દીવાળીને વંદન
. .દીવાળીને વંદન તાઃ૧૪/૧૧/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ પવિત્ર ધાર્મીક તહેવારના પ્રસંગ આવે,જે હિંદુ ધર્મને ઉજવળ કરી જાય શ્રધ્ધાભાવથી જીવન જીવતા,નવા વર્ષની શરુઆત કારતક માસથી થાય ...એ હિંદુ વર્ષનો અંત આવે દર વર્ષે,જે પવિત્ર દીવાળીથી વિદાય દેવા ઉજવાય. ભક્તિમાર્ગને પકડી ચાલતા જીવને,જીવનમાં પવિત્ર દીવસોને જ ઉજવાય મળે કૃપા પરમાત્માની મળેલ દેહને,જે જીવને નિર્મળ પ્રેરણા આપી જાય પુર્ણ થતા વર્ષને વિદાય દેવા,દીવાળીની સાંજે ફટાકડા ફોડી વિદાય દેવાય એ પાવનપ્રેમ માનવીનો સમયનો,જે અનંતપ્રેમ આપી પ્રસંગ ઉજવાઈ જાય ...એ હિંદુ વર્ષનો અંત આવે દર વર્ષે,જે પવિત્ર દીવાળીથી વિદાય દેવા ઉજવાય. કારતક માસથી શરૂ થતા વર્ષને,અંતે આસોવદ અમાસથીજ વિદાય દેવાય અજબકૃપા પવિત્ર ધર્મની અવનીપર છે,જે પાવન પ્રસંગથી પ્રેમ આપી જાય ધનતેરશ કાળી ચૌદસ અંતે દીવાળીથી,જીવનમાં મળેલ વર્ષને વિદાય કરાય એજ પાવનકૃપા પ્રભુનીઅવનીપર,જે મળૅલદેહનેજ પવિત્ર જીવન આપી જાય ...એ હિંદુ વર્ષનો અંત આવે દર વર્ષે,જે પવિત્ર દીવાળીથી વિદાય દેવા ઉજવાય. ****************************************************************