July 6th 2012

પકડાયેલી કેડી

.                    પકડાયેલી કેડી

તાઃ૬/૭/૨૦૧૨                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીંદગી મળે જીવને જગતપર,એ અવનીએ દેહ કહેવાય
કર્મના સીધાસંબંધે મળે છે જીવને,અવતરણ એ કહેવાય
.                    ……………….જીંદગી મળે જીવને જગતપર.
માનવજીવનમાં મહેંકમળે,જે દેહનાસીધા વર્તને જ દેખાય
કર્મનાબંધન તો સાથે રાખે,જગતમાં ના કોઇથીય છટકાય
મળેલ સંસ્કાર એજ મુડી જીવની,જે સાચી કેડીએ લઈ જાય
પકડાયેલી કેડી જીવનમાં,સહવાસે સુખ શાંન્તિજ દઈ જાય
.                  …………………. જીંદગી મળે જીવને જગતપર.
અદભુતછે ભક્તિનીકેડી જગતમાં,જીવનેસદમાર્ગે લઈ જાય
મુક્તિ કેરા માર્ગની દોરી જીવને,અધોગતીથી બચાવી જાય
સાચાસંતની કૃપા નિરાળી,મળતાં જીવને મુક્તિમાર્ગ દેખાય
અંતનીવ્યાધી નાદેહને જગે,જ્યાંજીવને ઉત્તમકેડી મળીજાય
.                   …………………..જીંદગી મળે જીવને જગતપર.

+++++++++++++++++++++++++++++++++++++++++