દક્ષાના મુખેથી
૨૫ મી લગ્નદિનની ઉજવણી સમયે તાઃ૨૧મી જુલાઈ ૨૦૦૭
પ્રદીપ બ્રહ્મભટ્ટની કલમે દક્ષાના મુખેથી….
પાળજ ગામમાં દક્ષા-કનુ,દક્ષા-કનુ વ્હાલથી મુજને કહેતા સહું;
ઉમરલાના રમેશભાઈને પરણી એટલે દક્ષા-રમેશ થઈ હું દક્ષા-રમેશ થઈ,
એટલે સૌ કહેતા દક્ષા-રમેશ અહીં.
એકએક કરતાં અગીયાર વટાવી આજે લગ્ન પચીસી થઈ;
પાળજ ઉમરલાને વિદાય દીધી ને હ્યુસ્ટન આવી ગઈ,
હું હ્યુસ્ટન આવી રહી હું હ્યુસ્ટન વાસી થઈ.
સ્નેહ પ્રેમને આનંદ સાથે જીંદગી શરુ થઈ હું આનંદવિભોર થઈ;
માયાના બંધનમાં બંધાણીને સંસારે લપટાઈ ગઈ,
માબાપની કૃપા થઈ મને માયા વળગી ગઈ.
પરમાત્માની અસીમકૃપા ને લીલા સમજ ના આવી કંઈ;
ચકુ,ચકુ કહેતા આજે બેટા ધ્રુમીલ કહેતી થઈ,
ને વ્હાલા દીકરાની માયા લાગી ગઈ.
કૃષ્ણ-રાધાના બંધન જેવી જીંદગી અમારી થઈ;
મસ્તમઝાની આનંદવિભોર જીંદગી સાથે હું ઘરવાળી પણ થઈ,
તે ઘરમાં ખુશીથી રહેતી થઈ.
ના હા ના હા કરતાં અહીંયાં રાણી જેવી હું સુખી થઈ;
પ્રેમપ્રેમની વર્ષા થાતા હું પ્રેમમાં ડુબી ગઈ,
સંસારની માયા વળગીને હું જીંદગી માણતી થઈ.
અકળ માયા ને અકળ લીલા હવે સમજાઈ ગઈ;
માબાપની કૃપા,પ્રેમ પતિનો ને સ્નેહ સગાનો ના વિસરાય અહીં,
હરપળ યાદ રહે હું કેમે વિસરું નહીં.
પ્રેમ પામી પતિદેવનો ને હૈયે રહે સદાય હેત;
કેવી કુદરતની આ લીલા કે જીંદગી ખુશીથી પાવન થઈ,
હું સર્વ રીતે સુખી થઈ ના ચિંતા કોઈ રહી.
એક અગીયાર એકવીસ વટાવી લગ્ન પચીસી આજે ઉજવી અહીં;
કૃપા અમારા પર જલાબાપાની જોઈને હું તો રાજીરાજી થઈ,
ને જલાબાપાના શરણે લાગી રહી.
રમા,રવિ ને દીપલ સાથે નિશીતકુમાર પણ હરખે હૈયે આવ્યા દોડી અહીં;
લાગણી સૌની ના સમજાઈ ને હેતની વર્ષા અખંડ અમો પર રહી,
હું આનંદ વિભોર થઈ ને આંખો ભરાઈ ગઈ.
સગા આવ્યા સ્નેહીઓ આવ્યા,આવ્યા હિતેચ્છુ સહુ;
સન્માન કરતાં સજ્જનોના ને આવકારો દેતાં સંબંધીઓને,
આંખો ભીની થઈ હું ખુશીથી રડી રહી.
——————————
પાળજ થી ઉમરલાની સફરની આજે પચીસમી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે પ્રદીપકુમારના હસ્તે લખાયેલ કાવ્ય રમા તરફથી ભેંટ.