July 29th 2007
શું લખું? 29/7/2007
શું લખું? શું લખું? મનમાં એવું થયા કરે,
આજે લખુ કાલે લખીશ એવું મન કાયમ કહ્યા કરે.
લખુ લખાશે કે લખાયું એવું કાંઈક બની ગયું,
મનનું મનમાં ના રહેતા કાંઈક આજે કહી જવાયું.
ઉર્મીબેનનો અણસાર ને વિજયભાઈ નો પ્રેમ,
લાવ્યા સર્જકોની સંગાથે હૈયે રાખી કાયમ હેત.
મનમાં લાગી માયા ને કલમ બનાવે કાયા,
પ્રદીપ,પ્રદીપ કરતાં આજે હું પરદીપ બની રહું.
હેત માગું હામ ધરી હું પ્રેમ કાયમ મળ્યા કરે,
વર્ષા હેતની વરસ્યા કરેને પ્રેમ સૌનો મળ્યા કરે.
—————————-
July 26th 2007
૨૮/૭/૧૯૭૨ પ્રકાશ દે પ્રભુ પ્રદીપ બ્રહ્મભટ્ટ
( હરિઃઑમ આશ્રમ,નડિયાદ)
પ્રકાશ દે તુ, મુજ જીવનમાં, પામવાને સાચો રાહ,
પામીને હું,જીવન ઘડતર,તુજમાં આવ્યો સમાવાકાજ.
….પ્રકાશ દે તુ.
રાહમાં તો દીસે નહીં મને, જીવનના આ રસ્તા,
કષ્ટ સહન કરવાને કાજે, બળ દે મુજને આજ..(૨)
….પ્રકાશ દે તુ.
આંખે આપ્યો અંધાપો તેં, કંઈ નહીં મને દીસે,
ઉજ્વળતાના આ સાગરમાં, અંધારું વિસરાયું..(૨)
….પ્રકાશ દે તુ.
કશું નથી મારી પાસે,પણ આવ્યો તુજને મળવા,
પુષ્પ તણી આ પાંદડીઓથી,વરસાવું હું વર્ષા..(૨)
….પ્રકાશ દે તુ.
…હરિઃ ઑમ… હરિઃઑમ…
—————————
સંત પરમ પુજ્ય શ્રી મોટાની સેવામાં અર્પણ. પ્રદીપ બ્રહ્મભટ્ટ.
July 23rd 2007
૨૫.૭.૧૯૭૨ પ્રભુ મારા પ્રદીપ બ્રહ્મભટ્ટ
(હરિઃઑમ આશ્રમ,નડીયાદ)
હે પ્રભુ મારા, હું વિનતી આજ કરુ છુ….(૨)
સુખદુઃખની આ ઝંઝટમાંથી મુજને આજ ઉગારો…
…હે પ્રભુ મારા.
નિંદ્રામાં તો તને ભુલીને, સ્વપ્નામાં ખોવાતો;
શાને કાજે, નિંદ્રા દીધી, મુને આજ જીવનમાં,
શાંન્તિના આ વનઉપવનમાં મુઝને ક્યાંથી સુઝે;
માર્ગે તુ તો આગળ નાહીં મુને કછુ નહીં સુઝે…
…હે પ્રભુ મારા.
જાગ્યો જ્યારે નિંદ્રામાંથી, સંસારે હું લપટાયો;
પાપો પામ્યો જીવન ખોઈ,તુજ સંગત ના આવ્યો,
તારી પામી કૃપા ફરી હું, જીવતર જીવવા લાગ્યો;
બધાને ભૂલી,પ્રેમ સાગરમાં, તુજમાં હું ખોવાણો…
…હે પ્રભુ મારા.
જગની માયા અળગી લાગી ભવસાગરથી છુટવાને;
અળગી કરું,આમિથ્યા માયા,વળગી રહું તમને પ્રભુ,
સૃષ્ટિની આ અકળ લીલાથી, મુક્ત પ્રભુ મને કરો;
સફળ આ પ્રદીપનું માનવજીવન જન્મથી દો મુક્તિ…
…હે પ્રભુ મારા.
**************
…..શ્રી હરિઃઑમ,શ્રી હરિઃઑમ,શ્રી હરિઃઑમ,શ્રી હરિઃઑમ…
સંત પરમ પુજ્ય શ્રી મોટાની સેવામાં સાદર અર્પણ…પ્રદીપ બ્રહ્મભટ્ટ.
July 23rd 2007
હ્યુસ્ટન રક્ષાબંધન ૨૧મી ઑગસ્ટ ૨૦૦૬
(ભાઈબહેનનો અતુટપ્રેમ)
સર્જનહારની આ લીલા ના જાણી ના નિરખી જગમાં શકવાના,
ક્યાંથી ક્યાં લઈ આવ્યા કૈલાસબેનનો પ્રેમ મેળવવા હ્યુસ્ટનમાં.
…..જયજલારામ જયજલારામ.
ભાઈબહેનનો પ્રેમ અતૂટ છે જેની જગમાં ના કોઈ તુલના છે;
વરસે પ્રેમની વર્ષા અમો પર જાણે શિવબાબાની કૃપા થઈ,
બહેન અમારા હેત કરે ને અમીદ્રષ્ટિ કાયમ અમ પર રાખે છે;
ના માયા ના મોહ ના સ્વાર્થ અમોએ ક્યાંય કદી યે દીઠો,
પ્રેમ મળતો જ્યારે મળીયે હૈયેહેત અમો પર કાયમ વરસાવે છે.
….ક્યાંથી ક્યાં લઈ આવ્યા.
હ્યુસ્ટન મને લેખે લાગ્યું જયાં મોટીબહેનનો મને પ્રેમ મળ્યો;
માતાની અમને લાગણી દેતાં ને પ્રેમ રમાને હેતકરી એ કરતાં,
હિરાબાના સંસ્કારસિંચન ને જે.ડી.પટેલનો તેમને સાથ મળ્યો;
રવિ,દીપલમાં સંસ્કાર બાના ને નિશીતકુમારને વ્હાલા કૈલાસબા;
કેવો કુદરતનો નિયમ કે જેને માનવી ના તો જગમાં કળી શકે.
…ક્યાંથી ક્યાં લઈ આવ્યા.
મોટીબહેનની માયા મુજને હાથ અમો પર સદા હેતથી રાખે;
આર્શિવાદ હેતથી મળતાં બાબાની અમપર કૃપારહી છે વરસી,
સ્નેહતણી સગાઈ છે બેનની ના સ્વાર્થ અમે ક્યાંય કદીયે દીઠો;
પ્રદીપ,પ્રદીપનું સ્મરણ મનમાં જ્યારે ભાઈબહેનનો દીન આવે;
રક્ષાબંધન પવિત્ર તાંતણે લાવે આનંદોલ્લાસ અમારા જીવનમાં.
…ક્યાંથી ક્યાં લઈ આવ્યા.
જન્મ અમારો સાર્થક કરવા જલાબાપા હ્યુસ્ટન લઈને આવ્યા;
સાત્વિક જીવન ને નિસ્વાર્થ ભાવથી રાખી અમને સુખી કર્યા,
તનમનથી હેત અમોને આપી કૈલાસબેને રાહ અમોને દીધો;
ઉપકાર અમો પર અમારાબેનનો જેણે નસીબદાર અમને કીધા,
રાખડીના આ તાંતણે સાર્થક માનવ જીવન આ જન્મે કરી રહ્યા.
…ક્યાંથી ક્યાં લઈ આવ્યા.
……..જય જલારામ.ઑમ શાન્તિ……..
પુજ્ય કૈલાસબેનને તાઃ૯મી ઑગસ્ટ,૨૦૦૭ ના રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે પરમાત્મા શીવબાબાની તથા પુજ્ય જલારામબાપાની અસીમકૃપાથી લખાયેલ આ “રક્ષાબંધન” કાવ્ય તેઓને યાદ રુપે સપ્રેમ પ્રણામ સહિત અર્પણ. પ્રદીપ બ્રહ્મભટ્ટ,હ્યુસ્ટન
July 20th 2007
૨૫ મી લગ્નદિનની ઉજવણી સમયે તાઃ૨૧મી જુલાઈ ૨૦૦૭
પ્રદીપ બ્રહ્મભટ્ટની કલમે દક્ષાના મુખેથી….
પાળજ ગામમાં દક્ષા-કનુ,દક્ષા-કનુ વ્હાલથી મુજને કહેતા સહું;
ઉમરલાના રમેશભાઈને પરણી એટલે દક્ષા-રમેશ થઈ હું દક્ષા-રમેશ થઈ,
એટલે સૌ કહેતા દક્ષા-રમેશ અહીં.
એકએક કરતાં અગીયાર વટાવી આજે લગ્ન પચીસી થઈ;
પાળજ ઉમરલાને વિદાય દીધી ને હ્યુસ્ટન આવી ગઈ,
હું હ્યુસ્ટન આવી રહી હું હ્યુસ્ટન વાસી થઈ.
સ્નેહ પ્રેમને આનંદ સાથે જીંદગી શરુ થઈ હું આનંદવિભોર થઈ;
માયાના બંધનમાં બંધાણીને સંસારે લપટાઈ ગઈ,
માબાપની કૃપા થઈ મને માયા વળગી ગઈ.
પરમાત્માની અસીમકૃપા ને લીલા સમજ ના આવી કંઈ;
ચકુ,ચકુ કહેતા આજે બેટા ધ્રુમીલ કહેતી થઈ,
ને વ્હાલા દીકરાની માયા લાગી ગઈ.
કૃષ્ણ-રાધાના બંધન જેવી જીંદગી અમારી થઈ;
મસ્તમઝાની આનંદવિભોર જીંદગી સાથે હું ઘરવાળી પણ થઈ,
તે ઘરમાં ખુશીથી રહેતી થઈ.
ના હા ના હા કરતાં અહીંયાં રાણી જેવી હું સુખી થઈ;
પ્રેમપ્રેમની વર્ષા થાતા હું પ્રેમમાં ડુબી ગઈ,
સંસારની માયા વળગીને હું જીંદગી માણતી થઈ.
અકળ માયા ને અકળ લીલા હવે સમજાઈ ગઈ;
માબાપની કૃપા,પ્રેમ પતિનો ને સ્નેહ સગાનો ના વિસરાય અહીં,
હરપળ યાદ રહે હું કેમે વિસરું નહીં.
પ્રેમ પામી પતિદેવનો ને હૈયે રહે સદાય હેત;
કેવી કુદરતની આ લીલા કે જીંદગી ખુશીથી પાવન થઈ,
હું સર્વ રીતે સુખી થઈ ના ચિંતા કોઈ રહી.
એક અગીયાર એકવીસ વટાવી લગ્ન પચીસી આજે ઉજવી અહીં;
કૃપા અમારા પર જલાબાપાની જોઈને હું તો રાજીરાજી થઈ,
ને જલાબાપાના શરણે લાગી રહી.
રમા,રવિ ને દીપલ સાથે નિશીતકુમાર પણ હરખે હૈયે આવ્યા દોડી અહીં;
લાગણી સૌની ના સમજાઈ ને હેતની વર્ષા અખંડ અમો પર રહી,
હું આનંદ વિભોર થઈ ને આંખો ભરાઈ ગઈ.
સગા આવ્યા સ્નેહીઓ આવ્યા,આવ્યા હિતેચ્છુ સહુ;
સન્માન કરતાં સજ્જનોના ને આવકારો દેતાં સંબંધીઓને,
આંખો ભીની થઈ હું ખુશીથી રડી રહી.
——————————
પાળજ થી ઉમરલાની સફરની આજે પચીસમી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે પ્રદીપકુમારના હસ્તે લખાયેલ કાવ્ય રમા તરફથી ભેંટ.
July 12th 2007
વીરગતિ
પ્રદીપ બ્રહ્મભટ્ટ
મા તારો લાડકવાયો આજે વીરગતિને પામ્યો
તારા દુધની લાજ રાખવા કાજે એણે પ્રાણ દીધો છે ત્યાગી
એવો તારો અમર થયો છે લાલ જેની નહીં મળે મિશાલ..
માતા જેવી માતૃભુમિના રક્ષણકાજે પરદશીને પડકાર કીધો
હાથમાં રાખી હામ અને મનમાં દ્રઢ મનોબળ રાખી
નિઃશસ્ત્ર હતો પોતે પણ તેણે શસ્ત્રો સામે હામ ભરી.
…..એવો તારો
શાન્તિના દુતોની સાથે માતૃભુમિના કર્જને કાજે તૈયાર થયો
ના તેના પર કોઇ જોર હતું ના તેના પર કોઇ દબાણ હતું
મનમાં એક તમન્ના હોઇ સ્વતંત્રાની નાની ચિનગારી જોઇ
…..એવો તારો
કાજળ જેવી રાત હતી તોય મરણનું જેણે શરણું ન લીધું
દેશદાઝને કાજે તેણે શાંન્તિના સંદેશાનો સથવાર લીધો
એવી હતી એ મનોભાવના જેને જગમાં નાકોઇ પડકાર હતો.
…..એવો તારો
એક ભૂમિના સંતાનો સૌ જગમાં અમર નામના કરી ગયા
ના કોઇ હિન્દું,ના કોઇ મુસ્લીમ ના કોઇ શીખ ઇસાઇ
ભારતમાતાના સૌ સંતાનો હળીમળી અંગ્રેજોને પડકાર કર્યો
…..એવો તારો
જાન ગુમાવી વિરગતિને પામ્યા પ્રદીપ બની જગમાં અમર થયાં
ના તારું લાગે ના મારું માન્યું આ માતૃભુમિના કર્જદાર છીએ
મનમાં એક જ લક્ષ હતું મા તારી ગુલામી અમથી ના જીરવાઈ.
…..એવો તારો
મળ્યા અમોને બાપુ ગાંધી સત્ય અહિંસાના એ સરદાર હતા
મન મક્કમ ને દ્રઢ મનોબળ હિમ્મત રાખી વીરગતિને પામ્યા
શોક નથી માતાને જેણે દેશદાઝમાં સંતાન પોતાનું ગુમાવ્યુ.
…..એવો તારો
કોઇનો લાડકવાયો તો કોઇનું સિંદુર જતાં સઘળુ છીનવાઈ ગયું
કોઇનો તો આધાર ગયો તોય સ્વતંત્રતાને માટે આનંદે વિદાયા
કેવી ઊજ્વળ ભાવના જેમાં માનવતાની મહેંક જ મહેંકે
…..એવો તારો
…….જય હિન્દ…..જય ભારત માતા…….
July 4th 2007
સંતને વંદન કેમ?
ઑગસ્ટ ૨૦૦૦ હ્યુસ્ટન. પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંત એટલે તન સહિત જેણે સર્વસ્વ પ્રભુને સર્મપણ કર્યુ છે તે.સંત શબ્દ બોલવો અને તે થવા પ્રયત્ન કરવો તેમાં આકાશ અને ધરતી જેટલું અંતર છે . સંતને જગતમાં માન સહિત આવકારાય છે. કારણ તેમણે મળેલા મનુષ્ય અવતારમાં પુર્વજન્મના બીજા જીવો સાથેના લેણદેણને ત્યજીને જગતમાં વળગેલ સંબંધો જેવા કે મા-બાપ,ભાઈબહેન,સગાંસંબંધી એ બધાનો ત્યાગ કરીને(આ સંબંધો જીવ કોઈપણ રીતે પુર્ણ કરવા બંધાયેલ છે જાણવા છતાં) પોતાના મન,કર્મ,વચન અને તન પર સંયમ રાખીને જગતના કર્માધિન જીવોનો ઉધ્ધાર કરવા માટે, જીવને મળેલ મહામુલા મનુષ્ય અવતારને સાર્થક કરવા અને કરાવવા માટે પોતે ભેખ ધારણ કરીને પરમકૃપાળુ પરમાત્માની ઓળખ કરીને જગતમાં વસતા મુમુક્ષોને તેની ઓળખણ કરાવવા સારુ જીવન અર્પણ કરેલ હોય છે.જગતની માયાવી સૃષ્ટિથી પર રહેવા માટે ભગવું ધારણ કરે છે.ભગવું કપડું એ ત્યાગનું ચિન્હ છે.
ભગવું ધારણ કરવા માટે તમારા શરીરે ઘણું બલિદાન આપવું પડે છે.આ વાત જગતના ઘણા ઓછા લોકો જાણતા લાગે છે કારણ કેટલાકને મેં એમ બોલતા પણ સાંભળ્યા છે કે ‘હું હમણાં ભગવાં પહેરીને બેસું તો લોકો મને ફલાણા મહારાજ છે તેમ કહીને પગે લાગશે. મારી આગતા સ્વાગતા કરશે‘.પણ આ મુર્ખાને એ ખ્યાલ નથી કે તેં જે ભગવું કપડું પહેર્યું છે તે રંગીન કાપડ પહેર્યા બરાબર છે. ભગવું ધારણ કરી શકવાની લાયકાત કેળવવી એટલે વર્ષો વીતિ જાય છે.તેનો બોલનારને પોતાના આડંબરને કારણે ખ્યાલ નથી આવતો. સાધુ મહાત્મા એ જગતના જીવોનું કલ્યાણ કરવા માટે પોતાનું સર્વસ્વ પ્રભુને સર્મપિત કરીને ભગવું ધારણ કરે છે અને તે ધારણ કરીને જગતના જીવોના કલ્યાણને લક્ષમાં રાખીને પૃથ્વી પર વિચરણ કરતા ફરે છે. સંત શિરોમણી પુ.પ્રમુખ સ્વામી મહારાજને ઉંમરને કારણે વિચરણ કરવાનું ફાવે તેમ નથી પરંતું તમારા જીવના કલ્યાણ માટે એ સંત શારીરિક કષ્ટ વેઠીને પણ પ્રત્યક્ષ પધારે છે.જે આપણા તથા આ ધરતીના પુણ્ય જ કહી શકાય.તેમને વિમાન,સ્ટીમર કે આગગાડીની મુસાફરીના કષ્ટ વેઠવા પડે છે તે આપણા જેવા જીવોના કલ્યાણ અર્થે જીવન અર્પણ કરી ચુક્યા છે.તેઓને આ સાધનોની કોઇ જ જરુર નથી.તેઓ તો સ્મરણ માત્રથી આપણી સમીપે આવી આપણા જીવનમાં સતકર્મોમાં મદદરુપ બની જાય છે.કારણ તેમણે તો જગતના જીવોના કલ્યાણ અર્થે આ ભેખધારણ કરેલ છે.તેઓ પોતાના જીવનો ઉધ્ધાર કરીને જગતના જીવોનું કલ્યાણ કરવા વિચરણ કરે છે.
July 1st 2007
Late Shri Maniben Manibhai Patel
Palaj, Gujarat. India
Dear Grandmother, It’s hard to accept that you’re gone
But I’m sure you are in a better place,
Reuniting with dear Grandfather in the Heavens.
I had lot to share and many things to say,
I wanted to let you know, I thank you for the gift of Love,
That you shared with me, you always cared and loved me.
You always saw well in me, No matter what I’ve done,
You were always the one I could lean on.
After Grandfather left us, you were the strength of the Family,
It’s time now for you to rest calmly.
As your family & friends say Goodbye,
Sorrow tears roll down their eyes.
But I know you will watch the ones you love from above,
You will always be in our hearts and minds.
With Love,
Dipal
Pradip’s Note: My Mother-in-Law passed away on 14th June
2007 (Thursday) for her above is the feeling of my daughter.