July 12th 2007

વીરગતિ

                                   વીરગતિ  

પ્રદીપ બ્રહ્મભટ્ટ
મા તારો લાડકવાયો આજે વીરગતિને પામ્યો
          તારા દુધની લાજ રાખવા કાજે એણે પ્રાણ દીધો છે ત્યાગી
                    એવો તારો અમર થયો છે લાલ જેની નહીં મળે મિશાલ..
માતા જેવી માતૃભુમિના રક્ષણકાજે પરદશીને પડકાર કીધો
           હાથમાં રાખી હામ અને મનમાં દ્રઢ મનોબળ રાખી
                     નિઃશસ્ત્ર હતો પોતે પણ તેણે શસ્ત્રો સામે હામ ભરી.
                                                                              …..એવો તારો
શાન્તિના દુતોની સાથે માતૃભુમિના કર્જને કાજે તૈયાર થયો
           ના તેના પર કોઇ જોર હતું ના તેના પર કોઇ દબાણ હતું
                    મનમાં એક તમન્ના હોઇ સ્વતંત્રાની નાની ચિનગારી જોઇ
                                                                               …..એવો તારો
કાજળ જેવી રાત હતી તોય મરણનું જેણે શરણું ન લીધું
          દેશદાઝને કાજે તેણે શાંન્તિના સંદેશાનો સથવાર લીધો
                  એવી હતી એ મનોભાવના જેને જગમાં નાકોઇ પડકાર હતો.
                                                                               …..એવો તારો
એક ભૂમિના સંતાનો સૌ જગમાં અમર નામના કરી ગયા
          ના કોઇ હિન્દું,ના કોઇ મુસ્લીમ ના કોઇ શીખ ઇસાઇ
                  ભારતમાતાના સૌ સંતાનો હળીમળી અંગ્રેજોને પડકાર કર્યો
                                                                               …..એવો તારો
જાન ગુમાવી વિરગતિને પામ્યા પ્રદીપ બની જગમાં અમર થયાં
         ના તારું લાગે ના મારું માન્યું આ માતૃભુમિના કર્જદાર છીએ
              મનમાં એક જ લક્ષ હતું મા તારી ગુલામી અમથી ના જીરવાઈ.
                                                                               …..એવો તારો
મળ્યા અમોને બાપુ ગાંધી સત્ય અહિંસાના એ સરદાર હતા
             મન મક્કમ ને દ્રઢ મનોબળ હિમ્મત રાખી વીરગતિને પામ્યા
                 શોક નથી માતાને જેણે દેશદાઝમાં સંતાન પોતાનું ગુમાવ્યુ.
                                                                              …..એવો તારો
કોઇનો લાડકવાયો તો કોઇનું સિંદુર જતાં સઘળુ છીનવાઈ ગયું
             કોઇનો તો આધાર ગયો તોય સ્વતંત્રતાને માટે આનંદે વિદાયા
                   કેવી ઊજ્વળ ભાવના જેમાં માનવતાની મહેંક જ મહેંકે
                                                                              …..એવો તારો
             …….જય હિન્દ…..જય ભારત માતા…….

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment