December 22nd 2011

જીવની પ્રકૃતિ

……………….જીવની પ્રકૃતિ.

તાઃ૨૦/૧૨/૨૦૧૧………………પ્રદીપ બ્રહ્મભટ્ટ

ધનવૈભવની ના માયા અમને,કે ના અપેક્ષાય રખાય
ઉજ્વળજીવન જલાસાંઇથીમળતાં,જન્મસફળ થઇજાય
…………………………………ધનવૈભવની ના માયા અમને.
લાગણી કદીના માગી મનથી,કે ના જીવને દુભાવાય
સમયની કેડી સમજી લેતાં,સાચીરાહ પણ મળી જાય
ડગલું એક જીવનમાંભરતાં,મનથી વિચાર હજારથાય
સફળતાની દરેક કેડીએ,જીવને અનંતઆનંદપણથાય
………………………………….ધનવૈભવની ના માયા અમને.
મળતી રાહ જીવનમાં એવી,જે સદમાર્ગેજ દોરી જાય
આફતો આઘી મુકીદે,નેસફળતાના સોપાનો મેળવાય
જીવને મળેલ આમાનવ જન્મ,સાર્થક કર્મોથી બંધાય
ઉજ્વળ કેડી જીવનમાં મળતાં,પ્રભુ કૃપાય મળી જાય
…………………………………..ધનવૈભવની ના માયા અમને.

+++++++++++++++++++++++++++++++

December 22nd 2011

કળીયુગી કર્મ

…………………કળીયુગી કર્મ

તાઃ૨૦/૧૨/૨૦૧૧…………….પ્રદીપ બ્રહ્મભટ્ટ

કાળા કામ કરવા નહીં,ના નામ બદનામ થાય
સુડી વચ્ચે સોપારી આવતાં,એતો કપાઇ જાય
…………………………………………..કાળા કામ કરવા નહીં.
મોહમાયાને નેવે મુકતા,આ જીવન ઉજ્વળ થાય
ના કાયાને માયા વળગે,ના તકલીફોય મેળવાય
જીવન નૈયા ચાલતી ઉજ્વળ,કીર્તીઓ મળી જાય
પ્રેમનીસાચી રાહ મળતાં,નાઆધીવ્યાધી અથડાય
…………………………………………..કાળા કામ કરવા નહીં.
કામણગારી કાયા થાય,જ્યાં નીતિ અનીતિ થાય
માર પડતાં કુદરતનો,વ્યર્થ માનવ જીવન થાય
મારી તમારી કેડી મુકતાં,જલાસાંઇની કૃપા થાય
જીવનેમળેલ માનવદેહે,આ જન્મસફળ થઈજાય
…………………………………………..કાળા કામ કરવા નહીં.

============================