March 23rd 2015

.પ્રેમની નિર્મળતા

.                .પ્રેમની નિર્મળતા

તાઃ૨૩/૩/૨૦૧૫                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળપ્રેમ જીવનમાં મળતા,આવતી આફત ભાગી જાય
એક એકને ટપલી પડતા,મળતી મુંઝવણ દુર ચાલી જાય
……………નિર્મળપ્રેમની ગંગા વહેતા,સુખસાગર છલકી જાય.
મળતા પ્રેમનીપરખ નિરાળી,અનુભવથી જ ઓળખાય
મળે જ્યાં સાચો પ્રેમ નિખાલસ,સરળ જીવન થઇ જાય
ના મોહ માયાની ચાદર અડકે,જ્યાં પ્રભુકૃપા મળી જાય
મળે પ્રેમની પવિત્રગંગા,જીવનમાં શાંન્તિની વર્ષા થાય
……………નિર્મળપ્રેમની ગંગા વહેતા,સુખસાગર છલકી જાય.
કળીયુગી પ્રેમની ચાદર અડકે,લઘરવઘર જીવન થઈજાય
દેખાવની લાકડી બૈડે પડતા,ના કોઇ સાચી રાહને મેળવાય
મળે દેખાવનો પ્રેમ જીવનમાં,જે આધીવ્યાધીને આપી જાય
પ્રેમ મળે જલાસાંઇનો જીવને,જે શ્રધ્ધા ભક્તિએ મળી જાય
……………નિર્મળપ્રેમની ગંગા વહેતા,સુખસાગર છલકી જાય.

+++++++++++++++++++++++++++++++++++++++++++

March 10th 2015

કુળદેવી

.                        .કુળદેવી

તાઃ૧૦/૩/૨૦૧૫                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુળદેવી મા કાળકા આવી,કાસોરથી કૃપા કરવાને આજ
પાવાગઢની પવિત્ર રાહથી,આવી ભક્તિ જ્યોતનીસાથ
…….એવી અજબકૃપા માતારી,ઉજ્વળ ભક્તિરાહ દઈ જાય.
માડી તારા ચરણ સ્પર્શતા,પ્રદીપને શાંન્તિ મળી જાય
આશીર્વાદ મળતા માતારા,જીવનની ઝંઝટ ભાગીજાય
કુળદેવીનો પ્રેમછે સાચો,પાવાગઢથી કાસોરઆવીજાય
ભક્તિપ્રેમ અંતરથી સચવાતા,અસીમકૃપા મળી જાય
…….એવી અજબકૃપા માતારી,ઉજ્વળ ભક્તિરાહ દઈ જાય.
ૐ ક્રીમ કાલિયે નમઃના સ્મરણે,આજીવન ઉજ્વળ થાય
મોહમાયાને દુર રાખતા જીવનમાં,સુખશાંન્તિ મળી જાય
પ્રેમનીસાચી પરખપામતા,રમા,રવિ,દીપલ સંગે હરખાય
મળેલ માનવદેહ જગે,કુળદેવીની કૃપાએ મુક્તિએ દોરાય
…….એવી અજબકૃપા માતારી,ઉજ્વળ ભક્તિરાહ દઈ જાય.
=================================================
.       . કુળદેવી માતા કાળકાનો અનુભવ થતાં આ કાવ્ય માતાના
ચરણોમાં વંદન સહિત પદીપ તથા પરિવાર તરફથી સપ્રેમ ભેંટ

March 9th 2015

લેવા આવજો

.               .લેવા આવજો

તાઃ૯/૩/૨૦૧૫                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

લેવા આવજો પ્રેમથી અમને,મળેલપ્રેમ લાવી રહ્યો છે તહીં
સમયસમય નાસંકડાય જીવનમાં,લાવી રહ્યો છે પાછા ભઈ
.         ………………તેથી પકડી પ્રેમની કેડીને તમે આવજો વ્હેલા ભઈ.
પવિત્રપ્રેમની રાહ મળી મને,જ્યાં સાહિત્યસરીતા વહેતી થઈ
અસીમકૃપા મા સરસ્વતીની,જે અનેક થકી અમને મળી ગઈ
ના માગણી ના દેખાવ સ્પર્શ્યો,કે ના કોઇ અપેક્ષા અમને થઈ
સરળ જીવનની રાહ મળી હ્યુસ્ટનમાં,માનવતા મહેંકતી થઈ
.         ………………તેથી પકડી પ્રેમની કેડીને તમે આવજો વ્હેલા ભઈ.
વ્હાલા મારા સ્નેહીજનો  જ છે,જે માન સન્માન મેળવે છે ભઈ
ઉજ્વળ જીવનની રાહ સંગે,પરદેશમાં પ્રેમ લઈ રહ્યા છે અહીં
સાહિત્ય સરીતાના પવિત્ર પાણીથી,ગંગા વહેવડાવી છે ભઈ
પ્રેમજ્ તમારો ઉજ્વળ છે ,જે અમને પરત લાવી રહ્યો છે તહીં
.         ………………તેથી પકડી પ્રેમની કેડીને તમે આવજો વ્હેલા ભઈ.

==========================================
.                  .હ્યુસ્ટનની સાહિત્ય સરીતાનો પ્રેમ અંતે અમને પરત લાવી રહ્યો છે.
જે મને અંતરનો આનંદ આપીને મારા વ્હાલા સરસ્વતીમાના સંતાનોનો પ્રેમ અને
પ્રસંગ આપી ઉજ્વળ સંગાથથી આનંદ દઈ દેશે જે મારો વિશ્વાસ અને સાચો નિર્મળ
પ્રેમ સાચવી રાખશે.
ગુજરાતી  સાહિત્ય સરીતાના સૌ કલમપ્રેમીઓને પ્રદીપ બ્રહ્મભટ્ટના જય જલારામ.

March 9th 2015

સુખદુઃખનો સંગાથ

.               .સુખદુઃખનો સંગાથ

તાઃ૯/૩/૨૦૧૫                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્ર જીવનનીરાહ મળે જીવને,જ્યાં નિર્મળભક્તિ થાય
સુખની શીતળ કેડીને પામતા,દુઃખનો દરીયો ભાગી જાય
.       ………………એજ સાચી ભક્તિ જે મોહમાયાને આંબી જાય.
દેહ મળે જ્યાં માનવનો જીવને,અવનીએ આગમન દેખાય
માતાપિતાની સ્નેહાળ રાહે,જીવને અનંત શાંન્તિ મળીજાય
પ્રેમની સાચી પરખ ભક્તિથી,જે જીવને સદમાર્ગે દોરી જાય
અવનીપરનુ આગમન કૃપાથી,જીવને આગમનથીસમજાય
.       ………………એજ સાચી ભક્તિ જે મોહમાયાને આંબી જાય.
અનંત કૃપાળુ છે અવીનાશીની,જીવથી થતા કર્મથી દેખાય
સાચી ભક્તિનો સંગ અંતરથી,જે જીવનમાં સુખથી મેળવાય
અડે જીવને મોહમાયા  કળીયુગી,ત્યાં દુઃખ આવીને મળી જાય
નાઅપેક્ષા નાઅભિમાન અડે,ત્યાં સુખદઃખનો સંગાથ સમજાય
.       …………………એજ સાચી ભક્તિ જે મોહમાયાને આંબી જાય.

======================================

March 9th 2015

પાવનકેડી

.                .પાવનકેડી

તાઃ૮/૩/૨૦૧૫                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિભાવને પારખી ચાલતા,જીવપર પ્રભુકૃપા થઈ જાય
સરળ જીવનની રાહ મળતા જ,પાવનકર્મ જીવનમાં થાય
.        ……………….એજ શ્રધ્ધાએ જીવતા મુક્તિમાર્ગ મળી જાય.
નિરાધારનો આધાર પ્રભુ છે,જ્યાં શ્રધ્ધાએ જીવન જીવાય
માગણીમોહને દુર ફેકતા,કળીયુગનીચાદર પણ છુટી જાય
પરમકૃપાળુ તો છે દયાળુ,એ જીવને અનુભવતી સમજાય
આજકાલને નાઆંબે કોઇ,જગતમાં સમય કોઇથીનાપકડાય
.       …………………એજ શ્રધ્ધાએ જીવતા મુક્તિમાર્ગ મળી જાય.
જલાસાંઇની જ્યોત ભક્તિની,જીવોને ભક્તિમાર્ગ દઈ જાય
માનવતાનીમહેંક પ્રસરતા,ઝોળીઝંડો દઇને એ ભાગી જાય
વિરપુરમાં જલારામની સાચીભક્તિએ,પ્રભુપરિક્ષા કરીજાય
શેરડી ગામમાં સાંઇબાબાનોદેહ,જમીનમા વિલીન થઈજાય
.          ……………….એજ શ્રધ્ધાએ જીવતા મુક્તિમાર્ગ મળી જાય.

==================================