June 27th 2016

સાંઇ જ્યોત

.                  .સાંઇ જ્યોત

તાઃ૨૭/૬/૨૦૧૬                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મનો સંબંધ જીવને સ્પર્શે,આવનજાવનથી સમજાય
નિર્મળ પ્રેમનીરાહે જીવવા,સંત સાંઇબાબાની પુંજા થાય
………..માનવદેહ એ કૃપા પ્રભુની,જે મુક્તિ માર્ગ બતાવી જાય.
અનેક જીવોને સંબંધ અવનીએ,ના કોઇ અપેક્ષા રખાય
માનવદેહ એ કર્મનીકેડી,જે અનેક જન્મો બાદ મેળવાય
કરેલકર્મ જીવનમાં નિર્મળ,પવિત્રભક્તિમાર્ગે લઈ જાય
કુદરતની અસીમલીલા,અવનીપર જન્મ મળે સહેવાય
………..માનવદેહ એ કૃપા પ્રભુની,જે મુક્તિ માર્ગ બતાવી જાય.
માનવ દેહ લીધો ભોલેનાથે શેરડીમાં,સાંઇથી ઓળખાય
આવી અવનીપર પરમાત્મા,માનવજીવન સમજાઇ જાય
પવિત્રરાહ મળે માનવીને,જ્યાં હિન્દુમુસ્લીમને પ્રેમ થાય
મનુષ્ય જીવન એ રાહ પવિત્ર,જે  માનવતા સમજાઈજાય
………..માનવદેહ એ કૃપા પ્રભુની,જે મુક્તિ માર્ગ બતાવી જાય.

======================================

June 10th 2016

મનની માગણી

.                 . મનની માગણી

તાઃ૧૦/૬/૨૦૧૬                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમપ્રેમની કૃપા મળે જીવનમાં,ના માગણી કોઇ હોય
આવી આંગણે નિખાલસસ્નેહ મળે,જીવન ઉજ્વળ થાય
……….એજ અસીમકૃપા જલાસાંઇની,મળેલ જન્મને સ્પર્શી જાય.
જન્મ મરણના બંધન જીવને,કરેલ કર્મથી જ મળી જાય
માનવતાને પારખી લેવા,જીવનમાં નિર્મળ ભક્તિ થાય
અપેક્ષાના વાદળ તો ઘુમે અવનીએ,સમયે સ્પર્શી જાય
મળે મોહમાયાના બંધન,જે કળીયુગની ચાદર કહેવાય
……….એજ અસીમકૃપા જલાસાંઇની,મળેલ જન્મને સ્પર્શી જાય.
પવિત્રપ્રેમ મળે સંબંધીઓનો,જેમાં નાઅપેક્ષા અડીજાય
નાકોઇ માગણી પ્રેમનીરહે,કે નામાનવીના વર્તને દેખાય
સરળ જીવન નિર્મળ રાહે જીવતા,જલાસાંઇની કૃપા થાય
એજ  સ્પર્શે જીવના બંધનને,જન્મમરણથી દુર લઈ જાય
……….એજ અસીમકૃપા જલાસાંઇની,મળેલ જન્મને સ્પર્શી જાય.

=+++++++++++++++++++++++++++++++++++++=

 

June 3rd 2016

ભક્તિ સાગર

.              .ભક્તિ સાગર

તાઃ૩/૬/૨૦૧૬               પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબશક્તિ છે ભક્તિમાં,જ્યાં નિર્મળતાએ ભક્તિ થાય
ના અપેક્ષાકોઇ મનમાં રહે,જે જીવને મુક્તિ આપી જાય
…………મનથી કરેલ ભક્તિ જીવનમાં,સદમાર્ગે જ દોરી જાય.
પવિત્ર પ્રેમની રાહે જીવતા,જલાસાંઇની રાહ મળી જાય
અન્નદાનનીજ્યોત પ્રગટતા,પરમાત્માની કૃપાથઈજાય
માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં દેહ પારખીને જીવાય
અવનીપરનુ આગમન જીવનુ,મળેલ દેહ થકી સમજાય
…………મનથી કરેલ ભક્તિ જીવનમાં,સદમાર્ગે જ દોરી જાય.
મનથીકરેલ ભક્તિ જીવનમાં,જીવનું ઘરપાવન કરી જાય
શ્રધ્ધાની એઅજબકૃપા છે,જે માનવીને અનુભવેસમજાય
મળે કૃપા પ્રભુની જીવનમાં,ત્યાં સંસાર ઉજ્વળ થઈ  જાય
આજકાલ નાસ્પર્શે જીવને,જ્યાં ભક્તિનો સાગર મેળવાય
…………મનથી કરેલ ભક્તિ જીવનમાં,સદમાર્ગે જ દોરી જાય.

++++++++++++++++++++++++++++++++++++++

June 1st 2016

કુદરતી લીલા

.                  કુદરતી લીલા

તાઃ૧/૬/૨૦૧૬     ૧-૬-૧ ૬     પ્રદીપ બ્રહ્મભટ્ટ 

ના જગતમાં તાકાત માનવીની,કે ના કોઇથી અંબાય
કુદરતની આ અસીમલીલા,જે સમયસાથે ચાલી જાય
………..માનવીના જીવનમાં આ તારીખ,ના કદી ફરી આવી જાય.
તારીખ એક મહીનો છો,અને વર્ષ એક છોથીજ વંચાય
આ સ્પર્શે છે માનવીને જીવનમાં,ના ફરીકદી મેળવાય
અજબ શક્તિશાળી પરમાત્મા,જીવથી સમજીનેજવાય
સમયને ના પકડી શકે અવનીએ,એજ શક્તિ કહેવાય
………..માનવીના જીવનમાં આ તારીખ,ના કદી ફરી આવી જાય.
લાગણી મોહ જીવનના સંગમાં  રહે,ના કોઇથી છટકાય
પળેપળ એ મળે જીવને,જીવનમાં અનેક વખત લેવાય
મળેલદેહ એકર્મબંધન,જે જીવને જન્મ મળતાજ દેખાય
સમજીવિચારી ચાલતા,પાવનકર્મની રાહ પણ મેળવાય
………..માનવીના જીવનમાં આ તારીખ,ના કદી ફરી આવી જાય.

======================================