પકડ પ્રેમની
**** . .પકડ પ્રેમની તાઃ૬/૧૧/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ પાવનકૃપા પરમાત્માની જગતપર,મળેલદેહને અનુભવે એ સમજાય કર્મનીકેડી એ નિર્મળરાહ છે દેહની,જે ધર્મકર્મની કેડીથી મેળવાય .....પવિત્રકર્મની રાહએ નિર્મળપ્રેમની પકડ,એ જીવના દેહને સ્પર્શી જાય. અનેકદેહથી આગમન જીવનુ,એ પાલનહારની અજબલીલા કહેવાય આગમનવિદાય અવનીપર જીવનુ,જે અનેક માર્ગથી કર્મ આપીજાય નિર્મળ પ્રેમની પકડ છે એ દેહની,જીવનમાં પાવનકર્મ કરાવી જાય મળેલ માનવદેહને કુદરતની ક્ર્પામળે,એ પાવનકર્મની કેડીએ દેખાય .....પવિત્રકર્મની રાહએ નિર્મળપ્રેમની પકડ,એ જીવના દેહને સ્પર્શી જાય. સવારસાંજ એ કુદરતની લીલા,જગતપર નાકોઇથી કદી સમય પકડાય માનવદેહને સમજણ પડે એ દેહને,જીવનમાં સમયસંગે ચાલતા સમજાય મળે પ્રેમ પ્રેમાળ માનવીનો દેહને,જે જીવને પવિત્રરાહ આપી લઈ જાય અવનીપરની આવનજાવન એ જીવની,પકડ પ્રેમની સમયે સમજાઈ જાય .....પવિત્રકર્મની રાહએ નિર્મળપ્રેમની પકડ,એ જીવના દેહને સ્પર્શી જાય. ***********************************************************