July 31st 2012

નિર્મળ પ્રેમ

.                       .નિર્મળ પ્રેમ

તાઃ૩૧/૭/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ પ્રેમથી ભક્તિ કરતાં,મળતી વ્યાધીઓ ભાગી ગઈ
જલાસાંઇની પરમ કૃપાએ,જીવનમાં શાંન્તિય આવી ગઈ
.                      ………………..નિર્મળ પ્રેમથી ભક્તિ કરતાં.
શ્રધ્ધાનીસાંકળ છે ન્યારી,જીવને સાચીરાહપણ મળી ગઈ
પ્રેમભાવના સંગે રાખતાં,જીવનમાં સૌની પ્રીત મળી ગઈ
માન અપમાનને નેવે મુકતાં,મનની મુંઝવણો ભાગી ગઈ
શીતળતાના સહવાસે જીવનમાં,ના આશાઓ કોઇ જ રહી
.                    ………………….નિર્મળ પ્રેમથી ભક્તિ કરતાં.
જાગીને જોતા જીવનમાં ભઈ,કળીયુગની કાતર છે અહીં
સાચવતાનીરાહ જોતાં જીવનમાં,નિર્મળતા આવતી ગઈ
પ્રેમ એતો છે પાવનકેડી જીવની,જે ભક્તિએ સંધાઇ ગઈ
આશીર્વાદની શીતળ વર્ષા,ને માતાની મમતા મળી ગઈ
.                    …………………નિર્મળ પ્રેમથી ભક્તિ કરતાં.

+++++++++++++++++++++++++++++++++++