December 30th 2018

પકડેલ પાવનરાહ

.               .પકડેલ પાવનરાહ 

તાઃ૨૮/૧૨/૨૦૧૮      (જન્મદીવસ)      પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કલમની પાવનરાહ પકડી સંગે ચાલતા,સુરેશભાઈનો આજે જન્મદીવસ ઉજવાય
મળેલ માનવદેહને ઉજવળ જીવનરાહે જીવતા,અનંતપ્રેમ પ્રભુકૃપાએ મળી જાય
......એજ પવિત્રરાહનો સંગ મળી જાય જગતપર,જે પકડેલ પાવનરાહ મળી કહેવાય.
પવિત્રકલમની કેડી કહેવાય સુરેશભાઈની,જે માતા સરસ્વતીની કૃપાથી મેળવાય
સરળ જીવનની રાહ મળે દેહને અવનીપર,એજ પવિત્ર કર્મના બંધનથી દેખાય 
પાવનકર્મની રાહમળી જીવનમાં,જ્યાં નિખાલસ જીવનસંગીનીનોસાથ મળી જાય
એ અદભુતલીલા પરમાત્માની સુરેશભાઈ પર,જે હ્યુસ્ટનના કલમપ્રેમીઓને દેખાય
......એજ પવિત્રરાહનો સંગ મળી જાય જગતપર,જે પકડેલ પાવનરાહ મળી કહેવાય.
પકડેલ કલમથી સરળસર્જન કરે હ્યુસ્ટનમાં,જે કલમપ્રેમીઓને પ્રેરણા આપી જાય
સફળતાનો સંગાથ દેખાય કલમપ્રેમીઓને,એ જ કલમને પાવનરાહથી પ્રેરી જાય
ના ક દી અપેક્ષા જીવનમાં અડી જાય,કે નાકોઇજ મોહનો સંગાથ પણ મેળવાય
એવા અમારા વ્હાલા કલમપ્રેમી સુરેશભાઈનો,આજે હેપ્પી બર્થડે ઉજવાઈ જાય
......એજ પવિત્રરાહનો સંગ મળી જાય જગતપર,જે પકડેલ પાવનરાહ મળી કહેવાય.
===================================================================
         હ્યુસ્ટનના સાહિત્ય સરીતાના સભ્ય અને કલમથી માતા સરસ્વતીનો પ્રેમ લેખકોને 
આપી જાય એવા અમારા વ્હાલા કલમપ્રેમી શ્રી સુરેશભાઈનો આજે જન્મદીવસ છે તે નિમીત્તે
આ કાવ્ય પ્રદીપ બ્રહ્મભટ્ટ સહિત કલમપ્રેમીઓના પ્રેમ સ્વરૂપે આભાર સહિત અર્પણ.
===================================================================
December 30th 2018

નજરની કેડી

.              .નજરની કેડી   

તાઃ૨૬/૧૨/૨૦૧૮                    પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પાવનકર્મની રાહ મળે જીવનમાં,જ્યાં સત્કર્મનો સંગાથ રાખીને જીવન જીવાય
અજબકૃપા પરમાત્માની અવનીપર,જે પવિત્રરાહે જીવતા સુખશાંંન્તિ દઈ જાય.
......જીવને પવિત્રકૃપાની રાહ મળે જગતપર.જ્યાં પરમાત્માની નજર દેહ પર પડી જાય.
કુદરતની પાવનકેડી જે જીવને મળેલ દેહને,જીવનમાં કર્મના વર્તનથી સમજાય
જન્મનો સંબંધ છે કરેલ કર્મની કેડીનો,જે જગતપર આવન જાવન આપી જાય
મળેલ માનવ દેહ જીવને અવનીપર,એ પરમાત્માની પાવન કૃપાએ જ મેળવાય
અનેકદેહ અવનીપર જીવોને મળે,જે થયેલકર્મથી સમયસમયે જન્મ મળતો જાય
......જીવને પવિત્રકૃપાની રાહ મળે જગતપર.જ્યાં પરમાત્માની નજર દેહ પર પડી જાય.
માગણી મોહનો સંબંધ એ મળેલ માનવદેહને,જે જીવને જન્મમરણથી સ્પર્શીજાય
પાવનકર્મનો સંગાથમળે માનવદેહને,જ્યાં પરમાત્માની પુંજા શ્રધ્ધાભાવનાએ થાય
મળેલ દેહની માનવતા પ્રસરે જીવનમાં,જે પળપળના વર્તનથી અવનીએ દેખાય
ના કોઇ અપેક્ષા દેહને અડે અવનીએ,કે મોહ માયાથી કોઇ વાંકીકેડી અડીજાય
......જીવને પવિત્રકૃપાની રાહ મળે જગતપર.જ્યાં પરમાત્માની નજર દેહ પર પડી જાય.
==================================================================