December 31st 2018

૨૦૧૮ને વિદાય

.               .૨૦૧૮ને વિદાય        

તાઃ૩૧/૧૨/૨૦૧૮                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  

સમયને ના પકડાય કોઇથી જગતમાં,કે ના કદી કોઇથી તેનાથી છટકાય
મળેલ દેહને સંબંધછે સમયનો,જે દેહ પર અનુભવની ગંગા વહાવી જાય
......એ પ્રેરણા પરમાત્માની છે જીવ પર,જે નિર્મળસંગે સાચી સલાહ આપી જાય.
આવતીકાલને ઉજવળ કરવા માનવદેહે,શ્રધ્ધાભક્તિ સગે જીવન જીવાય
ના અપેક્ષાનો કોઇ મોહ રાખવો જીવનમાં,કે નાકોઇ ખોટોમાર્ગ પકડાય
સરળ જીવનની પાવનરાહે જીવતા,નાકદી કોઇ આફત પણ આવી જાય
૨૦૧૮ને વિદાયદેવા તૈયાર થઈજાવ,કારણ આવતીકાલે ૨૦૧૯ આવી જાય
......એ પ્રેરણા પરમાત્માની છે જીવ પર,જે નિર્મળસંગે સાચી સલાહ આપી જાય.
મોહ અડી ગયો જીવને મળેલ દેહને,એ કળીયુગની કાતરનો સાથ કહેવાય
માનવ જીવનને એ અહીંં તહીંં જકડે,જગતપર ના કોઇજ જીવથી છટકાય
ભુતકાળ એ ગઈકાલ કહેવાય અવનીપર,પણ આવતીકાલ સમજીને ચલાય
મળી જાય દેહને પ્રેમ નિખાલસ આજે,જે દેહની આવતીકાલ સુધારી જાય 
......એ પ્રેરણા પરમાત્માની છે જીવ પર,જે નિર્મળસંગે સાચી સલાહ આપી જાય.
==============================================================
     ૨૦૧૮ની સાલને આજે વિદાય આપવાની કારણ એ કુદરતની કેડી છે તેનાથી 
ના કોઇથી છટકાય પણ આવતીકાલ ૨૦૧૯ને પવિત્રરાહે લઈ જવા શ્રધ્ધા ભક્તિએ 
પ્રભુનુ પુંજન કરતા નિખાલસ જીવન દેહને મળી જાય.બાય બાય ૨૦૧૮.
=============================================================