July 28th 2018

જગતની જનની

.           .જગતની જનની   

તાઃ૨૮/૭/૨૦૧૮              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની પરમકૃપાએ પવિત્રદેહ,જીવને અવનીપર મળી જાય
પવિત્રભુમી ભારત છે જગતમાં,જ્યાં પરમાત્મા સ્વરૂપ લઈ જાય
......એ કૃપા કરે શ્રધ્ધાએ જીવતા દેહપર,જે જીવને સદમાર્ગે દોરી જાય.
અનેકસ્વરૂપે આવ્યા અવનીપર,મળેલદેહને મરણનોસંગ મળી જાય
જીવને પવિત્રરાહ મળે જીવનમાં,જે નિર્મળ શ્રધ્ધાભક્તિએ લઈ જાય
જગતની જનની માતાના અનેક સ્વરૂપ છે,જે દેહથી જ ઓળખાય
મળેલ માનવદેહને પાવનરાહે જીવતા,જીવપર માતાનીકૃપા થઈ જાય
......એ કૃપા કરે શ્રધ્ધાએ જીવતા દેહપર,જે જીવને સદમાર્ગે દોરી જાય.
નવરાત્રીના પવિત્ર સમયે માડીનીકૃપા મળે,જ્યાં પ્રેમથી ગરબા ગવાય
તાલીઓના તાલને પારખી માતાજી,જીવને સુખશાંંન્તી પણ આપીજાય
અનેક દેહ લઈ માતાજી આવ્યા ભારતમાં,જે શ્રધ્ધાએ દર્શન દઈ જાય
મળેલ માનવદેહ પર કૃપા થાય માતાની,જે દેહને પવિત્રરાહે દોરી જાય 
......એ કૃપા કરે શ્રધ્ધાએ જીવતા દેહપર,જે જીવને સદમાર્ગે દોરી જાય.
========================================================
July 25th 2018

આરાસુરથી આવ્યા

…… Image result for આરાસુરથી આવ્યા

.              આરાસુરથી આવ્યા

તાઃ૨૨/૭/૨૦૧૮                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રભાવે ગરબે ઘુમતા ભક્તોની શ્રધ્ધાએ,માતાની કૃપા મળતી થઈ
આરાસુરથી આવ્યા માઅંબા,હ્યુસ્ટનમાં ભક્તોને અનંતશાંંન્તિ મળીગઈ
.....એજ કૃપા મા અંબાની ભક્તોપર,જે નવરાત્રીમાં ગરબે ઘુમતા મળી ગઈ.
માડી તારા ગરબે ઘુમતા તાલીઓના તાલ સંગે,અંતરમાં આનંદ થાય
ભક્તિભાવ સંગે પાવનરાહે માડીને ભજતા,અનંત શ્રધ્ધા પ્રસરતી જાય
નવરાત્રીના પવિત્ર  દીવસે માતાજી આવ્યા,જે પડતા તાલથી સમજાય
જય અંબેમા જય અંબેમાના સ્મરણ સંગે,ભક્તો માતાને વંદન કરીજાય   
.....એજ કૃપા મા અંબાની ભક્તોપર,જે નવરાત્રીમાં ગરબે ઘુમતા મળી ગઈ.
અનંત કૃપાળુ માતાને ભજતા,પ્રેમને પારખી માતાજી દર્શન આપી જાય
નવરાત્રીના નવદીવસે નિર્મળભાવના સંગે,ગરબાને પવિત્રતાલ મળીજાય
કુદરતની આ અજબકૃપા,જે પવિત્રદીવસોના સંગાથે ધર્મથી આપી જાય
મળે જીવનમાં અનંતશાંંન્તિ માતાની કૃપાએ,જ્યાં સમયપારખીને જીવાય
.....એજ કૃપા મા અંબાની ભક્તોપર,જે નવરાત્રીમાં ગરબે ઘુમતા મળી ગઈ.
==========================================================

 

July 21st 2018

પ્રેમાળ માડી

Related image
.            પ્રેમાળ માડી   

તાઃ૨૧/૭/૨૦૧૮              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રધ્ધા ભાવથી વંદન કરતા,માડી તારી અનંતકૃપા અનુભવાય
સદમાર્ગની રાહ મળતા દેહને,જે જીવને મુક્તિમાર્ગે દોરી જાય
......એજ કૃપા માતાની અવનીપર,જે પ્રેમથી ગરબા ગવડાવી જાય.
પાવાગઢથી વ્હાલા મા કાળકા આવ્યા,કૃપાની વર્ષા મળી જાય
તાલીઓના તાલે ગરબે ઘુમતા,માડી આજે હ્યુસ્ટન આવી જાય
ૐ ક્રીં કાલીયે નમઃ ના સ્મરણથી,ઘરમાં માતાનુ આગમન થાય
અનંત શક્તિશાળી માતાની કૃપા,મળેલદેહને સદમાર્ગે લઈ જાય
......એજ કૃપા માતાની અવનીપર,જે પ્રેમથી ગરબા ગવડાવી જાય.
પાવનરાહની કેડીએ જીવતા,દેહને નાઆફત કોઇકદી અડી જાય
સરળ જીવનની રાહ મળે,જે કુળદેવી માતા કાળકાની કૃપા થાય
કૃપામળી માતારી ભક્તને,જ્યાં કાસોરમાં માડી તારા દર્શન થાય
નિર્મળભાવથી માતારી ભક્તિ કરતા,પવિત્રરાહ જીવને મળી જાય
......એજ કૃપા માતાની અવનીપર,જે પ્રેમથી ગરબા ગવડાવી જાય.
======================================================
July 18th 2018

સરગમનો સંગ

.            સરગમનો સંગ  

તાઃ૧૮/૭/૨૦૧૮                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને મળેલ દેહને અવનીપર,થયેલ કર્મનો સંબંધ સ્પર્શ કરી જાય
મળેલ માનવદેહ જીવને,સદમાર્ગના સહવાસથી નિર્મળતા દઈ જાય
.......એજ અદભુત લીલા પરમાત્માની,જે સરગમના સંબંધથી સમજાઈ જાય.
કાવ્યગીતને વાંચતા સરગમનો સંગમળે,ત્યાં લખેલ શબ્દને પરખાય
સ્વરનો એજ સંબંધ છે અવાજથી,જે સ્વરથીજ કાનમાં પ્રસરી જાય
સંગીતની આ લીલા અવનીપર,એ પ્રવેશતા શબ્દની સમજણ થાય
એજ મળેલ જીવનમાં સુખશાંંન્તિની વર્ષાએ,પાવનકર્મને આપી જાય
.......એજ અદભુત લીલા પરમાત્માની,જે સરગમના સંબંધથી સમજાઈ જાય.
જીવનમાં સરગમનો સંગ મળતા,સરળ સમયનોસંગ લેતા અનુભવાય
અપેક્ષાનાવાદળ તોવર્ષે અવનીપર,પાવનભક્તિએ સરળતાથી જીવાય
મોહમાયા એતો બંધનછે જગતપર,જે અનેકજીવોને સ્પર્શથી સમજાય
સારેગમનો સંબંધ સરગમથી,એજ સમયેમળેલદેહને અનુભવથી દેખાય 
.......એજ અદભુત લીલા પરમાત્માની,જે સરગમના સંબંધથી સમજાઈ જાય.
==========================================================
July 9th 2018

પરમ શક્તિ

  Image result for bholenath parivar
.            પરમ શક્તિ   
                      
તાઃ૯/૭/૨૦૧૮                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની કૃપા આપનાર,અવનીપર શ્રીશંકર ભગવાનથી ઓળખાય
પાવનરાહ મળે શ્રધ્ધાએ ભજવા,જ્યાંૐ નમઃ શિવાયથી સ્મરણ થાય
......એવો પવિત્ર દેહ ધારણ કરી,ભારતની ભુમીને પાવન એ કરી જાય.
પરમકૃપાળુ એ દેહ હતો,જેમને અનેક નામો સંગે ભોલેનાથ કહેવાય
પવિત્ર નિર્મળજળ જગતને આપતા,માતા ગંગાનું આગમન કરી જાય
નિર્મળભાવે ગંગા નદીને અર્ચના કરતા,મળેલ દેહને પાવન કરી જાય
ત્રિશુળધારી એ દેહ હતો,જેને માતા પાર્વતીના પતિદેવ પણ કહેવાય
......એવો પવિત્ર દેહ ધારણ કરી,ભારતની ભુમીને પાવન એ કરી જાય.
ભારતદેશની ભુમીને પવિત્ર કરવા,અનેક દેહ શ્રી પ્રભુકૃપાએ લઈ જાય
શ્રધ્ધાવિશ્વાસના સંગે જીવનમાં,નિર્મળ પવિત્ર ભક્તિનો સંગ મળી જાય
અજબશક્તિશાળી હતાઅવનીએ,જે ગણપતિ ને કાર્તિકનાપિતા કહેવાય
ભાગ્યવિધાતા ગણપતિને પુંજતા,માતાપિતાના પ્રેમની કૃપાય મળી જાય
......એવો પવિત્ર દેહ ધારણ કરી,ભારતની ભુમીને પાવન એ કરી જાય.
=========================================================


	
July 9th 2018

કાયાને અડી

.           કાયાને અડી      

તાઃ૯/૭/૨૦૧૮            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ દેહને સંબંધ છે કર્મનો,જે અવનીપરના આગમને દેખાય
સરળજીવનની રાહને પકડી ચાલતા,કાયાને નામાયા અડી જાય
......એ નિર્મળ જીવની કેડીના સ્પર્શે,પાવનરાહે નિર્મળ જીવન જીવાય.
સમયનો સ્પર્શ થાય છે દેહને,જે મળતી ઉંમરનો સંગ આપી જાય
આજને પારખી ચાલતા ગઈ કાલને ભુલાય,જે શાંન્તિ આપી જાય
આવતી કાલને ઉજવળ કરવા,દેહને આજના વર્તનથી અનુભવાય
એવી લીલા પરમાત્માની જીવપર,જે સમય સંગે કાયાને અડી જાય
......એ નિર્મળ જીવની કેડીના સ્પર્શે,પાવનરાહે નિર્મળ જીવન જીવાય.
લાગણી કે મોહ એઅવનીના બંધન,ના કોઇથી અવનીપર છટકાય
દેહના બંધન એ કર્મને લાવે,જે દેહના વર્તનથી સૌને સમજાઈ જાય
આવીઆંગણે કૃપામળે પ્રભુની,જે કુટુંબને પવિત્રકર્મકેડી આપી જાય
મળેલ દેહની પરખ સચવાઇ જાય,જ્યાં નિર્મળ રાહે જીવન જીવાય
......એ નિર્મળ જીવની કેડીના સ્પર્શે,પાવનરાહે નિર્મળ જીવન જીવાય.
=======================================================
July 6th 2018

માનવતાનો સહવાસ

.          માનવતાનો સહવાસ         

તાઃ૬/૭/૨૦૧૮                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અદભુતલીલા પરમાત્માની અવનીપર,મળેલદેહથી એ અનુભવાય
પાવનરાહને પકડીચાલતા જીવનમાં,માનવતાની મહેંકપ્રસરી જાય
......એજ કૃપા પ્રભુની જે મળેલદેહને,માનવતાનો સહવાસ આપી જાય.
નિર્મળ ભાવથી જીવન જીવતા,મળેલદેહને કર્મનાબંધન અનુભવાય
કળીયુગ સતયુગનો સ્પર્શ નારહે જીવને,જે શ્રધ્ધાભક્તિએ સમજાય
પવિત્રકર્મ એ નિખાલસ સેવા આપી જાય,જે સત્કર્મને સ્પર્શી જાય
કુદરતની અનેક કૃપા થાય જીવોપર,જે નિર્મળભક્તિમાર્ગ દઈ જાય
......એજ કૃપા પ્રભુની જે મળેલદેહને,માનવતાનો સહવાસ આપી જાય.
અનેક સ્વરૂપ લઈ આવ્યા પરમાત્મા,જે ભારતદેશમાં દેહથી દેખાય
મળેલ દેહને સદમાર્ગ આપી જીવનમાં,પવિત્ર કર્મનો સંગ મળી જાય
ઉજવળતાની કેડીના સંગે રહી જીવતા,પ્રભુકૃપાની વર્ષાપણ થઈ જાય
નિર્મળજીવન સંગે નિર્મળરાહ પકડતા,મળેલદેહની માનવતામહેંકી જાય
......એજ કૃપા પ્રભુની જે મળેલદેહને,માનવતાનો સહવાસ આપી જાય.
=====================================================

	
July 1st 2018

મહાકાળી

   Image result for maa kali photo
.            .મહાકાળી  

તાઃ૧/૭/૨૦૧૮                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પાવનરાહે જીવન જીવતા,મા મહાકાળીની અનંતકૃપા મળી જાય
માનવદેહે સહવાસ મળે,જ્યાં મા પાવાગઢથી કાસોર આવી જાય
......એજ નિર્મળ ભક્તિનો સંકેત છે,જે પરિવારને આંગળી ચીંધી જાય.
વ્હાલી માવડી છે અમારી કુળદેવી,જે જગતમાં મહાકાળી કહેવાય
અજબશક્તિની કૃપા મળે માતાની,અમને પવિત્રજીવન આપી જાય
સરળ જીવનમાં નામોહ રહે,કે નાકોઇ માગણી જીવને સ્પર્શી જાય
મળેલ માનવદેહને સંબંધછે પરિવારથી,જે કુળને આગળ લઈ જાય
......એજ નિર્મળ ભક્તિનો સંકેત છે,જે પરિવારને આંગળી ચીંધી જાય.
પવિત્રપર્વત પાવાગઢ ગુજરાતમાં,જ્યાં મહાકાળીના દર્શનકરી શકાય
ઉંમરને ના આંબે માનવી જીવનમાં,જે પર્વતના પગથીયા છોડી જાય
માતાજીનો પવિત્રપ્રેમ સંતાનપર,એ કાસોરમાં માતાજીનાદર્શને દેખાય
પ્રદીપને નિર્મળરાહમળી જીવનમાં,જે કુળદેવી માકાળીનીકૃપા કહેવાય
......એજ નિર્મળ ભક્તિનો સંકેત છે,જે પરિવારને આંગળી ચીંધી જાય.
=======================================================