December 30th 2018

નજરની કેડી

.              .નજરની કેડી   

તાઃ૨૬/૧૨/૨૦૧૮                    પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પાવનકર્મની રાહ મળે જીવનમાં,જ્યાં સત્કર્મનો સંગાથ રાખીને જીવન જીવાય
અજબકૃપા પરમાત્માની અવનીપર,જે પવિત્રરાહે જીવતા સુખશાંંન્તિ દઈ જાય.
......જીવને પવિત્રકૃપાની રાહ મળે જગતપર.જ્યાં પરમાત્માની નજર દેહ પર પડી જાય.
કુદરતની પાવનકેડી જે જીવને મળેલ દેહને,જીવનમાં કર્મના વર્તનથી સમજાય
જન્મનો સંબંધ છે કરેલ કર્મની કેડીનો,જે જગતપર આવન જાવન આપી જાય
મળેલ માનવ દેહ જીવને અવનીપર,એ પરમાત્માની પાવન કૃપાએ જ મેળવાય
અનેકદેહ અવનીપર જીવોને મળે,જે થયેલકર્મથી સમયસમયે જન્મ મળતો જાય
......જીવને પવિત્રકૃપાની રાહ મળે જગતપર.જ્યાં પરમાત્માની નજર દેહ પર પડી જાય.
માગણી મોહનો સંબંધ એ મળેલ માનવદેહને,જે જીવને જન્મમરણથી સ્પર્શીજાય
પાવનકર્મનો સંગાથમળે માનવદેહને,જ્યાં પરમાત્માની પુંજા શ્રધ્ધાભાવનાએ થાય
મળેલ દેહની માનવતા પ્રસરે જીવનમાં,જે પળપળના વર્તનથી અવનીએ દેખાય
ના કોઇ અપેક્ષા દેહને અડે અવનીએ,કે મોહ માયાથી કોઇ વાંકીકેડી અડીજાય
......જીવને પવિત્રકૃપાની રાહ મળે જગતપર.જ્યાં પરમાત્માની નજર દેહ પર પડી જાય.
==================================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment