July 10th 2012

શું મળ્યુ?

.                   .શું મળ્યું?

તાઃ૧૦/૭/૨૦૧૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ

અંતરની જે હતી લાગણી,પ્રેમથી મેં આપી દીધી ભઈ
નાઅપેક્ષા રાખી જીવનમાં,તોય નાલાગણી જોઇ અહીં
.                   ……………….અંતરની જે હતી લાગણી.
કળીયુગની આ  અસર જોઇને,મનમાં દુઃખ થાય છે ભઇ
ક્યાંથી આ સહવાસ મળ્યોમને,જે અંતરથી મળ્યો નહીં
નિર્મળશાંન્તિ સંગે રાખી જીવતાં,સાચો પ્રેમ જોયો નહીં
દેખાવની આહવા લઇને આવ્યા,નાઅંતરની પ્રીત લઈ
.                   ………………. અંતરની જે હતી લાગણી.
કેડીપ્રેમની સંગેરાખતાં મને,જલાસાંઇની કૃપામળીગઈ
નાઆવે ઉભરો કે દેખાવમને,એજસાચી પ્રીતથઈનેરહી
કુદરતનો આ અજબ રીસ્તો,ના અભિમાને દેખાય ભઈ
અંતે જીવનેસમજણ આવીગઈ,શું મળ્યું?અંતરથી અહીં
.                   …………………અંતરની જે હતી લાગણી.

++++++++++++++++++++++++++++++++++++