July 16th 2012

જીવની લાયકાત

.                 જીવની લાયકાત

તાઃ૧૬/૭/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના માગણી એ મળે લાયકાત,કે ના દેખાવે દુનીયા
મનથીમહેનત સંગેરાખતાં,જન્મસફળ થાય મળતા
.               ………………..ના માગણી એ મળે લાયકાત.
આંગળી પકડી ચાલે માનવી,રાહસાચી મળી જાય
મળે સૌનો પ્રેમ જીવને,જ્યાં સાચોસ્નેહ આવી જાય
સંગાથીઓનો સાથ મળે,ને વ્યાધીઓય ભાગીજાય
નિર્મળતાના વાદળ મળતાં,સુખ શાંન્તિ મળી જાય
.              …………………ના માગણી એ મળે લાયકાત.
અહંકારના વાદળ લેતાં,જીવનમાંપ્રેમ અળગો થાય
મારું તારુંની આ અજબલીલા,અનુભવેજ મળી જાય
કળીયુગીમાયાની આકેડી,માનવીને દુઃખઆપી જાય
સરળતાએસમજ પડતાંજીવને,સૌનેએ સન્માનીજાય
.               …………………ના માગણી એ મળે લાયકાત.

+++++++++++++++++++++++++++++++++++++

July 16th 2012

ઉગમણી ઉષા

.                 .ઉગમણી ઉષા

તાઃ૧૬/૭/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉગમણી ઉષા ઓળખાય,જ્યાં સુર્યનો ઉદય થાય
આથમણીસુર્યાસ્ત કહેવાય,જ્યાંથીરાત્રીને સહેવાય
.                        ………………..ઉગમણી ઉષા ઓળખાય.
ઉજળી સવાર મળે માનવીને,જ્યાં સુર્ય દર્શન થાય
તનમનધનની કૃપા મળે જીવે,જ્યાં સુર્યદેવ પુંજાય
સંસ્કાર પ્રેમની જ્યોતમળે,ને ધન્ય જીવન પણથાય
કુદરતની આઅજબલીલા,મળેજન્મસફળ થઇ જાય
.                      ………………….ઉગમણી ઉષા ઓળખાય.
જન્મમરણ છે દેહનોસંબંધ,જે જગતજીવથીસહેવાય
અવનીપરના આગમને,જીવથી પ્રભુભક્તિ મેળવાય
અંતરથી જ્યાંથાય પુંજા,ત્યાં સરળકામ સૌ થઈજાય
મૃત્યુ મળતાં દેહથી જીવને,મુક્તિ માર્ગજ મળી જાય
.                       …………………ઉગમણી ઉષા ઓળખાય.

===================================