July 31st 2012

નિર્મળ પ્રેમ

.                       .નિર્મળ પ્રેમ

તાઃ૩૧/૭/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ પ્રેમથી ભક્તિ કરતાં,મળતી વ્યાધીઓ ભાગી ગઈ
જલાસાંઇની પરમ કૃપાએ,જીવનમાં શાંન્તિય આવી ગઈ
.                      ………………..નિર્મળ પ્રેમથી ભક્તિ કરતાં.
શ્રધ્ધાનીસાંકળ છે ન્યારી,જીવને સાચીરાહપણ મળી ગઈ
પ્રેમભાવના સંગે રાખતાં,જીવનમાં સૌની પ્રીત મળી ગઈ
માન અપમાનને નેવે મુકતાં,મનની મુંઝવણો ભાગી ગઈ
શીતળતાના સહવાસે જીવનમાં,ના આશાઓ કોઇ જ રહી
.                    ………………….નિર્મળ પ્રેમથી ભક્તિ કરતાં.
જાગીને જોતા જીવનમાં ભઈ,કળીયુગની કાતર છે અહીં
સાચવતાનીરાહ જોતાં જીવનમાં,નિર્મળતા આવતી ગઈ
પ્રેમ એતો છે પાવનકેડી જીવની,જે ભક્તિએ સંધાઇ ગઈ
આશીર્વાદની શીતળ વર્ષા,ને માતાની મમતા મળી ગઈ
.                    …………………નિર્મળ પ્રેમથી ભક્તિ કરતાં.

+++++++++++++++++++++++++++++++++++

July 30th 2012

મળેલ ચાવી

.                     .મળેલ ચાવી

તાઃ૩૦/૭/૨૦૧૨                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરતો જીવનમાં કાંઇ એવું,જે યાદ રહે જીવનમાં એવું
નિર્મળતાની ચાવી લઈ,ભક્તિસંગપ્રેમ પામી હુ જીવું
.                     ………………કરતો જીવનમાં કાંઇ એવું.
કરુણા એ છે કરતારનીકૃપા,સાચીરાહ મેળવતા જાણું
પામુ સૌનો પ્રેમ જીવનમાં,ના બીજુ જીવનમાં હું માગું
વડીલને વંદન કરતાં પ્રેમે,જીવનમાં નિર્મળતા માણું
સદા વરસતી સ્નેહગંગાએ,મારું જીવન ઉજ્વળ પામું
.                   ………………..કરતો જીવનમાં કાંઇ એવું.
મનથી ભક્તિ કરતાં જલાસાંઇની,પ્રેમાળ પંથને માણુ
સરળતાનીકેડી મળે જીવનમાં,મોહમાયા સંગેહું લાગુ
પામર જીવની છે શ્રધ્ધા ન્યારી,સાચી ભક્તિ એ જાણુ
વરસે સંતની કૃપા જીવ પર,ફરી અવનીપર ના આવું
.                    ……………….કરતો જીવનમાં કાંઇ એવું.

+……….+…………+………..+…………+……….+…………+

July 29th 2012

સાચી સમજ

.                                 સાચી સમજ

તાઃ૨૯/૭/૨૦૧૨                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

.             .અમેરીકા આવવાના મોહને કોઇ રોકી  શકતુ નથી કારણ અહીંથી
ભારત જનારા લોકો ત્યાં જઈને પોતાના અહંમને સાથે રાખી અમેરીકા આમ
અમેરીકા તેમ બોલે એટલે નિર્દોષ અને નિખાલસ જીવો વાતોમાં ફસાઇ જાય
આ અમેરીકા જ્યાં………..
*   નોકરી ના હોય તો આખો દીવસ ઘરમાં જ ભરાઇ રહેવાનું.
*   ઘરમાં ઇલેક્ટ્રીક ના હોય તો જીવન જીવવુ અશક્ય લાગે કારણ ઘરમાં દરેક
જગ્યાએ લાઇટની જરૂર પડે રસ કાઢવો હોય કે મીક્શ કરવુ હોય કે પછી ઠંડી
કે ગરમી મેળવવી હોય તો જરૂર પડે જ કારણ સાધન વગર તે શક્ય નથી.
*   ઘરમાંથી મંદીર જવુ હોય કે શાકભાજી લેવા તો મોટર વગર જવાય જ નહીં
અને મોટર માટે પેટ્રોલ જોઇએ એટલે કે નાણા વગર નો નાથીયો ના રહેવાય.
*   દેશમાં એવો દેખાવ કરવો કે સંતાનને માબાપ પ્રત્યે એટલો બધો પ્રેમ છે કે
તેમને પોતાની પાસે અમેરીકા બોલાવે છે પણ હકીકતમાં મોટા ભાગે માબાપને
અહીં બોલાવી સરકારના પૈસા મેળવવાનો પ્રયત્ન કરી લાભ લેવો નહીંતો પછી
ધરડા ઘરમાં મુકી દેવા જ્યાં સરકારના પૈસા કે જે ભીખ જ કહેવાય તે મેળવી
પરાણે જીવવું અને ખુણામાં બેસી રડવું. (આ પ્રસંગ મેં અહીં જોયો છે)
*   અહીં આવ્યા બાદ જ્યારે માબાપને સાચો ખ્યાલ આવે ત્યારે મોં બંધ રાખી
જીવવું પડે છે કારણ પોતાના સંસ્કાર એજ સાચવે છે.
*   ધરડા ઘરમાં મુકેલા માબાપ અમેરીકામાં ફાધર ડે અને મધર ડે ની રાહ જુએ છે
કારણ તે દીવસે કમસે કમ સંતાનના સંતાન જોવાની તક મળે બાકી તો હાયબાય
ફોન પર મળતી હોય છે.
*   આ દેખાવની દુનીયા જ છે પણ કમસે કમ આપણા હિન્દુ મંદીરમાં સંસ્કાર દેખાય
કારણ શનિ,રવિ ઘરમાં ખાવા કરવાની શાંન્તિ.મંદીરમાં જઈ લોકોને મળવું મોટી
મોટી વાતો કરવી એ પ્રથા થઈ ગઈ છે.
*    અહીંયા આવી મંદીરમાં વધારે ભરાઇ રહેવાથી ધણા લોકોને આનંદ થાય છે
કારણ અહીં મંદીરમાં દેખાવ કરવાથી ધણા લાભ મળે છે.જે અહીં આવ્યા બાદ
ખબર પડે છે.સાધુ હોય કે સત્સંગી બધાને લહેર છે.
*    આ દેશમાં ડૉક્ટર થઈ જીવવામાં શાંન્તિ છે કારણ તેમણે આપેલ એક દવાની
આડ અસરમાં કાયમ દર્દી મળી રહે એટલે આવક માં વાધો નહી અને વિમા નો
ધંધો કરનાર પણ ભુખે ના મરે કારણ અહીંયા વિમો એ જરૂરી માર્ગ બતાવ્યો છે.
*    આ દેશમાં આવી ત્યાં સારુ ભણેલાને પણ મજુરી કરતાં અને ત્યાંના ભણતરની
અહીં કોઇ કિંમત નથી તે પણ મેં જાતે જોયેલ છે.

=++++++++++++++++++++++++++++++++++++++++++++++++=

July 27th 2012

કૃપા કરજો

.

 

.

.

.

.

.

.

.

 

.                   .કૃપા કરજો

તાઃ૨૭/૭/૨૦૧૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ મારી પ્રેમે સ્વીકારી,કરજો કૃપા દીનદયાળ
મળેલ જન્મ સાર્થક કરી,છોડજો જીવનની ઝંઝાળ
.                  ………………ભક્તિ મારી પ્રેમે સ્વીકારી.
મોહમાયા અળગી રાખી,મળજો માનવતા પ્રેમાળ
શીતળ સવાર ને સાંજ મળે,ને જીવન આ મહેંકાય
છે કૃપાળુ સંતજલાસાંઇ,જે સાચીભક્તિએ સહેવાય
તન મન ધનથી શાંન્તિ મળતાં,વ્યાધી ભાગી જાય
.                  ………………ભક્તિ મારી પ્રેમે સ્વીકારી.
કર્મનાબંધન જીવને સ્પર્શે,ના કોઇથીય દુર જવાય
સંગરહે જ્યાં કર્મનોજગે,ત્યાં સમજીવિચારીજીવાય
પ્રેમથીએકજ માળાકરતાં,મળેલજીવન મહેંકી જાય
નાદેખાવની ભક્તિ સ્પર્શે જીવને,કેના મોહ ભટકાય
.                  ……………….ભક્તિ મારી પ્રેમે સ્વીકારી.

+++++++++++++++++++++++++++++++++++++

July 26th 2012

શાને મળે?

.                   .શાને મળે?

તાઃ૨૬/૭/૨૦૧૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ દેહ તો મુક્તિ માગે,લઈ દેહ જીવ ભટકાય
કરુણા કરુણા કરતાં કરતાં,વ્યાધીઓ વધતી જાય
.                 ………………માનવ દેહ તો મુક્તિ માગે.
કર્મનીકેડી જીવને મળે અવનીએ,સૌને મળી જાય
માનવતાની  મહેંક પ્રસરે,જે દેહે વર્તનથી દેખાય
કરેલ કર્મની સીડી ચઢવા,જગે નાકોઇથી છટકાય
માનવ મનની એજ આશા,વ્યાધી શાને મળીજાય
.               ………………..માનવ દેહ તો મુક્તિ માગે.
નિર્મળતાનો સંગ છુટે,ત્યાં તકલીફોજ મળતી જાય
સરળતાની રાહને શોધતાં,ના માર્ગ જીવને દેખાય
ભક્તિનીએક નાનીકેડીએ,આ જન્મસફળ થઈજાય
મુક્તિનો અણસારમળે,જ્યાં ભક્તિ માર્ગમળી જાય
.               ………………..માનવ દેહ તો મુક્તિ માગે.

=================================

July 25th 2012

કદર પ્રેમની

.                    .કદર પ્રેમની

તાઃ૨૫/૭/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનને આવી મળે શાંન્તિ,જ્યાં નિર્મળ જીવન હોય
પ્રેમનીગંગા વહે જીવનમાં,જ્યાં પ્રેમની કદર હોય
.            …………………મનને આવી મળે શાંન્તિ.
માનવતાની મહેંક અનોખી,જે સંસ્કારથી મળી હોય
પ્રેમની પાવન કેડીના સંગે,આ જીવન ઉજ્વળ હોય
સુખ સાગરની  કૃપા અનોખી,લાયકાતે મળતી હોય
માગણીમોહને માળીએમુકતા,સાચોપ્રેમ મળતોહોય
.              …………………મનને આવી મળે શાંન્તિ.
સરળ જીવનની કેડી ન્યારી,સરળ સ્નેહ ભરેલી હોય
નિખાલસતાનો સંગ  મળે,જ્યાં માબાપની કૃપા હોય
ભક્તિ ભાવની સરળ રાહે,જીવને શાંન્તિ મળતી હોય
કદરપ્રેમની મનથી કરતાં,સાચી રાહ જ મળતી હોય
.             …………………  મનને આવી મળે શાંન્તિ.

======================================

July 24th 2012

પવિત્ર માસ

.                 .પવિત્ર માસ

તાઃ૨૪/૭/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

મતીને મળે ગતિ જીવનમાં,જ્યાં મનથી મહેનત થાય
સરળતાની મળી  જાય સાંકળ,જ્યાં ભક્તિ સાચી થાય
.                   …………………. મતીને મળે ગતિ જીવનમાં.
મળેલ જન્મ સાર્થક થઇજાય,જ્યાં સરળ જીવન જીવાય
કર્મના બંધન સાચવી ચાલતાં,માનવતાય  મહેંકી જાય
ભક્તિ કેરા સંગથી જીવનમાં,મળેલ જન્મ સફળ દેખાય
હિન્દુ ધર્મની સુંદર કેડી,પવિત્ર શ્રાવણ માસે જ મહેંકાય
.                 …………………….મતીને મળે ગતિ જીવનમાં.
સુર્યોદયનો સહવાસ મળતાં,પ્રભાતે પુંજન અર્ચન થાય
વ્રતઉપવાસની કેડીને પકડતાં,ધન્ય જીવન થતુ દેખાય
સતત સ્મરણ પ્રભુનુંકરતાં,જીવેઅનંત શાંન્તિ મળીજાય
ઉજ્વળ રાહ મળતાં અવનીએ,આજન્મ સફળ થઈ જાય
.                  …………………….મતીને મળે ગતિ જીવનમાં.

***************************************************

July 23rd 2012

પ્રેમથી ભક્તિ

.                    .પ્રેમથી ભક્તિ

તાઃ૨૩/૭/૨૦૧૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ ભાવથી ભક્તિ કરતાં,પ્રભુ કૃપાજ થઈ જાય
શ્રધ્ધા રાખી પ્રભુને ભજતાં,જન્મ સફળથઈ જાય
.                ……………….પ્રેમ ભાવથી ભક્તિ કરતાં.
મોહ માયાને દુર કરતાં,જીવને શાંન્તિ મળી જાય
આધીવ્યાધીને આઘી મુકતાં,નિર્મળ જીવન થાય
લીલાકુદરતનીઅવનીએ,સાચીભક્તિએ સમજાય
શાંન્તિનોસહવાસ મળતાં,જીવને મુક્તિમળી જાય
.              ………………..પ્રેમ ભાવથી ભક્તિ કરતાં.
સરળ જીવનની સાચી કેડી,પ્રભુભક્તિએ મેળવાય
નિર્મળતાના વાદળવરસે,ને પ્રેમ સૌનો મળીજાય
પ્રભુકૃપાની હેલી મળતાં,કળીયુગ દુર ભાગી જાય
આવીઆંગણે મળે પ્રેમપ્રભુનો,એજભક્તિ કહેવાય
.              …………………પ્રેમ ભાવથી ભક્તિ કરતાં.

+++++++++++++++++++++++++++++

July 22nd 2012

સમી સાંજે

.                    સમી સાંજે

તાઃ૨૨/૭/૨૦૧૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ

સ્નેહ મળે જ્યાં સમી સાંજે,ત્યાં સૌને આનંદ થાય
નિખાલસ પ્રેમની ગંગા વહેતા,મન મારું હરખાય
.                     ………………..સ્નેહ મળે જ્યાં સમી સાંજે.
શિયાળાની સમી સાંજે,દેહે  શીતળતા મળી જાય
સુખની લહેર જીવનમાં મળતાં,હૈયે આનંદ થાય
કુદરતની છે અસીમકૃપા,માનવમનને દોરી જાય
શાંન્તિનોસહવાસમળતાં,જીવ રાજીરાજી થઈજાય
.                     ………………..સ્નેહ મળે જ્યાં સમી સાંજે.
ઉનાળાની સમી સાંજે,જગતના સૌ જીવો અકળાય
આકુળ વ્યાકુળ મન ભટકતાં,મુંઝવણો આવી જાય
દેહનીવ્યાધી જીવનમાં મળતાં,ના રસ્તાઓ દેખાય
અહીં તહીં ભટકી રહેતા દીવસમાં,રાત્રીજ પડી જાય
.                    …………………સ્નેહ મળે જ્યાં સમી સાંજે.
મેઘરાજાની  મોસમ આવે,ત્યાં ના કોઇથીય છટકાય
વાદળ ગાજેને વિજળીજોતાં,દેહો આશરે આવી જાય
પરમકૃપાપરમાત્માની,શીતળ સમી સાંજ મળી જાય
અજબલીલા અવિનાશીની,જે જગે માનવીને દેખાય
.                     ………………..સ્નેહ મળે જ્યાં સમી સાંજે.

======================================

 

July 22nd 2012

શેરડી ધામ

.

 

 

 

 

 

 

 

 

.

.

.

.

.                  .શેરડી ધામ

તાઃ૨૨/૭/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાંઇનામનું ગુંજન સાંભળી,મન મારું મલકાય
શેરડીધામે સાંઇને જોતાં,જન્મસફળ થઈ જાય
.                 ……………….સાંઇનામનું ગુંજન સાંભળી.
પ્રેમ મળે સાંઇબાબાનો,ત્યાં માનવજાત હરખાય
ભેદભાવને દુરકરી જીવો,પ્રભુકૃપા મેળવતાજાય
માનવતાની મહેંક પ્રસરાવી,બાબાએ દીધી રાહ
પ્રેમ ભક્તિની રાહ મળતાં,સૌ દર્શન કરતા જાય
.                ………………..સાંઇનામનું ગુંજન સાંભળી.
સાંઇસાંઇની ધુનકરતાં,માનવીને સ્નેહ મળી જાય
સરળ જીવનની સાંકળ જોતાં,બાબા ખુબ હરખાય
સાંઇ સ્મરણની એક જ લીલા,ના ભેદભાવ દેખાય
ભક્તિ જીવની સંગે રાખતાં,મોહમાયા ભાગી જાય
.              …………………સાંઇનામનું ગુંજન સાંભળી.

=================================

Next Page »