July 3rd 2012

જન્મદીનની વધાઇ

.

.

.

.

.

.

.

.

.

.

.

.                       જન્મદીનની વધાઇ

તાઃ૩/૭/૨૦૧૨      (૩/૭/૧૯૬૦)          પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મદીનની વધાઇ દેતા,આજે  મન મારુ હરખાય
આજકાલના સંગે રહેતા,રમાની ઉંમર વધતી જાય.
.                   ………………..જન્મદીનની વધાઇ દેતા.
એક બે ગણતા ગણતા આજે,વર્ષગાંઠ ઉજવાઇ જાય
સરળ જીવનમાં  સાથ રહેતા,જલાસાંઇની દ્રષ્ટિ થાય
પ્રેમની પાવન કેડી રાખતાં,રવિ દીપલ ખુબ હરખાય
ઉજ્વળ કેડી સંતાનની જોતાં,મને આનંદ ઘણો થાય
.                  ………………… જન્મદીનની વધાઇ દેતા.
પ્રેમ મળ્યો તેને માતા પિતાનો,જે સંસ્કારથી  દેખાય
ભક્તિભાવની કેડી સંગે જીવનમાં,મહેનત ખુબ થાય
આજકાલની રાહનાજોતા,સંસારી જીવન મહેંકી જાય
કૃપા મળશે જલાસાંઇની તેને,એવાઆશીર્વાદ દેવાય
.                   …………………જન્મદીનની વધાઇ દેતા.

*********************************************************

.             મારી જીવનસંગીની અ.સૌ. રમાની આજે જન્મ જયંતી છે.
આજે તેને ૫૩મુ વર્ષ બેસે છે.જગતમાં સંસારી સંત પુજ્ય જલારામ
બાપા અને પુજ્ય સાંઇબાબાને અંતરથી પ્રાર્થના હુ,રવિ,દીપલ કરીએ
છીએ કે તેને સ્વાસ્થ સહીત લાંબું આયુષ્ય આપે અને વાણી વર્તન પર
કૃપા કરે તેવી પ્રાર્થના.
લી.   પ્રદીપ,રમા,રવિ,અ.સૌ.હિમા,દીપલ અને નિશીત કુમાર ના
જય જલારામ, જય સાંઇરામ.