November 2nd 2020

પવિત્ર પર્વત

***જ્યાં સાક્ષાત શિવનો વાસ છે તેવા કૈલાસ માનસરોવર વિશે જાણો રોચક માન્યતાઓ - GSTV***
.             .પવિત્ર પર્વત   
તાઃ૨/૧૧/૨૦૨૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અજબ શક્તિશાળી પર્વત હિમાલય છે,જે ભારતદેશની શાન વધારી જાય
પવિત્રદેહ લીધો પરમાત્માએ ભારતમાં,જે ભોલેનાથ શંકર ભગવાન કહેવાય
....જે પવિત્ર પર્વત હિમાલયપર પવિત્રદેહ લઈને,પવિત્ર ગંગાજમના વહેતી કરી જાય.
ત્રિશુળધારી ને સંગે શંખવગાડે,જે જગતમાં ભારતની ઓળખાણ આપી જાય
પવિત્ર પ્રેમ મળ્યો જીવનસંગીની પાર્વતી માતાનો,જે પવિત્રકુળ વધારી જાય
ૐ નમઃ શિવાયનુ સ્મરણ કરતા.પરમાત્મા શ્રી શંકર ભગવાનની કૃપા થાય
સંગે પત્નિપાર્વતીની કૃપા પામતા,જીવનમાં સુખ સાગરની ગંગાય વહી જાય
....જે પવિત્ર પર્વત હિમાલયપર પવિત્રદેહ લઈને,પવિત્ર ગંગાજમના વહેતી કરી જાય.
માબાપની રાહ મળી પવિત્રદેહને,જે સંતાન ગણેશ અને કાર્તીકથી મેળવાય
પવિત્રપ્રેમના આશિર્વાદ પુત્ર શ્રીગણેશને,જગતમાં એ વિઘ્નવિનાયક થઈ જાય
મળેલ માનવદેહને જીવનમાં સુખશાંંતિ મળે,જ્યાં ગણેશજીની પાવનપુંજા થાય
રિધ્ધીસિધ્ધીના પતિદેવ શ્રી ગણેશજી,પવિત્રભુમી ભારતપર એ વિઘ્નહર્તા થાય  
....જે પવિત્ર પર્વત હિમાલયપર પવિત્રદેહ લઈને,પવિત્ર ગંગાજમના વહેતી કરી જાય.
*******************************************************************