માડીજાયાને પ્રેમ
સંતાનના મુખેથી……
દીનેશમામાને
જન્મદીને ભેંટ……
તાઃ૩૧/૭/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આંગણે આવેલા મામાને જોતાં,મમ્મીની આંખો ભીની થઇ
માબાપના પ્રેમનો વારસો ભાઇ,બહેનના હૈયે પ્રેમની ઉર્મી જોઇ
અનંત પ્રેમની નિર્મળ આશા,આજે પ્રભુ કૃપાએ પુરણ થઇ
ભાઇ બહેનની અંતરની પ્રીત,આજે મામાની આંખોથી કહેવાઇ ગઇ.
જન્મદીન વ્હાલા ભાઇ દીનેશનો,વિપુલાબેન હૈયેથી હરખાય
મામાનેજોતાભાવના,પુનીતા,પ્રીથીલાનેભાઇ કૃષ્ણાખુશથાય
અજબ લીલા અવિનાશીની,કે આજે સ્ટીવ ફોઇને વંદી જાય
પપ્પાના જન્મદીનને માણવા,એ દુબઇથી હ્યુસ્ટનમાં આવીજાય
મામાનો પ્રેમ મળે ભાણાંઓને,ને બહેનને પ્રેમ દીનેશભાઇનો
કુદરતની આ પ્રેમલીલા એવી,જે માબાપના સંસ્કારથી લેવાય
સમયના વ્હાણા વહીં જાય જીવનમાં,પણ પ્રેમ કદીના થોભે
આવ્યો આજે જન્મદીન બની,વિપુલાબેનના ઘરનું આંગણું શોભે
પ્રેમે મળતા આશિર્વાદ મામાના,અમારા જીવન ઉજ્વળ થાય
શબ્દ મળે ના અમને જગતમાં,જે મમ્મીના મુખ પર છે દેખાય
લાગે અમને ભક્તિ સાચી,મામાના પાવન પગલાં પડી જાય
ધન્ય બન્યો આ પ્રસંગ અમારો,કે મામાનો જન્મદીવસ ઉજવાય
અસીમ કૃપા પ્રભુની અમ પર,આજે ભોજનમાં ભોજન લેવાય
જન્મદીનની છે કૅક ભાવનાની,ને વંદન પુનીતા,પ્રીથીલાના
ઉમંગ હૈયે લાવ્યો કૃષ્ણા,સાથે મમ્મીના અનંત પ્રેમની ઝોળી
યાદગારની આ અદભુત હેલી,લાવી જુલાઇ ૩૧ની સાંજ સુનેરી
**********************************************
મમ્મીના પ્રેમને આવકારી શ્રી દીનેશમામા અમારે ત્યાં આવ્યા છે.
અમોને ઘણો જ આનંદ થયો છે.કુદરતની કૃપા થઇ કે જુલાઇ ૩૧ તેમનો
જન્મદિવસ છે જે અમોને ઉજવવાની તક મળી,સાથે તેમનો દીકરો સ્ટીવ
પણ આવ્યો છે તે અતિ આનંદનો પ્રસંગ હોઇ આ લખાણઅમારા મામાને
તથા ભાઇને યાદગીરી રૂપે પ્રેમથી અર્પણ.
લી.ભાવના,પુનીતા,પ્રીથીલા,કૃષ્ણા ને સાથે અમારી મમ્મીના આશીર્વાદ.
તાઃ૩૧મી જુલાઇ ૨૦૧૦. હ્યુસ્ટન,ટેક્ષાસ
=======================================