April 29th 2012

સંકેત

.                         .સંકેત

તાઃ૨૯/૪/૨૦૧૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવ માત્રની પરખ અનોખી,એ ઝટપટ ના પરખાય
વાણી વર્તન સમજી લેતાં,સંકેત વર્તનનો મળી જાય
.                         ………………..જીવ માત્રની પરખ અનોખી.
મળેલપ્રેમ માબાપનો,બાળકને સ્પર્શતા સમજાઇ જાય
પારકા દેહનો સ્પર્શ થતાં,હ્રદયથી ઉંઆ ઉંઆ થઇજાય
દેહથી થતાં વર્તનનેસમજી,મળેલ જીવની પરખ થાય
વાણી સાંભળી જીવનેઓળખે,એ સંકેત પ્રભુનો કહેવાય
.                        ………………..જીવ માત્રની પરખ અનોખી.
આવી બારણે ઉભો રહે,ને ઉમળકો ખોબે ભરી દઈ જાય
લઈલે જીવનનીસરળતાં કાલે,જીવ ભવસાગરેભટકાય
સંકેત દીધો આંગણે આવી,જે કળીયુગમાં ના સમજાય
આનંદને ઉલેચી લેતાં,જીવનમાં દુઃખ સાગર છલકાય
.                       …………………જીવ માત્રની પરખ અનોખી.

***********************************************

April 29th 2012

સગપણ સાચુ

.                      .સગપણ સાચુ

તાઃ૨૯/૪/૨૦૧૨                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળ્યો જીવને જન્મ અવનીએ,જે કર્મ થકી સમજાય
અવનીપર મળતા દેહથી,સગપણ સાચું  મળી જાય
.                 ……………….મળ્યો જીવને જન્મ અવનીએ.
કલમ કુદરતની ન્યારી,જીવને ધીમે ધીમે સમજાય
ભક્તિ સાંકળને પકડીલેતાં,ના આફત કોઇ ભટકાય
કર્મબંધનનો સંબંધ અનેરો,જે સમજતા સરળ થાય
આવીમળે આશીશ પ્રભુની,સઘળી ચિંતા ચાલીજાય
.                   ……………..મળ્યો જીવને જન્મ અવનીએ.
મારુ તારુની પરખ દેહને,જે અવનીએ જ મળી જાય
જન્મ મળતાં જીવને જગે,માબાપનો પ્રેમ મળી જાય
સંતાન કેડી બને નિર્મળ,જે લોહીના સંબંધેજ બંધાય
મુક્તિમાર્ગમળતાંજીવને,જગતનાસગપણ છુટીજાય
.                     …………….મળ્યો જીવને જન્મ અવનીએ.

++++++++++++++++++++++++++++++++++++===

April 26th 2012

કળીયુગી સાથ

                 .કળીયુગી સાથ

તાઃ૨૬/૪/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

જાગી લેતાં જાણી લીધું,જગમાં કોણ કોને દે સાથ
સ્વાર્થનીસાંકળ ઝાલી લેતાં,પકડે એ તમારો હાથ
.                            ………………..જાગી લેતાં જાણી લીધું.
કળીયુગની રીત કાંકરી જેવી,ના સ્નેહ ભાવની પ્રીત
સહવાસે ગંગા મેળવી લે,ને પળમાં તરછોડની રીત
મનની મુંઝવણ ના સમજાતી,છે એજ સમયની જીત
ડગલુંચાલે એક સંગેએ,ને પછીના પાંચ ભુલાઇ જાય
.                                 …………….જાગી લેતાં જાણી લીધું.
પ્રીતની રીત જગતમાં ન્યારી,જે સમયે સમજાઇ જાય
મળે પ્રીત દેખાવની જ્યારે,ના આંગળીપકડી એ જાય
નિર્મળતાના વાદળઘેરાતા,જગમાં ના કોઇથીપકડાય
યુગનીએવી હવામળે ત્યાં,જ્યાં પાવનકર્મભુલાઇજાય
.                                ………………જાગી લેતાં જાણી લીધું.

====================================

April 24th 2012

કલમની કેડી

.                   .કલમની કેડી

તાઃ૨૪/૪/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંગળી પકડી કાગળની,ત્યાં કલમ ચાલતી થઈ
મા સરસ્વતીની  કૃપા મેળતાં,સરીતા વહેતી થઈ
.                   …………….આંગળી પકડી કાગળની.
શબ્દમળેના શોધે  જીવનમાં,અણસાર આપે અહીં
ડગમગ ચાલતી  આ નૈયા,ભવસાગર ચાલી ગઈ
કૃપાનીવર્ષા સમયે વરસતા,આ આંખો ભીની થઈ
સમજ શબ્દે શબ્દનીપડતાં,મારી કેડી પાવન થઈ
.                   ……………..આંગળી પકડી કાગળની.
માસરસ્વતીની કેડીન્યારી.સૌના સાથથી મળી ગઈ
સમજપડે નાશબ્દની જેને,તેનેય લાવી પકડી અહીં
કળીયુગી આરીતનિરાળી,સમજદારને સમજાઇજાય
ચાલતી ગાડીમાં ચડી જતાંજ,અંતે મંજીલ છુટી જાય
.                     ……………..આંગળી પકડી કાગળની.

===================================

April 23rd 2012

શીતળ પ્રેમ

                       શીતળ પ્રેમ

તાઃ૨૩/૪/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવતાની મહેંક પ્રસરે,ને વળી મળે જગતમાં પ્રેમ
નિર્મળ સ્નેહનીસાંકળ છે ન્યારી,મળે ત્યાં શીતળ પ્રેમ          
.                                   ……………….માનવતાની મહેંક પ્રસરે.
કુદરતની આ અજબ છે લીલા,નાપામર જીવે પરખાય
સરળતાનો સહવાસ મળતા,જીવને નાવ્યાધી અથડાય
પ્રભુપ્રેમની પ્રીતનિરાળી,મળેલ જીવનસાર્થક કરી જાય
મળેલ શીતળ પ્રેમ જીવનમાં,જલાસાંઇની કૃપાએ થાય
.                              …………………..માનવતાની મહેંક પ્રસરે.
સંસ્કાર સાચવી જીવ ચાલે જ્યાં,ના મુંઝવણ કોઇ દેખાય
સતકર્મોની કેડી છે ન્યારી,જે દેહના વર્તનથીજ સમજાય
આવેલાનું આગમન સ્વીકારતા,જીવન ઉજ્વળ થઈ જાય
મળેલદેહની સાર્થકતાજોતાં,અનેક જીવોનેપ્રેરણામળી જાય
.                                 …………………માનવતાની મહેંક પ્રસરે.

+++++++++++++++++++++++++++++++++++++

April 22nd 2012

ભુમિનો ભાર

.                        ભુમિનો ભાર

તાઃ૨૨/૪/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રી રામનો જન્મ અયોધ્યામાં
.                         શ્રી કૃષ્ણનો જન્મ ગોકુળમાં
ગાંધીજીનો જન્મ પોરબંદરમાં
.                                       ભુમિનો ભાર ઉતારવાને.

શ્રી રામની સાથે સીતા છે
.                           શ્રી કૃષ્ણની સાથે રાધા છે

ગાંધીજીની સાથે કસ્તુરબા હોય
.                                      ભુમિનો ભાર ઉતારવાને.

શ્રી રામના હાથમાં ધનુષ્ય છે
.                     શ્રી કૃષ્ણના હાથમાં મોરલી છે
ગાંધીજીના હાથમાં રેંટીયો હોય
.                                      ભુમિનો ભાર ઉતારવાને.

શ્રી રામે માર્યા રાવણને
.                               શ્રી કૃષ્ણે માર્યા કંસને
ગાંધીજીએ માર્યા અહીંસાને
.                                      ભુમિનો ભાર ઉતારવાને.

===================================

April 21st 2012

ચાલ્યો જાય

.                     .ચાલ્યો જાય

તાઃ૨૧/૪/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

ચાલ્યો જાય,ચાલ્યો જાય,ચાલ્યો જાય
એક અવધુત ચાલ્યો જાય,ચાલ્યો જાય

કાયા શોટી છીલ લંગોટી,નહીં જડે જગમાં જોટી
મોટી મોટી ફાળે ચાલ્યો જાય,રોક્યો ના રોકાય
એક અવધુત ચાલ્યો જાય,ચાલ્યો જાય

ગૉડસેની ગોળી ખાતો જાય
મુખેથી રામ રામ જપતો જાય જપતો જાય
રોક્યો ના રોકાય એક અવધુત ચાલ્યો જાય

સ્વરાજને અપાવતો જાય
અહિંસાને એ ડામતો જાય
રોક્યો ના રોકાય એક અવધુત ચાલ્યો જાય

============================

April 20th 2012

થયો નિરાધાર

.                   .થયો નિરાધાર

તાઃ૨૦/૪/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

તારા પ્રેમની પાછળ પાગલ રહેતા.બની ગયો હું નિરાધાર
ભક્તિપ્રેમની સાચી રાહ મળતાં,જીવને મળી ગયો આધાર
.                         ……………..તારા પ્રેમની પાછળ પાગલ.
છાનુ છપનું પકડી ચાલતાં,જીવન કરી શકે ના કોઇ સાદ
એક પકડતાં બીજુ છટકે ત્યારે,ના મળેય જીવનમાં સાથ
મૃત્યુ આવે આંગણે જ્યારે,દેહને ના સાથ મળે જગમાંય
અંત આવે દેહના જીવનનો,જે જન્મોજન્મ ભટકીજ જાય
.                       ………………તારા પ્રેમની પાછળ પાગલ.
પકડી કેડી પાવન કરવા જીવે,મરણ પણ દઈ દે છે સાથ
નાઆધી કે વ્યાધીઆવે જીવનમાં,જન્મ સફળ થઈ જાય
જલાસાંઇની પાવન કેડી,જે સાચી માનવતા આપી જાય
નિરાધારને મળે આધાર જગતમાં,સ્નેહસાંકળ મળીજાય
.                      ……………….તારા પ્રેમની પાછળ પાગલ.

++++++++++++++++++====================

April 19th 2012

શ્રવણની કેડી

.                        .શ્રવણની કેડી

તાઃ૧૯/૪/૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

આતમ જ્યોત પ્રગટે જીવનમાં,ત્યાં નિર્મળ જીવન થાય
કુદરતની આ અસીમ કૃપાએ,જીવને જન્મ સફળ દેખાય
.                     ……………આતમ જ્યોત પ્રગટે જીવનમાં.
જન્મ મળે જીવને જગતમાં,એ માબાપની કૃપા કહેવાય
મળેલ જન્મને રાહ મળે જીવનમાં,જે કર્મબંધન દેખાય
સંતાનને સાચી કેડી મળે છે,જ્યાં વાણીવર્તન સચવાય
ભક્તિની પવિત્રરાહ મળે છે,ત્યાં શ્રવણની કેડી પકડાય
.                      ……………આતમ જ્યોત પ્રગટે જીવનમાં.
સાચીરાહ મળતાં જીવનમાં,માબાપને સદા વંદન થાય
આશીર્વાદની આ નિર્મળ કેડી,જે જન્મ સાર્થક કરી જાય
પ્રેમસાચો મળે જીવનમાં,ના કોઇ આધીવ્યાધી ભટકાય
બંધ આંખે જેમસ્મરણ કરતાં,જલાસાંઇનીકૃપા થઈજાય
.                    ……………..આતમ જ્યોત પ્રગટે જીવનમાં.

++++++++++++++++++++++++++++++++++++=

April 18th 2012

જીવનમંગળ

.                      જીવનમંગળ

તાઃ૧૮/૪/૨૦૧૨                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રીતની રીત અનોખી જીવનમાં,અનેક રીતે એ દેખાય
મનથી મળતી પ્રીત સાચી,જે જીવન મંગળ કરી જાય
.                      ………………..પ્રીતની રીત અનોખી જીવનમાં.
સુખ સાગર વહે જગતમાં,નિર્મળ ભાવનાએ મેળવાય
માનવતાનીમહેંક પ્રસરે જીવનમાં,ને કૃપાપ્રભુની થાય
સાચી રાહ મળે દેહને કળીયુગે,જે સુખશાંન્તિ દઇ જાય
મોહમાયા પર કાતર ફરતાં,મળેલ જીવન મંગળથાય
.                      ………………..પ્રીતની રીત અનોખી જીવનમાં.
પર દુઃખમાં જ્યાં સાથ મળે,ત્યાં માનવતા મહેંકી જાય
આશિર્વાદની ઉત્તમલીલા,જે સૌ સંગાથીઓઆપીજાય
પરમાત્માથીપ્રેમ કરતાં જીવને,આજન્મ સફળ દેખાય
નામાગળી નાઅપેક્ષા રહે,દેહથીમંગળ કાર્યો થઈજાય
.                      ………………..પ્રીતની રીત અનોખી જીવનમાં.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

Next Page »