November 30th 2020

ભોલે મહાદેવ

 %%%%હર હર મહાદેવ.... - ગુજરાતી કલાકારો ની મોજેમોજ | Facebook%%%%   
.              .ભોલે મહાદેવ               
તાઃ ૩૦/૧૧/૨૦૨૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

બમબમ ભોલે મહાદેવનુ સ્મરણ કરતા,પાર્વતીપતિ ભોલેનાથની કૃપા થાય 
અજબકૃપાળુ પરમાત્મા ભારતની ભુમી પર,જે પવિત્ર ગંગાને વહાવી જાય
....એવા પરમકૃપાળુ શંકર ભગવાન,જે વિઘ્નવિનાયક શ્રીગણેશના પિતા પણ કહેવાય.
પવિત્રદેહ લઈ અવનીપર આવ્યા,એ અજબશક્તિશાળી ભોલેનાથ કહેવાય
ભારતની ભુમીપર ગંગાજળ વહાવ્યુ,જે માનવદેહને અંતે મુક્તિ આપી જાય
પવિત્ર સંતાન શ્રી ગણેશનુ આગમન કર્યુ,જે માતા પાર્વતીની કૃપા કહેવાય
દુનીયામાં પુત્ર શ્રીગણેશ,માનવદેહના ભાગ્ય વિધાતા ગજાનંદથી ઓળખાય
....એવા પરમકૃપાળુ શંકર ભગવાન,જે વિઘ્નવિનાયક શ્રીગણેશના પિતા પણ કહેવાય.
શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરતા ભોલેનાથની,જીવને મળેલદેહને સુખ મળીજાય
શિવલીંગ પર દુધથી અર્ચના કરતા,ભોળાનાથની પાવનકૃપા જીવ પર થા ય
મળેલદેહને પાવન પવિત્રરાહ મળે જીવનમાં,જે અનંતકૃપાએ શાંંતિ દઈજાય
ના કોઈજ અપેક્ષારહે જીવનમાં,એ જીવને જન્મમરણના બંધનથી છોડીજાય 
....એવા પરમકૃપાળુ શંકર ભગવાન,જે વિઘ્નવિનાયક શ્રીગણેશના પિતા પણ કહેવાય.
*********************************************************************
November 29th 2020

પરમકૃપાળુ માતા

*****.માં દુર્ગા માતાનાં ૧૦૮ નામ ….. | જય મહાકાળી માં !*****

           . પરમકૃપાળુ માતા      
તાઃ૨૯/૧૧/૨૦૨૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ માનવદેહના જીવને પાવનરાહ મળે,જ્યાં નિર્મળરાહે ભક્તિ થાય
પરમકૃપાળુ માતા દુર્ગાની કૃપા મળે,જ્યાં શ્રધ્ધાભાવનાથીજ પૂજન કરાય
.....એજ માતા છે જગતમાં,જેના નવરાત્રીમાં માતાના નવ સ્વરૂપના દર્શન થાય.
ભારતની ભુમીને પવિત્ર કરવા,અનેક સ્વરૂપ લઈ પરમાત્મા દેહ લઈજાય
અવનીપર આગમન કરી મળેલદેહને,ભક્તિમાર્ગની પાવનરાહ આપી જાય
નવદુર્ગાના સ્વરૂપને પવિત્રરાહે પગે લાગતા,માતાની પરમકૃપા મળી જાય
ૐ હ્રીં દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાનુ સ્મરણ કરતા,મળેલદેહ પર કૃપાથઈ જાય
.....એજ માતા છે જગતમાં,જેના નવરાત્રીમાં માતાના નવ સ્વરૂપના દર્શન થાય.
કુદરતની પાવનકૃપા ભારત પર,જ્યાં અનેકદેહ લઈ પરમાત્મા આવી જાય
પવિત્રરાહે જીવન જીવવા,અનેક ધાર્મીક મદીર હીંન્દુધર્મના પણ થઈ જાય
આશિર્વાદ મળે વ્હાલા માતા દુર્ગાના,જે મળેલદેહના જીવને અનુભવ થાય
અનેક સ્વરૂપ માતાના હતા,જે પવિત્રનવરાત્રીએ ભક્તોને દર્શનથી દેખાય 
.....એજ માતા છે જગતમાં,જેના નવરાત્રીમાં માતાના નવ સ્વરૂપના દર્શન થાય.
****************************************************************
November 28th 2020

ભક્તિપ્રેમની જ્યોત

   Photo of શ્રી સાઈબાબા જનસેવા ટ્રસ્ટ આણંદ દ્વારા દેવ દિવાળીના દિવસે અન્નકુટનું આયોજન   
     (શ્રી સાઈબાબા જનસેવા ટ્રસ્ટ, આણંદ)
.          .ભક્તિપ્રેમની જ્યોત  
તાઃ૨૮/૧૧/૨૦૨૦             પ્રદીપ બ્રહ્મભટ્ટ  
પવિત્રકૃપા મળે પરમાત્માની દેહને,જ્યાં શ્રધ્ધાથી સાંઇબાબાની પુંજા થાય
મળેલદેહના જીવનેપાવનરાહ મળે,જ્યાં પવિત્ર સાંઇબાબાની કૃપા મેળવાય 
....એજ કૃપા પ્રભુની ભારતની ધરતીપર,જે મળેલદેહની માનવતા મહેંકાવી જાય.
શેરડી ગામમાં માનવદેહને રાહ દેવા પધાર્યા,જ્યાં દ્વારકામાઈ મળી જાય
નિર્મળ ભાવનાથી સાંઇબાબાની એવા કરતા,પવિત્રમાર્ગ દેહથી મેળવાય
ભોજનની પરમકૃપા શેરડીમાં કરી,જે સાંઇબાબાના મળેલદેહને શાંંતિથાય
ભક્તિમાર્ગથી આંગળી ચીંધી દેહને,જે શ્રધ્ધાસબુરીથી દેહપર કૃપાકરીજાય
....એજ કૃપા પ્રભુની ભારતની ધરતીપર,જે મળેલદેહની માનવતા મહેંકાવી જાય.
જીવે લીધેલદેહને સમયની સાંકળ અડે,જે કળીયુગની કેડીએજ મળી જાય
અનેક સંબંધ છે દેહને થયેલ કર્મથી,જે માનવદેહને જીવનમાં સ્પર્શી જાય
ધર્મ અને કર્મની પવિત્રકેડી મળે દેહને,જ્યાં મળેલદેહની માનવતા સમજાય
હીંદુ મુસ્લીમ શીખ ઇસાઈ અનેક કુળને,સંત સાંઇની કૃપાએ નાદુર રખાય
....એજ કૃપા પ્રભુની ભારતની ધરતીપર,જે મળેલદેહની માનવતા મહેંકાવી જાય.
*************************************************************
November 26th 2020

શેરડી સાંઈ

***જાણો શિરડીના સાંઈબાબાનો ઇતિહાસ અને તેમના અનેક પરચાઓ.. | Apnu Bhavnagar***

             .શેરડી સાંઈ  
તાઃ૨૬/૧૧/૨૦૨૦              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
પાવનકૃપા કરી પરમાત્માએ,જે સંત સાંઇબાબાના આગમનથી દેખઈ
નિર્મળ જીવનની રાહ લઈને પધાર્યા,જે શેરડીગામને પવિત્ર કરી જાય
...એવો પાવનપ્રેમ મળે બાબાનો,જે માનવદેહના જીવને જન્મમરણથી સમજાઈ જાય.
પવિત્રભુમી ભારતછે અવનીપર,જ્યાં પરમાત્મા અનેકદેહથી આવી જાય
શ્રધ્ધાપ્રેમથી ભક્તિ કરતા પરમાત્માની,જીવને જન્મમરણથી જ સમજાય
અવનીપરનુ આગમન વિદાય,એ સંબંધ જીવનો થયેલ કર્મથી મેળવાય
મળેલ માનવદેહ એજ કૃપા પ્રભુની,જે જીવને પ્રાણી પશુથી છોડી જાય
...એવો પાવનપ્રેમ મળે બાબાનો,જે માનવદેહના જીવને જન્મમરણથી સમજાઈ જાય.
વ્હાલા મારા સાંઇબાબા શેરડી આવ્યા,જ્યાં દ્વારકામાઈથી મદદ કરાય
જીવને મળેલ દેહ પર પાવનકૃપા,જે સાંઈબાબાના આગમનથી સમજાય
અવનીપર પધારી આંગળીચીંધી,મળેલ દેહને નાધર્મકર્મથી અલગ રખાય
મળેલદેહને સંબંધ શ્રધ્ધાસબુરીનો,જે બાબાકૃપાએ માનવીથી ઓળખાય
...એવો પાવનપ્રેમ મળે બાબાનો,જે માનવદેહના જીવને જન્મમરણથી સમજાઈ જાય.
*****************************************************************


	
November 26th 2020

વિરપુર વાસી

 .              .વિરપુરવાસી                

તાઃ૨૬/૧૧/૨૦૨૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
પવિત્રદેહ મળ્યો ભારતના વિરપુરમાં,જે પરમાત્માની કૃપા જ કહેવાય
અવનીપર દેહ લીધો જે જગતપર,વિરપુરના જલારામથીજ ઓળખાય
....એવી પવિત્રરાહ માનવીને દેવા આવ્યા,જીવનસંગીની પણ પાવનરાહે જીવી જાય
પ્રધાનજી ઠક્કર એ પિતાજી હતા,ને રાજબાઈ જલારામના માતા હતા
પાવનકર્મને પકડીને જીવતા જલારામ,સમયસંગે જીવનમાં ચાલતા જાય
પરમાત્માનો પ્રેમ મળ્યો જીવનમાં,જે સત્કર્મના સંગાથથી સચવાઈ જાય
કુદરતની આપાવનકૃપા કહેવાય,એ મળેલજીવોના દેહને રાહ આપીજાય
...એવી પવિત્રરાહ માનવીને દેવા આવ્યા,જીવનસંગીની પણ પાવનરાહે જીવી જાય
કર્મના બંધન છે મળેલદેહને,એ અનેક જન્મમરણના બંધનથી સમજાય
માનવદેહ એજ કૃપા પ્રભુની જીવ પર,જે માનવદેહથી પવિત્રકર્મ કરાય
જલારામના મળેલદેહના પવિત્રકર્મ,જ્યાં પરમાત્માથી જીવને રાહ દેવાય
પત્ની વિરબાઈને પ્રેરણા કરીને,સંતની સેવા કરવા માટે એ પ્રેરી જાય
...એવી પવિત્રરાહ માનવીને દેવા આવ્યા,જીવનસંગીની પણ પાવનરાહે જીવી જાય
****************************************************************

	
November 25th 2020

લક્ષ્મીમાતા

*****આવું કાર્ય કરવાથી ઘરમાં થાય છે સંપત્તિનો નાશ હમેંશા રહે છે માઁ લક્ષ્મીજી  ગુસ્સે, જીવનમાં આવે માત્ર દુઃખ ને દુઃખ…. | હું ગુજરાતી*****
.               .લક્ષ્મીમાતા           

તાઃ૨૫/૧૧/૨૦૨૦                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમકૃપાળુ માતા છે અવનીપર,જે જગતપર માતા લક્ષ્મીથી ઓળખાય
દેહ લીધો પવિત્ર ભારત દેશમાં,સંગે પતિ શ્રી વિષ્ણુ ભગવાન કહેવાય
.....એ અજબશક્તિશાળી માતા છે,જે મળેલદેહોને જીવનમાં પાવનરાહ આપી જાય.
શ્રધ્ધાભાવથી પુંજન અર્ચન કરતા,માતા લક્ષ્મીની પાવનકૃપા અનુભવાય
મળેલ માનવદેહને સુખશાંંતિનો સાથમળે,જે કુળને પવિત્રરાહે લઈ જાય
પરમાત્માકૃપાએ દેહ લીધો ભારતમાં,એ શ્રી વિષ્ણુજીના પત્નીજ કહેવાય
એ માતા લક્ષ્મીના પવિત્ર નામથીજ,જગતમાં ભક્તોથી ઘરમાં પુંજા થાય
.....એ અજબશક્તિશાળી માતા છે,જે મળેલદેહોને જીવનમાં પાવનરાહ આપી જાય.
લક્ષ્મીમાતાની પાવનકૃપા મળે જીવને,જ્યાં ધનધાન્યની વર્ષા માતાથી થાય
નાઅપેક્ષા નામોહ કે નાકોઇચિંતા માનવદેહને થાય,જ્યાં માની કૃપા થાય
વિષ્ણુ ભગવાન પણ પવિત્રદેહ છે,જેમની પુંજા કરતા માલક્ષ્મી રાજી થાય
ભારતની ધરતી એપવિત્રભુમી છે,જ્યાં પરમાત્મા અનેકદેહે દર્શન દઈ જાય
.....એ અજબશક્તિશાળી માતા છે,જે મળેલદેહોને જીવનમાં પાવનરાહ આપી જાય.
******************************************************************
November 23rd 2020

પાર્વતી પતિ

****શું તમે કોઈ દિવસ વિચાર્યું છે ભગવાન શિવ હમેંશા વાઘ નું ચામડું શા માટે પેહરે છે?,જાણો તેની પાછળની રસપ્રદ કહાની...... - MT News Gujarati****
.               .પાર્વતી પતિ      
તાઃ૨૩/૧૧/૨૦૨૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ  
  
પવિત્રભુમી ભારતપર દેહ લઈને પધાર્યા,જે પાર્વતીપતિ મહાદેવથી ઓળખાય
પરમાત્માનો પવિત્રદેહ અવનીપર,પાવનકૃપાએ પવિત્ર ગંગાને એ વહાવી જાય
.....એવા વ્હાલા બમબમભોલે મહાદેવને,સંગે પાર્વતીપતિ શંકર ભગવાન પણ કહેવાય.
અજબ શક્તિશાળી પવિત્ર ભગવાન,ભારતની ધરતીપર દેહ લઈને પધાર્યા હતા
રાજા હિમાલયની દીકરી થઈને આવ્યા અવનીપર,જે સતી પાર્વતીથી ઓળખાય
અનેકનામ મળ્યા શિવને ભારતમાં,જે શંકર,મહાદેવ,ભોલેનાથ,ઉમાપતિ કહેવાય
પવિત્ર અમૃત પાણી વહેવડાવ્યુ હિમાલયપરથી,જે ગંગાનદીના નામથી ઓળખાય
.....એવા વ્હાલા બમબમભોલે મહાદેવને,સંગે પાર્વતીપતિ શંકર ભગવાન પણ કહેવાય.
મળેલ માનવદેહને ભક્તિરાહ મળે,જે ૐ નમઃ શિવાયના સ્મરણથી જ મળી જાય
પાવનજીવન જીવતા શંકરભગવાન પાર્વતીમાતાના,પ્રથમ સંતાન ગણેશજી કહેવાય 
કુળને આગળ લઈ જવા પરમકૃપાએ,બીજા સંતાન તરીકે કાર્તીકભાઇ આવી જાય
એવા મહાનકૃપાળુ ભારતની ભુમીપર,જે ત્રિશુળધારી પવિત્ર ભોલેનાથ પણ કહેવાય
.....એવા વ્હાલા બમબમભોલે મહાદેવને,સંગે પાર્વતીપતિ શંકર ભગવાન પણ કહેવાય.
********************************************************************

	
November 21st 2020

વિરપુરના વૈરાગી

    મોરબીમાં જલારામ મંદિરે મહાઆરતી અને કેક કાપીને જન્મજયંતીની ઉજવણી - Sanj Samachar
.             .વિરપુરના  વૈરાગી
તાઃ૨૧/૧૧/૨૦૨૦   (જન્મદીવસ)    પ્રદીપ બ્રહ્મભટ્ટ           

પવિત્રભુમી ભારતમાં જન્મ લીધો વિરપુરમાં,જે સંત જલારામથી ઓળખાય
પિતા પ્રધાનઠકકર ને માતા રાજબાઈના,એ જગતપર સંતજલારામ કહેવાય
...એ પરમ પવિત્ર વિરબાઈના પતિદેવ થઈ જાય,જગતમાં એ વિરપુરના વૈરાગી કહેવાય
મળેલ દેહને પાવનરાહે લઈ જતા જલારામને,ના કોઇ મોહમાયા અડી જાય
પરમકૃપા મળી પરમાત્માની મળેલ દેહને,જે જીવનમાં ના અપેક્ષા થઈ જાય
પવિત્રજીવ એ પત્ની વિરબાઈનો જીવનમાં,એ પતિનાદેહની કૃપા મેળયીજાય
શ્રધ્ધાભાવથી જીવન જીવતા પરિવારને,પરમાત્માની પરમકૃપાનો અનુભવથાય
...એ પરમ પવિત્ર વિરબાઈના પતિદેવ થઈ જાય,જગતમાં એ વિરપુરના વૈરાગી કહેવાય
મળેલદેહને જીવન મળે જ્યાં દેહને સાચવીને ચલાય,સંગે ભોજન પણ લેવાય
મળેલ પવિત્ર ભોજન દેહને મળે,ના હોટલ રેસ્ટોરંટમાં કદીય જમવાને જવાય
પ્રેરણા કરી પ્રભુએ વિરપુરના પવિત્ર વૈરાગી,જલારામને જે અન્નદાનથી દેખાય
પવિત્રકૃપા વિરબાઈ પર પરમાત્માની,જે સંતની સેવા કરવા પ્રેમથી રાજી થાય
...એ પરમ પવિત્ર વિરબાઈના પતિદેવ થઈ જાય,જગતમાં એ વિરપુરના વૈરાગી કહેવાય.
જન્મદીવસની જ્યોતપ્રગટી ભારતમાં,એજ પવિત્ર ધરતીપર પવિત્રદેહ લઈ જાય
મળેલ માનવદેહને પ્રેરણા કરે પરમાત્મા,જે વિરપુરના જલારામના વર્તને દેખાય
કૃપા મળી માબાપની વિરપુરમાં સંતાનને,નિખાલસ ભાવનાથીએ કર્મ કરી જાય
જગતમાં પવિત્રસંતથી શ્રીજલારામ ઓળખાય,એ હિંદુધર્મની જ્યોત પ્રગટાવીજાય
...એ પરમ પવિત્ર વિરબાઈના પતિદેવ થઈ જાય,જગતમાં એ વિરપુરના વૈરાગી કહેવાય.
********************************************************************
 સંત પુજ્ય જલારામબાપાના જન્મદીવસ નીમિત્તે સપ્રેમ ભેંટ. લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ
November 19th 2020

મળેલ રાહ

****Layout 1****
.              .મળેલ રાહ                     
તાઃ૧૯/૧૧/૨૦૨૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  

ભજનભક્તિનો સંગ રાખીને જીવતા,જીવને ના કળીયુગની કાતર અડી જાય
મળેલ માનવદેહને પાવનરાહ મળે જીવનમાં,જે દેહને સુખશાંંતિ આપી જાય
.....એજ કૃપા પરમાત્માની માનવદેહ પર,જે મળેલ દેહનુ જીવન સાર્થક કરી જાય.
અવનીપરનુ આગમન એ કર્મનોસંબંધ જીવનો,જે જીવને આગમનથી જ દેખાય
પાવનરાહ મળે દેહને ભજનભક્તિની નિર્મળરાહે,જીવના દેહને સાર્થક કરી જાય
ગતજન્મે થયેલકર્મ એ જીવને મળેલદેહના,જે જીવને આગમનવિદાયથી સમજાય
અદભુતકૃપા અવીનાશીની જીવપર,એ મળતા માનવ પશુ પક્ષીના દેહથી દેખાય
.....એજ કૃપા પરમાત્માની માનવદેહ પર,જે મળેલ દેહનુ જીવન સાર્થક કરી જાય.
શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરતા જીવનમાં,ના મંદીર મસ્જીદ ચર્ચને ઉઘાડબંધ કરાય
થાય પરમાત્માની કૃપા મળેલ કુટુંબ પર,જે જીવના સંબંધને પાવનરાહે દોરી જાય
જીવને સંબંધ છે અવનીપરના આગમનવિદાયનો,ના કોઇ જીવથી કદીય છટકાય
પાવનરાહને પકડી ચાલતા જીવનમાં,ના કોઇ મોહમાયા કે અપૅક્ષા સ્પર્શ કરીજાય
.....એજ કૃપા પરમાત્માની માનવદેહ પર,જે મળેલ દેહનુ જીવન સાર્થક કરી જાય.
*****************************************************************
November 14th 2020

દીવાળીને વંદન

 દિવાળી પર આવી મૂર્તિની પૂજા કરવાથી ઘરમાં આવશે બરકત
 .            .દીવાળીને વંદન         

તાઃ૧૪/૧૧/૨૦૨૦              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર ધાર્મીક તહેવારના પ્રસંગ આવે,જે હિંદુ ધર્મને ઉજવળ કરી જાય
શ્રધ્ધાભાવથી જીવન જીવતા,નવા વર્ષની શરુઆત કારતક માસથી થાય
...એ હિંદુ વર્ષનો અંત આવે દર વર્ષે,જે પવિત્ર દીવાળીથી વિદાય દેવા ઉજવાય.
ભક્તિમાર્ગને પકડી ચાલતા જીવને,જીવનમાં પવિત્ર દીવસોને જ ઉજવાય
મળે કૃપા પરમાત્માની મળેલ દેહને,જે જીવને નિર્મળ પ્રેરણા આપી જાય
પુર્ણ થતા વર્ષને વિદાય દેવા,દીવાળીની સાંજે ફટાકડા ફોડી વિદાય દેવાય
એ પાવનપ્રેમ માનવીનો સમયનો,જે અનંતપ્રેમ આપી પ્રસંગ ઉજવાઈ જાય
...એ હિંદુ વર્ષનો અંત આવે દર વર્ષે,જે પવિત્ર દીવાળીથી વિદાય દેવા ઉજવાય.
કારતક માસથી શરૂ થતા વર્ષને,અંતે આસોવદ અમાસથીજ વિદાય દેવાય
અજબકૃપા પવિત્ર ધર્મની અવનીપર છે,જે પાવન પ્રસંગથી પ્રેમ આપી જાય
ધનતેરશ કાળી ચૌદસ અંતે દીવાળીથી,જીવનમાં મળેલ વર્ષને વિદાય કરાય
એજ પાવનકૃપા પ્રભુનીઅવનીપર,જે મળૅલદેહનેજ પવિત્ર જીવન આપી જાય
...એ હિંદુ વર્ષનો અંત આવે દર વર્ષે,જે પવિત્ર દીવાળીથી વિદાય દેવા ઉજવાય.
****************************************************************

                      

Next Page »