April 26th 2012

કળીયુગી સાથ

                 .કળીયુગી સાથ

તાઃ૨૬/૪/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

જાગી લેતાં જાણી લીધું,જગમાં કોણ કોને દે સાથ
સ્વાર્થનીસાંકળ ઝાલી લેતાં,પકડે એ તમારો હાથ
.                            ………………..જાગી લેતાં જાણી લીધું.
કળીયુગની રીત કાંકરી જેવી,ના સ્નેહ ભાવની પ્રીત
સહવાસે ગંગા મેળવી લે,ને પળમાં તરછોડની રીત
મનની મુંઝવણ ના સમજાતી,છે એજ સમયની જીત
ડગલુંચાલે એક સંગેએ,ને પછીના પાંચ ભુલાઇ જાય
.                                 …………….જાગી લેતાં જાણી લીધું.
પ્રીતની રીત જગતમાં ન્યારી,જે સમયે સમજાઇ જાય
મળે પ્રીત દેખાવની જ્યારે,ના આંગળીપકડી એ જાય
નિર્મળતાના વાદળઘેરાતા,જગમાં ના કોઇથીપકડાય
યુગનીએવી હવામળે ત્યાં,જ્યાં પાવનકર્મભુલાઇજાય
.                                ………………જાગી લેતાં જાણી લીધું.

====================================