December 21st 2011

ઝંઝટ ગઈ

……………………………… ઝંઝટ ગઈ

તાઃ૧૧/૧૧/૨૦૧૧…………………પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગની ઝંઝટ નેવે મુકતા,મને પ્રેમ મળી ગયો ભઈ
આવી શાંન્તિ દોડીઘરમાં,જગતની ઝંઝટ ભાગી ગઈ
…………………………………….જગની ઝંઝટ નેવે મુકતા.
નિર્મળ માયા પ્રેમ હ્રદયનો,જગે માનવતા મળી ગઈ
પ્રેમ ભાવના સામે આવતાં,ઉજ્વળ જીવન થયું ભઈ
આધીવ્યાધી દુર ભાગી ત્યાં,જીવને આનંદ થયો અહીં
આવતીકાલને ઉજ્વળજોતાં,દેહે જલાસાંઇનીકૃપા થઈ
…………………………………..જગની ઝંઝટને નેવે મુકતા.
મળતી માનવતા જગતમાં,પ્રેમની સાંકળ પકડાઇ ગઈ
ભક્તિ ભાવની કેડી મળતાં,જગે મોહ માયા ભાગી ભઈ
આજકાલની ઝંઝટછુટતાં,જીવની જીંદગી સચવાઈગઈ
મોહ માયાની ચાદર ઉડતાં,પ્રેમનો સાગર મળ્યો અહીં
…………………………………..જગની ઝંઝટને નેવે મુકતાં.

======================================