November 28th 2020
(શ્રી સાઈબાબા જનસેવા ટ્રસ્ટ, આણંદ)
. .ભક્તિપ્રેમની જ્યોત
તાઃ૨૮/૧૧/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે પરમાત્માની દેહને,જ્યાં શ્રધ્ધાથી સાંઇબાબાની પુંજા થાય
મળેલદેહના જીવનેપાવનરાહ મળે,જ્યાં પવિત્ર સાંઇબાબાની કૃપા મેળવાય
....એજ કૃપા પ્રભુની ભારતની ધરતીપર,જે મળેલદેહની માનવતા મહેંકાવી જાય.
શેરડી ગામમાં માનવદેહને રાહ દેવા પધાર્યા,જ્યાં દ્વારકામાઈ મળી જાય
નિર્મળ ભાવનાથી સાંઇબાબાની એવા કરતા,પવિત્રમાર્ગ દેહથી મેળવાય
ભોજનની પરમકૃપા શેરડીમાં કરી,જે સાંઇબાબાના મળેલદેહને શાંંતિથાય
ભક્તિમાર્ગથી આંગળી ચીંધી દેહને,જે શ્રધ્ધાસબુરીથી દેહપર કૃપાકરીજાય
....એજ કૃપા પ્રભુની ભારતની ધરતીપર,જે મળેલદેહની માનવતા મહેંકાવી જાય.
જીવે લીધેલદેહને સમયની સાંકળ અડે,જે કળીયુગની કેડીએજ મળી જાય
અનેક સંબંધ છે દેહને થયેલ કર્મથી,જે માનવદેહને જીવનમાં સ્પર્શી જાય
ધર્મ અને કર્મની પવિત્રકેડી મળે દેહને,જ્યાં મળેલદેહની માનવતા સમજાય
હીંદુ મુસ્લીમ શીખ ઇસાઈ અનેક કુળને,સંત સાંઇની કૃપાએ નાદુર રખાય
....એજ કૃપા પ્રભુની ભારતની ધરતીપર,જે મળેલદેહની માનવતા મહેંકાવી જાય.
*************************************************************