભુતકાળ એ ગઈકાલ કહેવાય અવનીપર,પણ આવતીકાલ સમજીને ચલાય
મળી જાય દેહને પ્રેમ નિખાલસ આજે,જે દેહની આવતીકાલ સુધારી જાય 
......એ પ્રેરણા પરમાત્માની છે જીવ પર,જે નિર્મળસંગે સાચી સલાહ આપી જાય.
==============================================================
     ૨૦૧૮ની સાલને આજે વિદાય આપવાની કારણ એ કુદરતની કેડી છે તેનાથી 
ના કોઇથી છટકાય પણ આવતીકાલ ૨૦૧૯ને પવિત્રરાહે લઈ જવા શ્રધ્ધા ભક્તિએ 
પ્રભુનુ પુંજન કરતા નિખાલસ જીવન દેહને મળી જાય.બાય બાય ૨૦૧૮.
=============================================================
December 30th 2018

પકડેલ પાવનરાહ

.               .પકડેલ પાવનરાહ 

તાઃ૨૮/૧૨/૨૦૧૮      (જન્મદીવસ)      પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કલમની પાવનરાહ પકડી સંગે ચાલતા,સુરેશભાઈનો આજે જન્મદીવસ ઉજવાય
મળેલ માનવદેહને ઉજવળ જીવનરાહે જીવતા,અનંતપ્રેમ પ્રભુકૃપાએ મળી જાય
......એજ પવિત્રરાહનો સંગ મળી જાય જગતપર,જે પકડેલ પાવનરાહ મળી કહેવાય.
પવિત્રકલમની કેડી કહેવાય સુરેશભાઈની,જે માતા સરસ્વતીની કૃપાથી મેળવાય
સરળ જીવનની રાહ મળે દેહને અવનીપર,એજ પવિત્ર કર્મના બંધનથી દેખાય 
પાવનકર્મની રાહમળી જીવનમાં,જ્યાં નિખાલસ જીવનસંગીનીનોસાથ મળી જાય
એ અદભુતલીલા પરમાત્માની સુરેશભાઈ પર,જે હ્યુસ્ટનના કલમપ્રેમીઓને દેખાય
......એજ પવિત્રરાહનો સંગ મળી જાય જગતપર,જે પકડેલ પાવનરાહ મળી કહેવાય.
પકડેલ કલમથી સરળસર્જન કરે હ્યુસ્ટનમાં,જે કલમપ્રેમીઓને પ્રેરણા આપી જાય
સફળતાનો સંગાથ દેખાય કલમપ્રેમીઓને,એ જ કલમને પાવનરાહથી પ્રેરી જાય
ના ક દી અપેક્ષા જીવનમાં અડી જાય,કે નાકોઇજ મોહનો સંગાથ પણ મેળવાય
એવા અમારા વ્હાલા કલમપ્રેમી સુરેશભાઈનો,આજે હેપ્પી બર્થડે ઉજવાઈ જાય
......એજ પવિત્રરાહનો સંગ મળી જાય જગતપર,જે પકડેલ પાવનરાહ મળી કહેવાય.
===================================================================
         હ્યુસ્ટનના સાહિત્ય સરીતાના સભ્ય અને કલમથી માતા સરસ્વતીનો પ્રેમ લેખકોને 
આપી જાય એવા અમારા વ્હાલા કલમપ્રેમી શ્રી સુરેશભાઈનો આજે જન્મદીવસ છે તે નિમીત્તે
આ કાવ્ય પ્રદીપ બ્રહ્મભટ્ટ સહિત કલમપ્રેમીઓના પ્રેમ સ્વરૂપે આભાર સહિત અર્પણ.
===================================================================
December 30th 2018

નજરની કેડી

.              .નજરની કેડી   

તાઃ૨૬/૧૨/૨૦૧૮                    પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પાવનકર્મની રાહ મળે જીવનમાં,જ્યાં સત્કર્મનો સંગાથ રાખીને જીવન જીવાય
અજબકૃપા પરમાત્માની અવનીપર,જે પવિત્રરાહે જીવતા સુખશાંંન્તિ દઈ જાય.
......જીવને પવિત્રકૃપાની રાહ મળે જગતપર.જ્યાં પરમાત્માની નજર દેહ પર પડી જાય.
કુદરતની પાવનકેડી જે જીવને મળેલ દેહને,જીવનમાં કર્મના વર્તનથી સમજાય
જન્મનો સંબંધ છે કરેલ કર્મની કેડીનો,જે જગતપર આવન જાવન આપી જાય
મળેલ માનવ દેહ જીવને અવનીપર,એ પરમાત્માની પાવન કૃપાએ જ મેળવાય
અનેકદેહ અવનીપર જીવોને મળે,જે થયેલકર્મથી સમયસમયે જન્મ મળતો જાય
......જીવને પવિત્રકૃપાની રાહ મળે જગતપર.જ્યાં પરમાત્માની નજર દેહ પર પડી જાય.
માગણી મોહનો સંબંધ એ મળેલ માનવદેહને,જે જીવને જન્મમરણથી સ્પર્શીજાય
પાવનકર્મનો સંગાથમળે માનવદેહને,જ્યાં પરમાત્માની પુંજા શ્રધ્ધાભાવનાએ થાય
મળેલ દેહની માનવતા પ્રસરે જીવનમાં,જે પળપળના વર્તનથી અવનીએ દેખાય
ના કોઇ અપેક્ષા દેહને અડે અવનીએ,કે મોહ માયાથી કોઇ વાંકીકેડી અડીજાય
......જીવને પવિત્રકૃપાની રાહ મળે જગતપર.જ્યાં પરમાત્માની નજર દેહ પર પડી જાય.
==================================================================
December 25th 2018

સ્વર્ગ વાસ

    
.              .સ્વર્ગવાસ 

તાઃ૨૪/૧૨/૨૦૧૮   (સોમવાર)      પ્રદીપ બ્રહ્મભટ્ટ

સોમવારના પવિત્ર દીવસે મારા પિતાજી,દેહ છોડી ભોલેનાથના શરણમાં જાય
મળેલ માનવદેહથી વિદાય લઈને,મારા વ્હાલા શ્રી શંકરભગવાનને ચરણે જાય
......એજ મારા પિતા પર પરમકૃપા થઈ,ડીસેંબર ૨૪ના રોજ જીવને મુક્તિ મળી ગઈ.
સમયની સાથે ચાલતા પિતાજી,પાવન ભક્તિની પવિત્રરાહે સંતાનને દોરી જાય
મળ્યો અમને અંતરનો પ્રેમ જલાસાંઇ કૃપાએ,જે અનુભવની ગંગા વહાવી જાય
ભણતરની પવિત્રકેડી પકડી સંતાનોએ,જે દેહને સન્માનની ચાદર ઓઢાડી જાય
સદગુંણનો સંગાથ મળતા જ જીવનમાં,અનેક જીવોને કૃપાએ સદમાર્ગે લઈ જાય
......એજ મારા પિતા પર પરમકૃપા થઈ,ડીસેંબર ૨૪ના રોજ જીવને મુક્તિ મળી ગઈ.
પવિત્રકેડીએ જીવનજીવતા પત્નીકમળાબેનના પવિત્રપ્રેમે પવિત્રસંતાન મળી જાય
ચાર દીકરા અને ચાર દીકરીઓ મળ્યા કૃપાએ,જે શ્રીભોલેનાથનો પ્રેમજ કહેવાય
સંસ્કાર સાચવી નિર્મળતા સંગે જીવતા,સંતાન ભણતરની જ્ઞાનગંગા વહાવી જાય
મળેલ દેહોને સાચીરાહ મળી ગઈ,જે માબાપની પાવનકૃપાએ સંતાનને લઈ જાય  
......એજ મારા પિતા પર પરમકૃપા થઈ,ડીસેંબર ૨૪ના રોજ જીવને મુક્તિ મળી ગઈ.
==================================================================
      મારા પુજ્ય પિતાજીએ તાઃ૨૪/૧૨/૨૦૧૮ના રોજ ન્યુયોર્કમાં દેહ મુક્યો તે નીમિત્તે
પરમકૃપાળુ શ્રી સ્વામીનારાયણ સહિત સંત શ્રી જલારામ અને શ્રી સાંઈબાબાને અંતરથી
પ્રાર્થના કરી વિનંતી કરીએ કે તે જીવને મુક્તિ આપી અખંડ શાંન્તિ આપે તે પ્રાર્થના
સહિત લી.પ્રદીપ,રમા,રવિ,દીપલ,નિશીત,હીમા,વિર,વેદના વંદન.
================================================================== 

 

December 24th 2018

ડમરુવાલે ભોલેબાબા

Image result for ભોલેબાબા
.           .ડમરુવાલે ભોલેબાબા
તાઃ૨૪/૧૨/૨૦૧૮                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

બમબમ ભોલે મહાદેવ હર,ડમડમ ડમરુવાલે પ્યારે શ્રી ભોલેનાથ
પાર્વતીજીના એ પતિ અવનીપર,અજબશક્તિ જીવોને આપીજાય
......એવા વ્હાલા ભોલેનાથને સોમવારે,પ્રેમથી શિંવલીંગ પર દુધ અર્ચના થાય. 
પરમ કૃપાળુ ને શક્તિશાળી છે,એ શંકર ભગવાન પણ કહેવાય
માયામોહને દુર રાખીને પુંજતા,પરમકૃપા ભોલેનાથની મળી જાય
ભાગ્યવિધાતા ગજાનંદ ગણપતીના,વ્હાલા પિતા પણ એ કહેવાય
ભક્તિનો સંગાથ મળે જીવનમાં,જીવને એ પાવન રાહે દોરી જાય
......એવા વ્હાલા ભોલેનાથને સોમવારે પ્રેમથી શિંવલીંગ પર દુધ અર્ચના થાય.
હરહર મહાદેવ હરના પાવનસ્મરણથી,જીવપર શાંંન્તિની વર્ષા થાય
પાવનકર્મનો સંગાથ જીવનમાં મળતા,ના કોઇજ માગણી અડીજાય
મળેલ માનવદેહને સંબંધ છે કરેલકર્મનો,દેહથી થતા કર્મથી દેખાય
નાકોઇ જ દેહથી છટકાય અવનીપર,મળેલ માનવદેહને એસમજાય 
......એવા વ્હાલા ભોલેનાથને સોમવારે પ્રેમથી શિંવલીંગ પર દુધ અર્ચના થાય.
===========================================================
December 20th 2018

પરમકૃપા માતાની

Related image

.                 .પરમકૃપા માતાની 

તાઃ૨૦/૧૨/૨૦૧૮                     પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમકૃપા મળી માતા સરસ્વતીની,હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓ થઈ જાય
અદભુત કેડી પકડી કલમની પ્રેમીઓએ,જે વાંચન કરનારને સમજાય
.....એજ કૃપા માતાની મળી લેખકોને,જે કલમથી જગતમાં આનંદ આપી જાય.
સમયનેસમજીને ચાલતા પ્રેમીઓને,માતાજી જીવને સદમાર્ગે દોરી જાય
મળેલ માનવદેહને સમજણનો સંગાથમળે,જે પવિત્રકલમથી અનુભવાય
નાઅપેક્ષાની કોઇકેડી અડે જીવને,જે મળેલ માનવદેહપાવન કરી જાય
સરળ જીવનનો સંગાથ મળે દેહને,જે કલમ પ્રેમીઓના પ્રેમે મળી જાય
....એજ કૃપા માતાની મળી લેખકોને,જે કલમથી જગતમાં આનંદ આપી જાય.
નિર્મળપ્રેમ મળે કલમપ્રેમીઓને,જે પ્રમુખ,ઉપપ્રમુખ,ખજાનચીથી મેળવાય
સમયસમયની સંગે ચાલતા કલમપ્રેમીઓને,દર મહિને આનંદ આપી જાય
એજ નિખાલસ પ્રેમ મળે કલમપ્રેમીઓને,જે હ્યુસ્ટનમાં પ્રેમથી મળી જાય
પરમ કૃપા માતાની મળે જીવને,પકડેલ કલમથી સૌને પ્રેરણા આપી જાય
....એજ કૃપા માતાની મળી લેખકોને,જે કલમથી જગતમાં આનંદ આપી જાય.
===========================================================
 હ્યુસ્ટનમાં ગુજરાતી કલમના ચાહકોને માતા સરસ્વતીની પરમકૃપા થતા દર મહિને
કલમપ્રેમીઓને ગુજરાતી સાહિત્ય સરીતાના પ્રમુખ,ઉપપ્રમુખ,ખજાનચીના પ્રેમથી મીટીંગનો
લાભ મળે છે જેમાં માતાનીકૃપાએ કલમથી જે લખાણ લખાયુ જે ઘણી વાર પ્રેરણા પણ
બની જાય અને કલમપ્રેમીઓને આનંદ આપે છે.
પ્રમુખ શ્રી સતીશભાઈ પરીખ,ઉપપ્રમુખ શ્રી નિતીનભાઇ વ્યાસ,
                              ખજાનચી શ્રી મનસુખભાઈ વાઘેલા
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તરફથી સંચાલકોને અને કલમપ્રેમીઓને પ્રેમથી પ્રણામ.
-----------------------------------------------------------------
December 19th 2018

સમજણ મળે

.               .સમજણ મળે
તાઃ૧૯/૧૨/૨૦૧૮                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળેલ માનવદેહને જીવનમાં સમયસમયના સંગે,સમજણનો સંગાથ મળી જાય
નિર્મળભાવના સંગે જીવન જીવતા દેહને,સત્કર્મનો સહવાસ જીવને દોરી જાય
......એ અદભુત લીલા પરમાત્માની અવનીપર,ના કદી મળેલ દેહથી કદીય છટકાય.
સરળસંગાથ મળે સંબંધીઓનો દેહને,જ્યાં નિખાલસ ભાવનાથી જીવન જીવાય
અગડમ બગડમને છોડીને ચાલતા જીવનમાં,આવતીઆફત પણદુર ચાલી જાય
પળેપળ પરમાત્માના આશીર્વાદ મળે દેહને,જયાં નિર્મળભાવનાએ ભક્તિ થાય
આંગણે આવી પ્રેમ મળે જીવનમાં,એતો અંતરના અદભુત સહવાસથી મેળવાય
......એ અદભુત લીલા પરમાત્માની અવનીપર,ના કદી મળેલ દેહથી કદીય છટકાય
મેં કર્યુ અને તેં કર્યુ એતોછે કળીયુગની કાતર,સમયસમયે જીવનેએ સ્પર્શી જાય
સરળ જીવનનો સંગાથ મળે દેહને,ત્યાં પાવનરાહની પવિત્રકેડી દેહને દોરી જાય
મળેલ માનવદેહ જીવને અવનીપર,એતો જીવના ગત જન્મે કરેલકર્મ લાવી જાય
સત્કર્મનો સંગાથ રાખતા જીવનમાં,નાકદી મોહ કે માયાનો સંગ પણ મળી જાય  
......એ અદભુત લીલા પરમાત્માની અવનીપર,ના કદી મળેલ દેહથી કદીય છટકાય
================================================================
December 18th 2018

કુદરતની પાવનકેડી

.               .કુદરતની પાવનકેડી          
તાઃ ૧૭/૧૨/૨૦૧૮                    પ્રદીપ બ્રહ્મભટ્ટ 
અજબશક્તિશાળી અવનીપર પરમાત્મા કહેવાય,જીવને પાવનકર્મથી સમજાય
પવિત્રકર્મનો સંગાથ મળે માનવદેહને જન્મથી,જે પરમાત્માનીજ કૃપા કહેવાય
......સરળ જીવનની રાહ મળી જાય દેહને,જ્યાં નિખાલસ ભાવથી શ્રધ્ધાભક્તિ કરાય.
કુદરતની પાવનકૃપામળે અવનીપર દેહને,ત્યાં જીવનમાં નાકોઇ અપેક્ષારખાય
નિર્મળ ભાવના સંગે નિખાલસપ્રેમ રાખતા,મળેલદેહને અનંતશાંંન્તિ મળીજાય
ના માગણી કે કોઇમોહ રહે જીવનમાં,જ્યાં પરમાત્માની પાવનકૃપા થઈ જાય
શ્રધ્ધાસંગે સંત જલાસાંઇની ભક્તિ કરતા,જીવને પાવનકર્મની રાહ મળી જાય
......સરળ જીવનની રાહ મળી જાય દેહને,જ્યાં નિખાલસ ભાવથી શ્રધ્ધાભક્તિ કરાય.
અનંત શક્તિશાળી પરમાત્મા છે જગતપર,જે દેહ ધારણકરી જીવને પ્રેરી જાય
અનેક સ્વરૂપે દેહ ધારણ કર્યોછે પરમાત્માએ,જે જીવને મુક્તિ માર્ગે લઈ જાય
મળેલ માનવદેહને આંગળીચીંધે,એજ પરમાત્માની પાવનકૃપા ભક્તિએ મેળવાય
સત્કર્મનો સંગાથ મળે જીવને,જે માનવદેહને જીવનમાં અનુભવ પણ આપી જાય
......સરળ જીવનની રાહ મળી જાય દેહને,જ્યાં નિખાલસ ભાવથી શ્રધ્ધાભક્તિ કરાય.
=================================================================

 

December 17th 2018

અપેક્ષા અડી

.            .અપેક્ષા અડી    

તાઃ૧૭/૧૨/૨૦૧૮                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અદભુતલીલા પરમાત્માની અવનીપર,સમયના સંગે મળેલ દેહને અડી જાય
સમજણનો સ્પર્શથતાં મળેલદેહને,જીવનમાં સુખદુઃખનો સંગાથ આપી જાય
......મળેલ કૃપા અવિનાશીની દેહને,જીવનમાં કળીયુગની કાતરને દુર કરી જાય.
સમયને સમજી ચાલતા જીવનમાં,સરળરાહના સંગાથે પાવનરાહ મળી જાય
પરમકૃપાળુ છે પરમાત્મા જગતમાં,જે શ્રધ્ધાભાવથી નિર્મળભક્તિએ સમજાય
માનવદેહને સમયનો સંગાથ મળતા,જીવનમાં ના કદીય અપેક્ષા અડી જાય
એજ પાવનકૃપા મળે પરમાત્માની,જે મળેલ દેહને અનંતશાંંન્તિ આપી જાય 
......મળેલ કૃપા અવિનાશીની દેહને,જીવનમાં કળીયુગની કાતરને દુર કરી જાય.
લાગણીમોહનો સંગાથમળે જીવને,એ કળીયુગ સંગે કુદરતની લીલા કહેવાય
ગઈકાલ આવતીકાલ એ સંબંધ છે દેહનો,પારખતા મળેલ દેહ સુખી થાય
અવનીપરનુ આગમન એ થયેલ કર્મનોસંબંધ,જે જીવને દેહમળતા સમજાય
પાવનરાહનો સંગાથમળે દેહને,જે પવિત્રસંતોના સહેવાસે શાંન્તિ આપીજાય
.....મળેલ કૃપા અવિનાશીની દેહને,જીવનમાં કળીયુગની કાતરને દુર કરી જાય.
=============================================================
December 16th 2018

મળ્યો પ્રેમ

.Image result for મહાલક્ષ્મી.
.                .મળ્યો પ્રેમ  

તાઃ૧૬/૧૨/૨૦૧૮                     પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળ્યો જીવનમાં પ્રેમ માતાલક્ષ્મીનો,જે નિર્મળશ્રધ્ધાએ કરેલ ભક્તિથી મેળવાય
જીવને મળેલ અનંત શાંંન્તિ જીવનમાં,પવિત્ર પાવનકર્મનો સંગાથ આપી જાય
.......ૐ મહાલક્ષ્મીયે નમો નમઃના સ્મરણથી,જીવનમાં પવિત્રભક્તિ માર્ગ મળી જાય.
માનવદેહ એ કૃપાપરમાત્માની જીવપર,જે સમજણનો સંગાથ જીવને દઈ જાય
કર્મના બંધન તો દેહને સમય સમયે દોરી જાય,ના કોઇથી જગતપર છટકાય
મળે સત્કર્મનો સંગાથ દેહને જીવનમાં,એ શ્રધ્ધાભાવથી કરેલ પુંજાથી મેળવાય
અદભુતકૃપા છે માતાની ભક્તોપર,મળેલદેહને સુખશાંંતિનો સંગાથ મળી જાય
.......ૐ મહાલક્ષ્મીયે નમો નમઃના સ્મરણથી,જીવનમાં પવિત્રભક્તિ માર્ગ મળી જાય.
માયાની કેડી ના મળે કે ના મોહ જીવનમાં અડી જાય,એ પાવનરાહ કહેવાય
માતા લક્ષ્મીની પવિત્રકૃપા દેહને સત્કર્મથી પ્રેરીજાય,જીવનમાં શાંંતિ મળી જાય
મળ્યો માતાનૉ પ્રેમ દેહને ત્યાં પરમાત્મા વિષ્ણુ ભગવાનની કૃપા પણ મેળવાય
એજ પાવનકર્મ દેહના શ્રધ્ધાભાવનાએ કરેલ ભક્તિએ,જીવને પાવનરાહ દઈજાય
.......ૐ મહાલક્ષ્મીયે નમો નમઃના સ્મરણથી,જીવનમાં પવિત્રભક્તિ માર્ગ મળી જાય.
================================================================

	
Next Page »