July 30th 2012

મળેલ ચાવી

.                     .મળેલ ચાવી

તાઃ૩૦/૭/૨૦૧૨                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરતો જીવનમાં કાંઇ એવું,જે યાદ રહે જીવનમાં એવું
નિર્મળતાની ચાવી લઈ,ભક્તિસંગપ્રેમ પામી હુ જીવું
.                     ………………કરતો જીવનમાં કાંઇ એવું.
કરુણા એ છે કરતારનીકૃપા,સાચીરાહ મેળવતા જાણું
પામુ સૌનો પ્રેમ જીવનમાં,ના બીજુ જીવનમાં હું માગું
વડીલને વંદન કરતાં પ્રેમે,જીવનમાં નિર્મળતા માણું
સદા વરસતી સ્નેહગંગાએ,મારું જીવન ઉજ્વળ પામું
.                   ………………..કરતો જીવનમાં કાંઇ એવું.
મનથી ભક્તિ કરતાં જલાસાંઇની,પ્રેમાળ પંથને માણુ
સરળતાનીકેડી મળે જીવનમાં,મોહમાયા સંગેહું લાગુ
પામર જીવની છે શ્રધ્ધા ન્યારી,સાચી ભક્તિ એ જાણુ
વરસે સંતની કૃપા જીવ પર,ફરી અવનીપર ના આવું
.                    ……………….કરતો જીવનમાં કાંઇ એવું.

+……….+…………+………..+…………+……….+…………+