December 31st 2011

સમયની ચાલ

…………………..સમયની ચાલ

તાઃ૩૧/૧૨/૨૦૧૧………………. પ્રદીપ બ્રહ્મભટ્ટ

આજકાલ એ દીવસની ગણતરી,સમયે એતો સમજાય
વર્ષની લાંબી કેડી ૨૦૧૧ની,૨૦૧૨ આવતાંજ દેખાય
. ……………………………………આજકાલ એ દીવસની ગણતરી.
ના રોકી શકે જગતમાં કોઇ,છોને હોય પ્રભુનો અવતાર
જીવને મળતા દેહ અવનીએ,સંગે ઉંમર વધતી જજાય
સુખ દુઃખની જેમ સાંકળ દેહે,તેમ પ્રેમ ઇર્શાય વરતાય
સમજી વિચારી ચાલતાં જીવને,સુખશાંન્તિય મળીજાય
. ……………………………………આજકાલ એ દીવસની ગણતરી.
આજે કરેલ કામ ભુતકાળ થઈ જાય,જે પ્રભાતે દેખાય
મનથી કરેલ સાચીભક્તિ,જીવનાપુણ્ય જમાથતાં જાય
આવી આંગણે કૃપા પ્રભુની,આ જન્મ સફળ થઈ જાય
સમયનીકેડી સાથેચાલતાં,જીવને મુક્તિમાર્ગ મળીજાય
. ……………………………………આજકાલ એ દીવસની ગણતરી.

==================================================

December 29th 2011

સદગતીનો માર્ગ

……………….સદગતીનો માર્ગ

તાઃ૨૯/૧૨/૨૦૧૧……………..પ્રદીપ બ્રહ્મભટ્ટ

સ્મરણ સવારે પ્રેમથી કરતાં,ઉજ્વળ જીવન દેહને મળતાં
આંગણે આવી જલાસાંઇ રહેતાં,ભક્તિમાર્ગ જીવનમાં દેતાં
. ……………………………………….સ્મરણ સવારે પ્રેમથી કરતાં.
ઉજ્વળ પ્રભાતના કિરણોજોતાં,નિર્મળપ્રેમની જ્યોત દેતા
મોહમાયાને દેહથી દુર કરતાં,પ્રભુભક્તિની રાહ મેળવતા
શીતળ સ્નેહની વર્ષાવરસતાં,જીવને શાંન્તિ સ્નેહે મળતાં
કૃપા પ્રભુની જીવને મળતાં,મુક્તિ માર્ગની દોર નિરખતાં
. …………………………………….. સ્મરણ સવારે પ્રેમથી કરતાં.
કર્મનીકેડી શીતળ બનતી,પવિત્રરાહ જ્યાં જીવને મળતી
સગા સ્નેહની ત્યાં પ્રીતપુકારે,જ્યાંબારણે સાચાસંત આવે
તનમન ધનથી શીતળ જીવન,ભક્તિ આપે પ્રીત નિર્મળ
રામનામની પ્રીતછે ન્યારી,અંતે જીવને એ મુક્તિ દેનારી
. ………………………………………સ્મરણ સવારે પ્રેમથી કરતાં.

============================================

December 26th 2011

સાચુ શરણું

……………………સાચુ શરણું

.તાઃ૧૫/૧૨/૨૦૧૧ (દુબાઇ) પ્રદીપ બ્રહ્મભટ્ટ

શરણુ મારે બાબા સાંઇનું,ને ગરવુ છે શેરડી ગામ
ભક્તિપ્રેમની કડી બતાવી,દીધુ ભક્તોને સુખધામ
……………………………………….શરણુ મારે બાબાસાંઇનું.
મળીપ્રીત માનવતાની,જે જીવનો કરી જાયઉધ્ધાર
માયામોહની લાલચછુટતાં,જીવનુ થઈજાયકલ્યાણ
અલ્લા ઇશ્વર એક બતાવી,દીધો માનવતાનો સંગ
ઉજ્વળજીવને માર્ગ ચીંધી,રાખ્યો મનુષ્યસંગે રંગ
……………………………………….શરણુ મારે બાબાસાંઇનું.
નિત્ય સવારે પુંજન કરતાં,પ્રેમ તેમનો મળી જાય
શરણું સાચુ જીવનમાં મળતાં,મોહમાયા દુર થાય
દ્રષ્ટિ પડતાં બાબાની આદેહે,જન્મસફળથઈ જાય
નાહકની કેડી જન્મમરણની,આમુક્તિથી છુટીજાય
. ……………………………………શરણુ મારે બાબાસાંઇનું.

+++++++++++++++++++++++++++++++++

December 26th 2011

સંમૃધ્ધિ

…………… ….. સંમૃધ્ધિ

તાઃ૨૬/૧૨/૨૦૧૧ ……….. …. પ્રદીપ બ્રહ્મભટ્ટ

કદમ કદમને પુછી ચાલતા,માર્ગ સરળ થઈ જાય
મોટીનાની વ્યાધી ભાગતા,આજીવન ઉજ્વળ થાય
. …………………………………….કદમ કદમને પુછી ચાલતા.
મનમાં રાખી શ્રધ્ધાસાચી,ત્યાં કર્મ સરળ પણ થાય
જીવન જીવતાં નિર્મળયુગે,કળીયુગ દુર ભાગી જાય
સ્નેહની સાંકળ દેહને ખેંચે,ના ઉભરોય પ્રેમનો થાય
કૃપા મળતા જલાસાંઇની,આ જન્મ સફળ થઈ જાય
. ……………………………………કદમ કદમને પુછી ચાલતા.
વાણીવર્તન પકડીરાખતા,ના તકલીફ કોઇ મેળવાય
મળે વણ અપેક્ષાએ જીવનમાં,જે કલ્પનામાં ના હોય
મુંઝવણભાગે બારણું જોઇ,નિર્મળસ્નેહ જ્યાંઉભો હોય
જન્મ સફળની કેડી મળતા,જીવ મુક્તિએ ખુશ થાય
. ……………………………………કદમ કદમને પુછી ચાલતા.

===========================================

December 25th 2011

ક્રોધનું આગમન

………………..ક્રોધનું આગમન

તાઃ૧/૧૨/૨૦૧૧………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ

આ આવ્યો આ ગયો પ્રકરણે,મન અહીંતહીં ભટકાય
ક્રોધનીકેડી મનને મળતાં,આધીવ્યાધીઓ વધી જાય
…………………………………આ આવ્યો આ ગયો પ્રકરણે.
મેં કર્યુની માયા એવી,જે દેહે અભિમાન આપીજાય
મનનીમુંઝવણ દોડી આવતાં,ક્રોધનું આગમન થાય
માનવતાની મુડી નિરાળી,જે જીવનથી ભાગી જાય
શોધવાનીકળેલ દેહનેજગમાં,ના માનવતામેળવાય
…………………………………આ આવ્યો આ ગયો પ્રકરણે.
ભક્તિનેસંગ થોડોય મળતાં,જીવનેશાંન્તિ મળીજાય
કળીયુગની ચાદરને છોડતાં,સાચી રાહને મેળવાય
પ્રેમનિખાલસ પારખીલેતાં,જીવથીભક્તિરાહ લેવાય
આજકાલની પવિત્રકેડીએ,જલાસાંઇની કૃપામેળવાય
………………………………….આ આવ્યો આ ગયો પ્રકરણે.

++++++++++++++++++++++++++++++++++++++++

December 25th 2011

સરગમના સુર

………………..સરગમના સુર

તાઃ૭/૧૨/૨૦૧૧………………પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરગમ તારા સુર સાંભળી,મારા કાનને શાંન્તિ થઈ
પ્રીત પ્રેમના શબ્દ ઓળખી,મને આનંદ મળ્યો અહીં
……………………………………….સરગમ તારા સુર સાંભળી.
મનને મળતી માયા દોર,ત્યારે વ્યાધી આવતી થઈ
એક છુટતાં આ જીવનમાં,બીજી દોડીને મળતી અહીં
સરગમના જેમ તાલ વાગે,તેમ ચઢ ઉતર શરૂ થઈ
મન મક્કમને શ્રધ્ધા સાથે,મારી જીંદગી સરળ થઈ
……………………………………….સરગમ તારા સુર સાંભળી.
પ્રેમ જીવનમાં જલાસાંઇથી,ત્યાંઆદેહને શાંન્તિ થઈ
પુણ્ય કર્મનો સંગ લેતાં જીવને,સાચી રાહ મળી ગઈ
ડગલેડગલું સંભાળતા દેહને,અનંતઆનંદ થયો ભઈ
સ્વરસાંભળી જેમ કર્ણમ્હાલે,તેમજીંદગી મલકાઇગઈ
……………………………………….સરગમ તારા સુર સાંભળી.

_+++++_+++++_+++++_+++++_+++++_

December 22nd 2011

જીવની પ્રકૃતિ

……………….જીવની પ્રકૃતિ.

તાઃ૨૦/૧૨/૨૦૧૧………………પ્રદીપ બ્રહ્મભટ્ટ

ધનવૈભવની ના માયા અમને,કે ના અપેક્ષાય રખાય
ઉજ્વળજીવન જલાસાંઇથીમળતાં,જન્મસફળ થઇજાય
…………………………………ધનવૈભવની ના માયા અમને.
લાગણી કદીના માગી મનથી,કે ના જીવને દુભાવાય
સમયની કેડી સમજી લેતાં,સાચીરાહ પણ મળી જાય
ડગલું એક જીવનમાંભરતાં,મનથી વિચાર હજારથાય
સફળતાની દરેક કેડીએ,જીવને અનંતઆનંદપણથાય
………………………………….ધનવૈભવની ના માયા અમને.
મળતી રાહ જીવનમાં એવી,જે સદમાર્ગેજ દોરી જાય
આફતો આઘી મુકીદે,નેસફળતાના સોપાનો મેળવાય
જીવને મળેલ આમાનવ જન્મ,સાર્થક કર્મોથી બંધાય
ઉજ્વળ કેડી જીવનમાં મળતાં,પ્રભુ કૃપાય મળી જાય
…………………………………..ધનવૈભવની ના માયા અમને.

+++++++++++++++++++++++++++++++

December 22nd 2011

કળીયુગી કર્મ

…………………કળીયુગી કર્મ

તાઃ૨૦/૧૨/૨૦૧૧…………….પ્રદીપ બ્રહ્મભટ્ટ

કાળા કામ કરવા નહીં,ના નામ બદનામ થાય
સુડી વચ્ચે સોપારી આવતાં,એતો કપાઇ જાય
…………………………………………..કાળા કામ કરવા નહીં.
મોહમાયાને નેવે મુકતા,આ જીવન ઉજ્વળ થાય
ના કાયાને માયા વળગે,ના તકલીફોય મેળવાય
જીવન નૈયા ચાલતી ઉજ્વળ,કીર્તીઓ મળી જાય
પ્રેમનીસાચી રાહ મળતાં,નાઆધીવ્યાધી અથડાય
…………………………………………..કાળા કામ કરવા નહીં.
કામણગારી કાયા થાય,જ્યાં નીતિ અનીતિ થાય
માર પડતાં કુદરતનો,વ્યર્થ માનવ જીવન થાય
મારી તમારી કેડી મુકતાં,જલાસાંઇની કૃપા થાય
જીવનેમળેલ માનવદેહે,આ જન્મસફળ થઈજાય
…………………………………………..કાળા કામ કરવા નહીં.

============================

December 21st 2011

ઝંઝટ ગઈ

……………………………… ઝંઝટ ગઈ

તાઃ૧૧/૧૧/૨૦૧૧…………………પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગની ઝંઝટ નેવે મુકતા,મને પ્રેમ મળી ગયો ભઈ
આવી શાંન્તિ દોડીઘરમાં,જગતની ઝંઝટ ભાગી ગઈ
…………………………………….જગની ઝંઝટ નેવે મુકતા.
નિર્મળ માયા પ્રેમ હ્રદયનો,જગે માનવતા મળી ગઈ
પ્રેમ ભાવના સામે આવતાં,ઉજ્વળ જીવન થયું ભઈ
આધીવ્યાધી દુર ભાગી ત્યાં,જીવને આનંદ થયો અહીં
આવતીકાલને ઉજ્વળજોતાં,દેહે જલાસાંઇનીકૃપા થઈ
…………………………………..જગની ઝંઝટને નેવે મુકતા.
મળતી માનવતા જગતમાં,પ્રેમની સાંકળ પકડાઇ ગઈ
ભક્તિ ભાવની કેડી મળતાં,જગે મોહ માયા ભાગી ભઈ
આજકાલની ઝંઝટછુટતાં,જીવની જીંદગી સચવાઈગઈ
મોહ માયાની ચાદર ઉડતાં,પ્રેમનો સાગર મળ્યો અહીં
…………………………………..જગની ઝંઝટને નેવે મુકતાં.

======================================

December 20th 2011

શુભ અવસર

…………………….શુભ અવસર

તાઃ૨૦/૧૧/૨૦૧૧…………..પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળ્યા જીવનમાં અવસર ઘણા,જે જોઇ જોઇને સમજાય
યાદરહે જીવનમાં જે મળેલા,તેને શુભ અવસર કહેવાય
……………………………………….મળ્યા જીવનમાં અવસર ઘણા.
પ્રીતની કેડી મળતાં જીવનમાં,સફળતાય મળતી જાય
પ્રેમ મળતાં સંબંધીઓનો પ્રસંગે,ઉજ્વળ એ થઈ જાય
મમતા મળતા પળેપળમાં,ના આધી વ્યાધી અથડાય
અવસરએવો બનેજીવનમાં,જે પ્રેમની પાંખ બનીજાય
……………………………………..મળ્યા જીવનમાં અવસર ઘણા.
મળે પ્રેમમાબાપનો જીવનમાં,સૌ માર્ગ સરળ થઈજાય
કંકુ ચોખા હાથમાં રહેતાં,જીવનમાં પ્રભુકૃપા મળી જાય
કુદરતની આ અતુટલીલા,સાચી માનવતાએ મેળવાય
કલ્પનાની આ કામણ ક્રિયા,શુભ અવસરથી મળી જાય
…………………………………….મળ્યા જીવનમાં અવસર ઘણા.

==============================

Next Page »