December 13th 2011

કામથી નામ

.                   કામથી નામ

તાઃ૨૯/૧૧/૨૦૧૧                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે નામ જો સારા કરે કામ,જે જન્મ સફળ કરી જાય
શ્રધ્ધા પ્રેમની સાંકળ લેતાં,તમારૂ જીવન મહેંકી જાય
.                   ………………મળે નામ જો સારા કરે કામ.
જીવનમાં જ્યોત પ્રેમની પ્રગટે,ને શાંન્તિય મળી જાય
લાગણી મોહની માયા છુટતાં,નિર્મળરાહ પણમેળવાય
ઉજ્વળ જીવન દેહને મળતાં,સંસ્કાર પણ દેખાઇ જાય
જલાસાંઇની કૃપામળતાં,જીવને મળેલદેહ ઉજ્વળથાય
.                     ……………..મળે નામ જો સારા કરે કામ.
સકળ જગતના કરતારની, અમી દ્રષ્ટિ પણ  થઇ જાય
નિર્મળ જીવન જીવતાં દેહે,આધી વ્યાધીય ભાગી જાય
જલાસાંઇની ભક્તિ હતી નિરાળી,સંસારમાં રહીને થાય
મળે પ્રેમ પરમાત્માનો,જ્યાં સાચા સંતની રાહ લેવાય
.                    ……………..મળે નામ જો સારા કરે કામ.

++++++++++++++++++++++++++++++++++++++

December 13th 2011

શીવજીની ભક્તિ

 .                શીવજીની ભક્તિ

તાઃ૨૯/૧૧/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભોલેનાથની ભક્તિ કરતાં,જીવને શાંન્તિજ થાય
કૃપા કેડી જીવનમાં મળતાં,જન્મસફળ થઇ જાય
.                        ……………ભોલેનાથની ભક્તિ કરતાં.
પ્રેમની રાહ પ્રભુથી મળતાં,આજીવ નાભટકી જાય
મુક્તિકેરા દ્વારખુલતાં,મળેલ જન્મ સફળ પણથાય
ૐ નમઃશિવાય સ્મરણથી,જીવેઅનંત શાંન્તિથાય
ધુપદીપ અર્ચન સહવાસે,અમૃત જીવન થઇ જાય
.                        ……………ભોલેનાથની ભક્તિ કરતાં.
સોમવારની શીતળ સવારે,શંખનાદ જગે સંભળાય
આંખ ખોલી દર્શનકરતાં,શિવજીની કૃપાય મળીજાય
મા પાર્વતીની અસીમકૃપાએ,સ્વર્ગીય સુખમેળવાય
ગજાનંદની કલમચાલતાં,દેહથીમુક્તિ પણ મળીજાય
.                       ……………ભોલેનાથની ભક્તિ કરતાં.

+++++++++++++++++++++++++++++++++++++++++

December 13th 2011

પ્રભુ કૃપા

                           પ્રભુ કૃપા

તાઃ૧/૧૨/૨૦૧૧                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે કૃપા પ્રભુની જીવને,મળેલ જન્મ સફળ થઈ જાય
જીવનેમળેલ શાંન્તિએ,આદેહનું કલ્યાણ પણ થઈ જાય
.                       ……………મળે કૃપા પ્રભુની જીવને.
સફળજીવનની જ્યાં રાહમળે,ત્યાં કર્મપણ પાવન થાય
આજકાલને આંબી લેતાં, જીવને મુક્તિમાર્ગ મળી જાય
નિર્મલ પ્રેમની ગંગા વહેતા,ના આધી વ્યાધી અથડાય
મળે કૃપા જ્યાં જલાસાંઇની,ત્યાં જન્મ સફળ થઈ જાય
.                        ……………મળે કૃપા પ્રભુની જીવને.
શાંન્તિશોધવા જીવભટકે જ્યાં,ત્યાં ના કદીયમેળવાય
દેખાવનીદુનીયા દુરકરતાં,સાચી ભક્તિરાહ મળીજાય
માગણી મોહને માયા મુકતાં,સ્વર્ગીય સુખ મળી જાય
કુદરતની આ ન્યાયી કૃપાએ,જીવનો જન્મ છુટી જાય
.                        …………….મળે કૃપા પ્રભુની જીવને.

===================================