December 4th 2018

જાણી અજાણી

.           .જાણી અજાણી   

તાઃ૪/૧૨/૨૦૧૮               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જાણી અજાણી કેડી જીવનમાં,સમયના સંગે જીવને દોરી જાય
પાવનરાહના સંગે પવિત્રજીવન,એ નિર્મળભાવનાએ મળી જાય
......એજ કૃપા પરમાત્માની દેહ પર,સંગે સંતજલાસાંઇનો પ્રેમ મળી જાય.
મળેલ જીવનને સંગાથ મળે,જે સગાસંબંધીઓ મળતાજ દેખાય
પાવનકર્મની પવિત્રરાહે જીવતા,મળેલ દેહને સત્કર્મ આપી જાય
માગણી મોહનો સ્પર્શના થતા,દેહને પવિત્રરાહે પણ દોરી જાય
મૃત્યુજન્મનો સંબંધછે જીવને,જે દેહથી આવનજાવન આપીજાય
......એજ કૃપા પરમાત્માની દેહ પર,સંગે સંતજલાસાંઇનો પ્રેમ મળી જાય.
કુદરતની કેડીનો સંબંધ અવનીએ,મળેલ જીવને કર્મ આપી જાય
અવનીપરના આગમનવિદાય,જે પ્રભુકૃપાએ શાંન્તિપણ દઈ જાય
અજબકૃપાળુ છે પરમાત્મા,જે શ્રધ્ધાએ ભક્તિકરતા કૃપા કરીજાય
જીવનો સંબંધ જગતપર કર્મથી,જે પ્રભુકૃપાએ મુક્તિરાહ દઈ જાય
......એજ કૃપા પરમાત્માની દેહ પર,સંગે સંતજલાસાંઇનો પ્રેમ મળી જાય.
========================================================